લગભગ 500 વર્ષ જુના અયોધ્યા કેસમાં ચુકાદાની રાહ જોતા લગભગ ઘણા વર્ષો વીતી ગયા છે. આ સમયમાં, આ કેસમાં ઘણા મહત્વપૂર્ણ ફેસલા થયા હતા. આ વિવાદ ઇતિહાસનો સૌથી મોટો દંગાનું કારણ પણ બન્યો છે.ઘણાબધાં ઉતાર-ચઢાવ હોવા છતાં, અયોધ્યા કેસ હજી પણ આખા દેશ માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આ જ કારણ છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ હંમેશાં ખૂબ જ રાજકીય મુદ્દામાં પણ શામેલ રહ્યું છે. પક્ષ હોય કે વિપક્ષ, બધાએ પોતાની રીતે અયોધ્યા વિવાદને હવા આપી છે. આ કેસ એટલો જટિલ છે કે સમાધાન માટેના તમામ પ્રયાસો નિષ્ફળ થયા છે.
અયોધ્યા વિવાદની જટિલતાએ બ્રિટીશરોને પણ ખૂબ પરસેવો પડાવીઓ હતો અને બ્રિટિશ સામ્રાજ્ય પણ આ વિવાદનો ઉકેલ લાવવામાં નાકામ થયા હતા.જ્યારે સુપ્રીમ કોર્ટના પાંચ જર્જે આ કેસની સુનાવણી માત્ર 40 દિવસમાં પુરી કરી દીધી હતી છે. સુપ્રીમ કોર્ટે કેસની ગંભીરતાને જોતાં તેના પર દરરોજ સુનાવણી કરી હતી.પરંતુ વાત એ છે કે માત્ર 40 દિવસ ચાલેલી સુનાવણીમાં પણ, તમામ પક્ષોને તેમના તમામ પક્ષ રાખવાની પુરી તક આપવામાં આવી હતી. હવે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને આખો દેશ ફેસલાની રાહ જોવે છે. એવું લાગી રહ્યું છે કે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં સુપ્રીમ કોર્ટ કેસમાં ચૂકાદો આપી શકે છે. એવામાં એ જાણવું પણ મહત્વનું છે કે આ કેસની સુનવણી કરનાર તે પાંચ જજો કોણ છે?
1.મુખ્ય જર્જ રંજન ગોગાઈ(સીજેઆઇ)
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (સીજેઆઇ)રંજન ગોગાઈ અયોધ્યા કેસની સુંનવાણી કરવાવાળા પાંચ જજોમાંથી આ મુખ્ય જર્જ છે.18 નવેમ્બર 1954ના રોજ આવેલા રંજન ગોગાઈને 3 ઓકટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટના 46માં મુખ્ય જર્જ તરીકે શપથ લુધી હતી.તેમના પિતાજી કેશવચંદ્ર ગોગાઇ1982માં આસામ રાજ્યના મુખ્યમંત્રી પણ રહ્યા છે.તે પુર્વ દિશા બાજુના જર્જ બનનાર સૌથી પહેલા વ્યક્તિ હતા.1978માં તે પહેલીવાર વકીલમાં નોંધાયા હતા.અને 2001માં ગુવાહાટી હાઇકોર્ટેમાં જજૅ પણ બની ચુક્યા છે 2010માં પંજાબ અને હરિયાણામાં જજૅ બની ચુક્યા છે.અને એક વર્ષ પછી 2011માં તે પંજાબ અને હરિયાણાના હાઇકોર્ટેના ચીફ જસ્ટિસ બન્યા.23 એપ્રિલ 2012માં તે સુપ્રીમ કોર્ટના જજૅ બન્યા હતા.પછીના મહિને 17 નવેમ્બર 2019 નિવૃત્ત થઈ રહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગાઈને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોવાથી ઘણા કેસો ઉપર ફેંસલો આપ્યો હતો.અયોધ્યા કેસ સિવાય તેમને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(એનઆરસી),અને જમ્મુ કાશ્મીરથી 370 કલમ નાબૂદ કરવા અરજી પણ કરી હતી.
2. શરદ અરવિંદ બોબડે.
જસ્ટિસ શરદઅરવિંદ.બોબડે(એસએબોબડે) અયોધ્યા કેસની સુનવણી કરવાવાળા બીજા જર્જ હતા.24 એપ્રિલ 1956ના રોજ નાગપુરમાં જન્મેલા જસ્ટિસ બોબડે 1978 માં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રમાં જોડાયા હતા. તેમણે બોમ્બે હાઈકોર્ટમાં વકીલ તરીકેની પ્રેક્ટિસ પણ શરૂ કરી હતી. 1998 માં, તેમને સિનિયર વકીલ બનાવવામાં આવ્યા હતા. તે પછી, વર્ષ 2000 માં, તેમને બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જર્જ બનાવવામાં આવ્યા હતા. પછી તે મધ્યપ્રદેશ હાઇકોર્ટના જર્જ પણ બન્યા હતા. પછી 2013 માં, તેમને સુપ્રીમ કોર્ટમાં જર્જ બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ બોબડે 23 એપ્રિલ 2021 ના રોજ નિવૃત્ત થશે. જસ્ટિસ બોબડે મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટી, મુંબઇ અને મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટી, નાગપુરમાં પ્રોફેસર તરીકે પણ રહી ચૂક્યા છે. મુખ્ય જર્જ રંજન ગોગોઈની નિવૃત્તિ પછી જર્જ શરદ અરવિંદ બોબડે દેશના મુખ્ય જર્જ બનશે.
3. ડીવાય ચંદ્રચુડ.
ધનંજય યશવંત ચંદ્રચુડ (ડીવાય ચંદ્રચુડ) અયોધ્યા કેસની સુનાવણી કરનારી ત્રીજા જર્જ છે. તેમના પિતા જર્જ યશવંત વિષ્ણુ ચંદ્રચુડ પણ સુપ્રીમ કોર્ટના મુખ્ય જર્જ પણ રહી ચુંક્યા છે. ચંદ્રચુડે દુનિયાની ઘણી પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં લેક્ચર આપ્યું છે. જર્જ બનતા પહેલા તેઓ દેશના સોલિસિટર જનરલ પણ હતા. સુપ્રીમ કોર્ટના પહેલા તે ,અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. તે બોમ્બે હાઈકોર્ટમાં જર્જ તરીકે પણ રહી ચુક્યા છે. જસ્ટિસ ચંદ્રચુડ અયોધ્યા કેસના પહેલા તે સબરીમાલા, ભીમા કોરેગાંવ, સમલૈંગિકતા જેવા ઘણા મોટા કેસોમાં સુપ્રીમ કોર્ટની હિસ્સો રહી ચુક્યા છે.
4. અશોક ભૂષણ.
ઉતરપ્રદેશમાં , 5 જુલાઈ 1956 ના રોજ જૈનપુરમાં જન્મેલા, 1979 માં પહેલી વખત યુપી કાઉન્સિલમાં જોડાયા હતા. તેમણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પુરી કર્યો હતો. આ પછી, તેમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી અને ત્યાં જ અનેક મહત્વના હોદ્દા પર પણ કામ કર્યું હતું. 2001 માં, તેઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં જર્જ તરીકે નિમાયા હતા. વર્ષ 2014 માં, અશોક ભૂષણ કેરળ હાઇકોર્ટના જર્જ બન્યા હતા. વર્ષ 2015 માં, તેમને કેરળ હાઈકોર્ટના મુખ્ય જર્જ બનાવવામાં આવ્યા હતા. 13 મે 2016 ના રોજ, તેમને સુપ્રીમ કોર્ટના જર્જ બનાવવામાં આવ્યા..
5.અબ્દુલ નઝિર.
કર્ણાટકના જન્મેલા અબ્દુલ નઝિરએ મેંગ્લોરની એસડીએમ લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી લીધી હતી. વર્ષ 1983 માં, તેણે બેંગ્લોરની કર્ણાટક હાઈકોર્ટથી પ્રેકટીસ શરૂ કરી હતી. તે જ વર્ષે, તેઓ હાઈકોર્ટની કાઉન્સિલમાં નોંધાયા હતા. મે 2003 માં, તેઓ કર્ણાટક હાઇકોર્ટના એડિશનલ જજ બન્યા અને ત્યારબાદ તેઓ કાયમી જજ તરીકે જોડાયા હતા. 17 ફેબ્રુઆરી 2017 ના રોજ, અબ્દુલ નઝીરને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા. તેઓ સીધા જ સુપ્રીમ કોર્ટ પહોંચવાના ત્રીજા જર્જ હતા. અબ્દુલ નઝીર વર્ષ 2017 માં સુનાવણી ટ્રિપલ તલાકના કેસનો પણ એક હીસ્સો છે..