શનિદેવનો ગુસ્સો સૌથી ખતરનાક માનવામાં આવે છે. તેમના પ્રકોપ થીબચવું શક્ય નથી. આવી સ્થિતિમાં, તમારા પ્રયત્નો એવા જોઈએ કે તમે એવું કોઈ કાર્ય ન કરો જેનાથી શનિદેવ ગુસ્સે થઇ જાય. આ વાતને ધ્યાનમાં રાખીને, અમે તમને અહીં એવા જ પાંચ લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી શનિદેવ ગુસ્સે થઈ શકે છે. જો તમે આ પાંચ ભુલમાંથી કોઈ ભુલ કરો છો, તો પછી તમારે ભવિષ્યમાં શનિદેવના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. તેથી આ ભુલો ન કરો અને પોતાની જાતને સુધારો.
1. બેઇમાન લોકોને શનિદેવ બિલકુલ પસંદ કરતાં નથી. જો તમે જીવનમાં કોઈની સાથે છેતરપિંડી કરી છે, તો તેની પુરી સંભાવના છે કે તમારા ભવિષ્યમાં પણ કોઈ તમને છેતરપિંડી કરશે. એટલે બીજાને છેતરતા કે ઠગતા પહેલાં દસ વાર વિચાર કરો. નહીં તો તમને જેવા કર્મ કરશો, તેવી સજા તમને મળશે, જ્યાતે તમારો પાપનો ઘડો ભરાઈ જશે ત્યારે શનિદેવ ગુસ્સો ઉતારશે. તેથી તમારી પાસે હજી સમય છે. પોતાની ભુલો સુધારો અને સારું કામ કરો.
2.બાળકો, વૃદ્ધ અને સ્ત્રીઓ પર અત્યાચાર કરવા વાળાને જીવનમાં સુખ નસીબ નથી હોતું. તેઓને પોતાના કર્મોનું ફળ એક ના એક દિવસ જરૂર મળે છે. ખાસ કરીને શનિદેવને એ ગમતું નથી કે તમે કોઈની સાથે હિંસા અથવા અત્યાચાર કરો . જો તમે આવુ કરો, તો તમે શનિદેવની નજરમાં પાપી બનશો. તેથી, દરેકને માન આપવાનું શીખો અને કોઈનો જોડે અત્યાચાર ના કરો.
3. શનિદેવની પુજા દરમિયાન જે લોકો ગંદા વિચારો લાવે છે અથવા ગુસ્સે થાય છે તેમને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે. શનિદેવ આવા લોકોને ક્યારેય માફ કરતા નથી. જો તમે શનિ મંદિરમાં જાઓ છો અને ત્યાં પણ મહિલાઓને ગંદી આંખોથી જોવો છો, તો તમે ચોક્કસ તેની સજા મળશે. તેથી, જ્યારે શનિદેવના મંદિરે જવા અથવા તેમની પુજા કરતી વખતે, તમારું મન સાફ અને સારા વિચાર રાખો. તેમાં જ તમારી ભલાઈ છે.
4. શનિદેવ વિશે ખોટું બોલનારાઓને પણ તે માફ કરતા નથી. ઘણી વખત લોકો ભગવાનથી ગુસ્સે થાય છે અને તેમને ઊલટું સીધું બોલે છે. આ ખોટી વાત છે. દરેકના જીવનમાં દુ:ખ અને સમસ્યાઓ આવે છે. ભગવાનને દોષ આપવાને બદલે, તમારે તે સમસ્યાનું સમાધાન શોધવું જોઈએ. આ તમારા માટે સારું રહેશે. સાથે ભગવાનની પુજા અને પાઠ કરો અને તેમનામાં વિશ્વાસ રાખો. તેમાં જ તમારી ભલાઈ છે.
5. શનિવારે નોનવેજ કે દારૂ પીને ઘરની પુજામાં હાજર રહેવું કે મંદિરમાં જવું તે યોગ્ય નથી. જો તમે આવુ કરો, તો તમારે શનિદેવનો પ્રકોપ જોવો પડશે. શનિવારે આ વસ્તુઓનું સેવન ન કરવાનો પ્રયાસ કરો. પણ જો તમે કરો તો શનિ ભગવાનથી દુર રહેવું જોઈએ. ઘરે પુજા ન કરો અને મંદિર પણ ન જશો.
જો તમને આ માહિતી ગમતી હોય, તો તેને બીજા લોકો સાથે શેર કરવાનું ભુલશો નહીં.