દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ એક વાર તો.જરૂર આવે છે પણ આપણે તેને સાચી રીતે ઓળખી શકીએ તે ઘણું મુશ્કેલ હોય છે.પ્રેમ આવ્યા પછી તે આપણો જ બનીને રહે તે પણ એક મોટી ચુનોતી હોય છે.જેને નિભાવવું પ્રેમ કરનારાઓ માટે સરળ નથી હોતું.પરંતુ કેટલાક એવા આશિક પણ આ દુનિયામાં જોવા મળે છે જે તેમના પ્રેમને પાછો લાવવા માટે કંઈ પણ કરી શકે છે.ગર્લફ્રેન્ડને પાછી લાવવા માટે એક વ્યક્તિ સતત વગાડતો રહ્યો પિયાનો, પણ તે પાછી આવી એ તમારે જાણવું જોઈએ.
બ્રેકઅપ બાદ જીવન સરળ નથી હોતું અને પોતાના પ્રેમને પાછો લાવવો એતો અશક્યની વાત છે.પરંતુ એક એવો આશિક જેને સતત પિયાનો વગાડ્યો અને ત્યાં સુધી વગાડવાની વાત કરી જ્યાં સુધી તે પાછી ના આવી જાય આ કિસ્સો ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરનો છે.જ્યાં લ્યુક હોવર્ડ નામના મ્યુજીશન એ પોતાની રિસાયેલી ગર્લફ્રેન્ડને મનાવવા માટે બ્રિસ્ટલના સેંટરમાં પિયાનો સેટ કર્યો છે. તેને ત્યાં સુધી વગાડવાનું એલાન કર્યું છે જ્યાં સુધી તે પાછી ના આવી જાય.બ્રિસ્ટલ પોસ્ટના મુજબ ,મ્યુજીશન લ્યુક હોવર્ડ એ તેના 4 મહિનાના રિલેશનશિપ પછી 9 સપ્ટેમ્બરથી પિયાનો વગાડવાનું શરૂ કર્યું. લ્યુકનું કહેવું છે કે તે ત્યાં સુધી પિયાનો વગાડશે જ્યાં સુધી તેમની ગર્લફ્રેંડ તેમને બીજો મોકો ના આપી દે.
ખરેખર 34 વર્ષના લ્યુક એ પોતાની ગર્લફ્રેન્ડનું નામ જણાવવાનું ના કહ્યું છે જેનાંથી તેનું નામ બદનામ ના થાય.લ્યુકનું માનવું છે કે તે એવું કરીને તેની ગર્લફ્રેન્ડને એ જણાવવા માંગે છે તે તેને કેટલો પ્રેમ કરે છે. લ્યુક એ જણાવ્યું કે મારી જગ્યાએ કોઈ બીજું હોત તો ફૂલ મોકલત,મૅસેજ મોકલત,કે પત્ર લખત પરંતુ આ સ્થિતમાં વસ્તુઓ વધારે ખરાબ થઈ જાય છે.તેને હું જણાવવા માંગુ છું કે હું તેને કેટલો પ્રેમ કરું છું,હું ઈચ્છું છું કે તે મારો પ્રેમ જોવે અને ફરી પાછા આવવાનો નિર્ણય કરી લે તેને મારા જીવનમાં રેહવું ના રેહવું એ નિર્ણય પણ એ લઈ શકે.
લ્યુક એ જણાવ્યું કે તે 11 સપ્ટેમ્બરના સવારે 4 વાગે પિયાનો વગાડી રહ્યો હતો અને અચાનક તેના માંથા પર કોઈએ મુક્કો માર્યો અને તે થોડી ક્ષણો માટે રોકાય ગયો. પછી તેને એ વાતનો એહસાસ થયો કે તેનાથી ઘણા લોકોને શાંતિ મળશે. લ્યુક એ કહ્યું કે હું આની પર માફી માંગુ છું, હું તે છોકરીનું નામ નહીં જણાવી શકું જેના ઘર પર હું છાંટા નથી ઉડાળવા માંગતો કે ઘણા બધા મેઈલ પણ નહીં કરવા માંગતો હતો, હું આ બધા માટે કંઈક ઈમાનદારીથી કરવા માગું છું અને તે જ હું કરી રહ્યો છું, હવે જોવાનું એ છે કે તેની ગર્લફ્રેંડ પાછી આવે છે કે નહીં પરંતુ લોકોને એ તો સમજાય ગયું કે આજના સમયમાં પણ સાચો પ્રેમ જોવા મળે છે.