ગલ્ફના દેશોમાં લોટરીઓનું ચલણ વધારે છે હમણાં એક ભારતીય એન્જીનીયર આવી 22 કરોડની લોટરી જીત્યો હવે તમે આવી લોટરી જીતો તો શું 50 ડીગ્રી તાપમાં કામ કરો.ખરા? પણ અહીં વાંચી જુવો.

સંયુક્ત અરબ અમીરાતમાં કેરળની એક મહિલાનું નસીબ રાતોરાત ખૂલી ગયું છે. આ મહિલાને લોટરીમાં 22 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો છે.

નોકરી ચાલુ જ રાખશે

સપના નાયર અબુ ધાબીમાં સીનિયર સ્ટ્રકચરલ એન્જિનિયર તરીકે કામ કરે છે. મૂળ કેરળની રહેવાસી સપનાએ કહ્યું કે, મને વિશ્વાસ નથી થતો કે, હું આટલી બધા રૂપિયા લોટરીમાં જીતી ગઈ છું. જીતેલી રકમ તે મહિલાની સુરક્ષા પાછળ ખર્ચ કરશે. આ ઉપરાંત તે કરોડો રૂપિયા જીતી હોવા છતાં નોકરી ચાલુ જ રાખશે.

‘જીતવાની અપેક્ષાએ ટિકિટ નહોતી ખરીદી’

સપનાએ કહ્યું કે, લોટરી જીતવાની અપેક્ષાએ મેં ટિકિટ નહોતી ખરીદી. 9 જૂને મેં ઓનલાઇન ટિકિટ ખરીદી અને વિચાર્યું કે જોઈએ હવે આગળ શું થાય છે. મારા પતિ પણ મારી લોટરીની વાતને લઈને ચોંકી ગયા છે. મારી દીકરીને મેં કીધું ત્યારે તે પ્રથમ તો સમજી નહોતી. પછી તેણે મને કીધું કે મમ્મી આપણે બહુ બધા કપડાં ખરીદશું અને જે લોકો સાથે પહેરવા માટે કપડાં નથી તે લોકોને આપી દઈશું. મારી દીકરીના વિચારો પર મને ગર્વ છે. અમે આ રૂપિયામાંથી દાન કરીશું.

સપના તેના પતિ પ્રેમ અને પાંચ વર્ષની દીકરી સાથે અબુ ધાબીમાં રહે છે. યુએઈની સૌથી મોટો અને જૂનો લોટરી ડ્રો દર મહિને અબુ ધાબી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થાય છે.

Write A Comment