માત્ર એક હાથ થી પાણી માં તરતો હતો આ યુવાન અત્યારે કાર ધોઈને ગુજારણ કરે છે હરિયાણા માં રહેનાર ભરત કુમાર નો એક હાથ નથી તે છતાંય તે તરવાની હરીફાઈ માં ચેમ્પિયન બની ગયા છે તેમણે અત્યાર સુધી 50 થી વધારે ઇન્ટરનેશનલ એવોર્ડ જીત્યા છે અને ભારતનું નામ રોશન કર્યું છે પરંતુ દુઃખની વાત એ છે કે ભરત ને જીવન ગુજારવા માટે કાર ધોવી પડે છે.
પણ હાલમાં નજફગઢ માં રહેવા વાળો ભરત કુમાર નું કહેવું છે કે તેમને ભેંસ ની પૂંછડી પકડી ને તરવા નું શીખ્યું હતું નાન પણથી તેમનો એક હાથ ન હતો એટલા માટે ભેંસ ની પૂંછડી ને તરવામાં તેને સરળતા રહેતી હતી.
તેઓ નું કહેવું છે કે જ્યારે તે 9 વર્ષ ના હતા ત્યારે તે તેમની ફોઈ જોડે રહેતા હતા ગાજીયાબાદ ના વૈશાલી અને ઇન્દ્રાપુરમ ના વચ્ચે એક નહેર માં ભેંસ ને સ્નાન કરવા માટે લઈને જતા હતા ત્યારે તેમને તરવાનું શીખી લીધું હતું.
ભારત દિલ્હી વિશ્વ વિદ્યાલય માં હંસ રાજ કોલેજના વિદ્યાર્થી છે અને પેરા ઓલમ્પિકમાં મેડલ જીતવા માગે છે પરંતુ પૈસાની અછતના કારણે તે ઓ ટ્રેનિંગ નથી લઇ શકતા એટલું જ નહીં તેમને ઘર ચલાવવા માટે નાના મોટા કામ કરવા પડી રહ્યા છે.