નિરંજન ફળ એ વિવિધ આયુર્વેદિક દવાઓમાંની એક છે. તે એક સંપૂર્ણ કાચી વનસ્પતિ છે જે કુદરતી છે. તેનો ઉપયોગ કરતા પહેલા તેને ધોવા અને તેને સારી રીતે સૂકવવા પડે છે. જો તમે તેને ધોઈ નાખ્યું છે, તો તે ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે ધોવા પછી તે સંપૂર્ણપણે સૂકાય જાય. જો તે યોગ્ય રીતે સૂકવવામાં ન આવે અને તેમાં ભેજ રહી જાય તો તે બગડે છે કારણ કે તે ફૂગ પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે.
દુકાનમાંથી લીધેલા નિરંજન ફળ ની મર્યાદા એક વર્ષની હોય છે, પરંતુ અમે ભલામણ કરીએ છીએ કે તમે ખરીદી ના દિવસથી ફક્ત 6 મહિના માટે તેનો ઉપયોગ કરો. નિરંજન ફળ મલેશિયામાં ખૂબ જ પાકે છે. ત્યાંની મલય ભાષામાં તેને ‘માસ બંકાસ’ કહે છે. બંકાસ એટલે ફળ અને માસ એટલે સોનું. સોના ભારોભાર કીંમતી ગણાય તેવું ફળ અને મલેશિયામાં તેનો ઉપયોગ શરીરની ગરમી માટે, સ્વપ્નદોષ માટે તેમજ હરસ માટે થતો હતો.
આજના યુવાનો મરી મસાલાથી ભરપુર દાળ-શાક ખાય છે, સતત ગરમીમાં રહે છે એટલે તે બધાને ઉષ્ણવીર્યની તકલીફ રહે છે. જેથી ગર્ભ રહેવામાં તકલીફ પડે છે. આ સ્થિતિમાં નિરંજન ફળ ઉષ્ણવીર્યતા માટેનો સસ્તો ઈલાજ છે.
નિરંજન ફળ નું બીજું નામ ચીની ફળ કે ચાઈના ફ્રુટ પણ છે. આ ફળ આયુર્વેદિક દવા કે ઓસડીયા મળતા હોય ત્યાં સરળતાથી મળી જશે. નિરંજન ફળ ઘણા રોગોથી પીડિત લોકો માટે આવશ્યક હોવાનું કહેવાય છે. અલ્સર થી પીડિત વ્યક્તિ પણ તેના ઉપયોગથી તેમની અલ્સર થી થતી આડઅસર ઘટાડી શકે છે.
બે-ત્રણ નિરંજન ફળને રાત્રે પાણીમાં પલાળી દઈને સવારે સાકર સાથે સેવન કરવાથી ઘણો ફાયદો થશે. નિરંજન ફળને પાણીમાં પલાળતા પહેલા એના ઉપરના કડક ફોતરાં હોય તે કાઢી નાખવા. જો ગર્ભ ન રહેતો હોય તો પતિ-પત્ની બન્નેએ નિરંજન ફળનું સેવન કરવાથી ખૂબ જલ્દી લાભ થશે.
જ્યારે ગર્ભાશયમાંથી ખૂબ લોહી વહેતું હોય , તો રાત્રે અને સવારે એક કપ પાણીમાં એક નિરંજન ફળને પલાળીને, ખાલી પેટ પર પાણી પીવો. આ ઉપચાર પીડા અને રક્તસ્રાવને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. મોટાભાગની મહિલાઓને માસિક સ્રાવમાં અનિયમીતતા, અતિસ્રાવ કે માસિકની તકલીફ હોય જ છે.
માસિકની તકલીફ માટે નિરંજન ફળ રામબાણ ઈલાજ છે. હાલના સમયમાં એક મહિનામાં બે-ત્રણ વખત સ્ત્રાવ અથવા અતિસ્રાવ થાય છે. જેને કારણે યોનિમાં ઈન્ફેકશન, સફેદ પાણી, દુર્ગંધ કે ખંજવાળ જેવી સમસ્યા થતી હોય છે. આવી સ્થિતિમાં નિરંજન ફળ પલાળીને પીવા જોઈએ.
જો કોઈ લોહિયાળ,બાદી અથવા મસાઓથી પરેશાન છે, તો હરસ મસ્સા ના ઉપચાર તરીકે નિરંજન ફળ ખૂબ જ અસરકારક છે. કેટલાક નિરંજન ફળ બજારમાંથી ખરીદીને રોજ સાંજે 1 ફળ પાણીમાં પલાળી મુકો. સવારે આ પલાળેલા ફળની છાલ ઉતારીને તેને ચાવીને ખાવ અને જે પાણીમાં ફળને પલાળીને મૂક્યું હોય તે પાણી પીવું. આવુ 4-5 દિવસ સતત કરતા રહેવાથી બવાસીરના દુખાવામાંથી છુટકારો મળે છે.