ઘણીવાર આપણે ખુરશી કે ટેબલ કે પલંગ પર બેઠા હોઇએ ત્યારે લટકાવીને બેઠા હોય છે. અને ઘણા લોકોને તો એવી આદત હોય છે કે પલંગ કે ખુરશી પર બેસીને લટકાવેલા પગને એકધારો હલાવવા. જ્યારે આપણે નાના હતા ત્યારે જો આપણે પગ હલાવતા હોય તો આપણા વડીલો એવું કહેતા કે પગના ના હલાવાઈ પગ હલાવી તારા માં મરી જાય. પરંતુ શું તમે જાણો કે, આપણને વડીલો શા માટે પગ હલાવવાની ના પાડતા હતા.
આવી સામાન્ય વાત પાછળ પણ એક ખાસ કારણ રહેલું છે, પરંતુ આપણે આ વાતને એક આ માન્યતાનું સ્વરૂપમાં આપ્યું છે, પરંતુ તેના પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ આવેલું છે. આપણે ધર્મમાં કે સમાજમાં ઘણા નિયમો અને માન્યતાઓ બનાવેલી છે. તેની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણ આવેલા હોય છે આપણો ધર્મ સનાતન ધર્મ છે. અને તેને પેઢીઓથી માનવામાં આવે છે.
આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ ઘણા એવી ઘણી માન્યતાઓ બનાવેલી છે અને નિયમો બનાવેલા હોય છે. જેના સીધી અસર આપણા શરીર પર પડે છે. ઘણીવાર આપણે એવી માન્યતાઓ માનતા નથી. એવું કહે છે કે આ બધું જૂના જમાનામાં છે. અને જો કોઈ અત્યારે આવી માન્યતા માં માને તો એવું કહેશે કે આ તો જૂના જમાનાનો વ્યક્તિ છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે પલંગ પર બેસીને પગ હલાવવાથી શું થાય છે. અને શા માટે પ્રાચીન સમયથી આ નિયમનું પાલન કરવામાં આવે છે.
એવી ધાર્મિક માન્યતા છે કે હલાવવાથી માતા પિતા નું આયુષ્ય ઓછું થાય. પરંતુ તેનું વૈજ્ઞાનિક કારણ શું છે તેના વિશે જાણીએ. શાસ્ત્રમાં કહેલું છે કે જો બેઠા-બેઠા પગ હલાવવા માં આવે તો અશુભ દોષ થાય છે. અને ધન હાનિ થવાની પણ સંભાવના વધી જાય છે. સાંજે લક્ષ્મીજી આવવાનો સમય હોય છે. પરંતુ જો આપણે ઘરમાં પગ હલાવતા હોય હોઈએ તો લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. અને ધન સંબંધી સમસ્યાઓ ઊભી થાય છે. અને ઘરમાં મુશ્કેલીઓ વધી જાય છે એટલે જ ધાર્મિક માન્યતા પ્રમાણે જોઇએ તો પણ પલંગ કે ખુરશી પર બેસીને પગ ના હલાવવો જોઈએ.
પગ હલાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ આપણે જાણીએ. જો ખાટલા કે પલંગ પર બેસીને પગ હલાવવામાં આવે તો પગમાં સાંધાનો દુખાવો થઇ શકે છે. અને પગ હલાવવા થી પગ ની નસો વિપરીત દિશામાં કાર્ય કરે છે. અને તેનું હૃદય સુધી ફેલાયેલી હોય છે. માટે હાર્ટ એટેક આવવાની પણ શક્યતા વધી જાય છે. એટલે જો કોઈને આવી પગ હલાવવાની આદત હોય તો તે આજથી જ બંધ કરી દે. અને આ ઉપયોગી માહિતી બીજાને શેર જરૂર કરે.