HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home જાણવા જેવું

દાંતના દુખાવા, પાચન અને ચામડીના રોગનો દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં લેવી પડે આ રોગની દવા

Team GujjuClub by Team GujjuClub
January 13, 2022
in જાણવા જેવું, હેલ્થ
450 5
0
દાંતના દુખાવા, પાચન અને ચામડીના રોગનો દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં લેવી પડે આ રોગની દવા
625
SHARES
2.8k
VIEWS
Share on FacebookShare on Twitter

સાજીખાર એ એક જાતનાં ઝાડના પંચાંગને બાળીને બનાવવામાં આવે છે. સાજીખારના બજારમાં કાળા રંગના કટકા મળે છે. જેના પર મીઠાનો તર જામી રહેલો જોવા મળે છે. જેમ મીઠાને માટીના વાસણમાં રાખી મૂકતાં તે વાસણ પર મીઠું બાઝી જાય છે, તે જ રીતે સાજીખારના કાળા કટકા પણ મીઠાનાં તરથી ભરાઈ જાય છે. તેને ભાંગતાં અંદરથી કાળો બળી ગયેલો ભાગ નીકળે છે.

સાજીખાર રૂમી તથા મુલતાન, સિંધ પંજાબ વગેરે પ્રદેશમાંથી મળી આવે છે. તેમાં રૂમી સાજીખાર ઉત્તમ ગણાય છે. જે સાજીખાર સ્વચ્છ, કાળો અને ચળકતો હોય તે ઉત્તમ ગણાય છે. તેનો સાબુ બનાવવામાં પણ ઉપયોગ થાય છે.

સાજીખાર અને જવખાર દરેક એક તોલો, પંચલવણ પાંચ તોલા, ત્રિકટુ એક તોલો, હિંગ અને તુરંજબીન પા તોલો એ દરેકને દાડમના રસમાં ભેળવીને તેનું બારીક ચૂર્ણ કરી સૂકવી નાખવું. આ ચૂર્ણ જમ્યા પછી પા તોલો લેવાથી પેટમાં જમ્યા પછી ઉત્પન્ન થતી ચૂંક તથા ખાટા ઓડકાર આવતા હોય તે મટી જાય છે.

સાજીખાર, જવખાર, સિંધાલૂણ, સંચળ, સમુદ્રમીઠું, સૂંઠ, મરી, પીપર, હરડે, બહેડાં, આંબળા. ચિત્રક, જીરું, વાવડિંગ, અજમો, શુદ્ધ પારદ, અને શુદ્ધ ગંધક એ બધા સરખે વજને લઈ ને બધાના વજન જેટલા લીમડાનાં બીજ મેળવી જંજીરાના રસમાં ત્રણ દિવસ સારી રીતે ભેળવી ગોળી બનાવીને, આ ગોળીને યોગ્ય સેવન કરતાં અજીર્ણથી થતાં તમામ પ્રકારના રોગો મટે છે.

સાજીખાર અને નવસાર દરેક સાવ તોલો સાથે લીંબુની છાલ એક તોલો નાખી ચૂર્ણ તૈયાર કરવું આ અઢી તોલો સાકર સાથે લેવાથી પિત્તજવર અથવા થયેલો કમળો કે યકૃતની ગાંઠોમાં રાહત મળે છે. સંગ્રહણીમાં સાજીખાર, કચૂરો, સિંધવ, સૂંઠ, મરી, પીપર, ગંઠોડા, જાવખાર, અને બિજોરાનો ગર્ભ સરખા ભાગે લઈ, તેનું ચૂર્ણ અથવા ગોળીઓ બનાવીને સવારે અને સાંજે છાશ સાથે તે ગોળી લેવી. થોડા દિવસમાં જ સંગ્રહણીમાં ફાયદો લાગશે.

સાજીખાર શૂળ, વાત, કફ, કૃમિ, વાયુ તથા પેટના રોગનો નાશ કરવામાં મદદ કરે છે. સાજીખાર નો ઉપયોગ પેટની ચૂંક અને આફરો મટાડવા થાય છે. તેમજ ભૂખ પણ લગાડે છે. સાજીખારને સાત વખત પાણીમાં ઘોળી સ્વચ્છ કરીને તે પાણી પીવાથી જઠરને બળ મળે છે. એનાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે. એ ખાવાની રુચિ ઉત્પન્ન કરે છે. એ ઉલટીમાં પણ ફાયદો કરે છે. એ સોજાને પણ ઉતારે છે. સાજીખાર તથા જવખારને પાણીમાં વાટી તેની લૂગદી પાકતાં ગૂમડાં પર લગાડવાથી તે ગૂમડું તરત ફૂટી જાય છે અને રાહત મળે છે.

સાજીખાર, જવખાર, પંચલવણ, પંચકોલ, અજમોદ અને હિંગ એ દરેક સરખે વજને લઈ તેની બીજોરાના રસમાં ભેળવીને ચણા જેવડી ગોળી બનાવવી. અને સૂકવવી. આની એકથી બે ગોળી લેવાથી પેટના તમામ રોગો દૂર થાય છે તથા પાચનશક્તિને વધારી જઠરાગ્નિ દીપાવે છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

ડાયાબિટીસના દર્દી આ ૬ વસ્તુનું ખાસ કરી લે રોજ સેવન, માત્ર થોડા સમયમાં જીવન માંથી ડાયાબિટીસ થઈ જશે ગાયબ
હેલ્થ

ડાયાબિટીસના દર્દી આ ૬ વસ્તુનું ખાસ કરી લે રોજ સેવન, માત્ર થોડા સમયમાં જીવન માંથી ડાયાબિટીસ થઈ જશે ગાયબ

1 month ago
જાડું લોહી છે બીમારીનું ઘર, માટે આજથી જ શરૂ કરી દ્યો આનું સેવન જીવો ત્યાં સુધી નહીં થાય કોઈ રોગ કે હાર્ટએટેક
હેલ્થ

જાડું લોહી છે બીમારીનું ઘર, માટે આજથી જ શરૂ કરી દ્યો આનું સેવન જીવો ત્યાં સુધી નહીં થાય કોઈ રોગ કે હાર્ટએટેક

1 month ago
ઉનાળામાં ઢગલે મળતી આ એક વસ્તુનું  કરી લ્યો સેવન, આખું વર્ષ દવાખાનાના લાખો રૂપિયા બચી જશે, ગોઠણના દુખાવામાં તો છે ૧૦૦% દવા કરતાં વધુ ગુણકારી
હેલ્થ

ઉનાળામાં ઢગલે મળતી આ એક વસ્તુનું કરી લ્યો સેવન, આખું વર્ષ દવાખાનાના લાખો રૂપિયા બચી જશે, ગોઠણના દુખાવામાં તો છે ૧૦૦% દવા કરતાં વધુ ગુણકારી

1 month ago
ઘરમાં આ દિશામાં ના રાખો ઘડિયાર, વાસ્તુ શાસ્ત્ર મુજબ વિરુદ્ધ દિશામાં ઘડિયાર લગાવવાથી મળે છે ઘાતક પરિણામ, એકવાર જરૂર જાણવા જેવી માહિતી
ધાર્મિક

ઘરમાં આ દિશામાં ના રાખો ઘડિયાર, વાસ્તુ શાસ્ત્ર મુજબ વિરુદ્ધ દિશામાં ઘડિયાર લગાવવાથી મળે છે ઘાતક પરિણામ, એકવાર જરૂર જાણવા જેવી માહિતી

1 month ago
જે ઘરમાં હોય છે આ 5 વાસ્તુ દોષ,તે ઘરના લોકો પડી જાય છે વારંવાર બીમાર, જાણી લ્યો તેનાથી છૂટકારાની આ રીત
જાણવા જેવું

જે ઘરમાં હોય છે આ 5 વાસ્તુ દોષ,તે ઘરના લોકો પડી જાય છે વારંવાર બીમાર, જાણી લ્યો તેનાથી છૂટકારાની આ રીત

1 month ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

ડાયાબિટીસના દર્દી આ ૬ વસ્તુનું ખાસ કરી લે રોજ સેવન, માત્ર થોડા સમયમાં જીવન માંથી ડાયાબિટીસ થઈ જશે ગાયબ

ડાયાબિટીસના દર્દી આ ૬ વસ્તુનું ખાસ કરી લે રોજ સેવન, માત્ર થોડા સમયમાં જીવન માંથી ડાયાબિટીસ થઈ જશે ગાયબ

April 7, 2022
જાડું લોહી છે બીમારીનું ઘર, માટે આજથી જ શરૂ કરી દ્યો આનું સેવન જીવો ત્યાં સુધી નહીં થાય કોઈ રોગ કે હાર્ટએટેક

જાડું લોહી છે બીમારીનું ઘર, માટે આજથી જ શરૂ કરી દ્યો આનું સેવન જીવો ત્યાં સુધી નહીં થાય કોઈ રોગ કે હાર્ટએટેક

April 7, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In