ધરતી પર ઘણી વખત જીવોનો મોટા સ્તર પર વિનાશ થયો છે,એમાંથી સૌથી મોટી ઘટના છે પૃથ્વી પરથી ડાયનાસોરનું વિલુપ્ત થવું જીવ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી પૃથ્વી પર 5 વખત Mass Extinction થઈ ચૂક્યું છે,આ વિનાશકારી ઘટનાઓના કારણે પૃથ્વી પર મળી આવતા લગભગ 75 ટકા જીવ નષ્ટ થઈ ગયા છે.Palaeontologists એ અલગ અલગ જગ્યાઓ પર મળેલ ઝીવશમો પર રિસર્ચ કરીને એ શોધ્યું છે કે આ વિનાશકારી ઘટનાઓનું એક જ મોટું કારણ છે અને એ છે ઝડપથી થઈ રહેલુ જળવાયું પરિવર્તન.
તેમનું કહેવું છે કે અમે અત્યારે Mass Extinctionવાળા યુગમાં જીવી રહ્યા છે,આવો જાણીએ અત્યાર સુધીની સૌથી મોટી વિનાશકારી ઘટનાઓ વિશે જે અત્યાર સુધી પૃથ્વી પર થઇ ચૂકી છે.

1.End Ordovician. 444 મિલિયન વર્ષ પહેલાં થયેલી આ વિનાશકારી ઘટનામાં ધરતી પર હાજર 86% પ્રજાતિઓ નષ્ટ થઈ ગઈ હતી,તેને Graptolites કહેવાય છે,જેમાંથી મોટાભાગના સમુદ્ર જીવ હતા,તેમનો નષ્ટ
ધરતી પર આવેલ પહેલા હિમયુગ દ્વારા થયો હતો.

2. Late Devonian.આ ઘટના ધરતી પર 375 મિલિયન વર્ષો પહેલા થઈ હતી,તેમાં 75 ટકા પ્રજાતિઓ નષ્ટ થઈ ગઈ હતી,ત્યારે જે જીવો ધરતી પર રહેતા હતા,તેમને Trilobites કહેવામાં આવે છે.તે પેહલી વિનાશકારી ઘટના પછી સમુદ્રમાં ઉગેલી કાઈને કારણે તે વિલુપ્ત થતા ગયા,કારણ કે તેના કારણે સમુદ્રમાં ઓક્સિજન ખતમ થવા લાગ્યું હતું.

3. End Permian.251 મિલિયન વર્ષ પહેલા થઈ હતી એ વિનાશકારી ઘટના તેમાં 96 ટકા જીવો નષ્ટ થઇ ગયા હતા,તેને the great dying પણ કહેવાય છે કારણ કે એ દરમ્યાન ધરતી પર હાજર બધી પ્રજાતિઓ નષ્ટ થઈ ગઈ હતી,તેમનો વિનાશ એ દરમ્યાન આવેલ એક પ્રાકૃતિક તુફાનોને કારણે થયો હતો.

4.End Triassic .200મિલિયન પહેલા થઈ આ વિનાશકારી ઘટનામાં 80 ટકા પ્રજાતિઓ નષ્ટ થઈ ગઈ હતી,Palaeontologists એ તેમના દાતોનાં જીવશમ પર રિસર્ચ કરીને જણાવ્યું હતું કે આપણા દાત અને હાડકા તેમના જેવા દેખાય છે,તે કયા કારણે વિલુપ્ત થયા તેનું હજુ સુધી કોઈ કારણ નથી મળ્યું.

5.End Cretaceous.66 વર્ષ પહેલા થયેલી આ ઘટનામાં ધરતીની 76% પ્રજાતિઓ નષ્ટ થઈ હતી તે દરમ્યાન મળેલા જીવોને
Ammonite કહેવાય છે ત્યારે ડાયનાસોર પણ હતા જે ધરતી પર રાજ કરતા હતા,જ્વળામુખી વિસ્ફોટ અને જળવાયું પરિવર્તનને કારણે તે ખતમ થઈ ગયા,અને જે કસર બાકી રહી તેને પુરી Astroeid એ કરી દીધી જેમાં લગભગ તે નષ્ટ જ થઈ ગયા હતા.

શું આપણે પણ વિનાશની તરફ વધી રહ્યા છે.હા! પરિસ્થિતિઓ કંઈક એવી જ બની રહી છે પર્યાવરણનું વધતું તાપમાન ,ગ્લોબલ વોર્મિંગ,ધ્રુવોમાં વધતી સંખ્યામાં ગલેશિયરનું ઓગળવુ એ વાતનો સંકેત આપી રહી છે એ સમયે ધરતીની બરબાદી માટે કુદરત જવાબદાર હતું ,પરંતુ હવે આવનાર સમયમાં ધરતીના વિનાશ માટે મનુષ્ય જવાબદાર હશે.વિનાશકારી પરિવર્તન થયાને લગભગ 66 મિલિયન વર્ષ થયા છે, પરંતુ હવે ભવિષ્યમાં વિનાશની શક્યતાઓ વધી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભવિષ્યની આપત્તિ પહેલાની આપત્તિ કરતા લગભગ 50 ટકા વધુ જોખમી હશે. જે રીતે મનુષ્ય જૈવવિવિધતા માટે જોખમી બની રહ્યો છે તે જોતા, એવું કહેવું ખોટું નહીં હોઈ કે આવનારા દિવસોમાં જૈવવિવિધતાના નષ્ટ થવાનો ખતરો વધુ વધશે. આવતા 100 અથવા 1000 વર્ષોમાં, પૃથ્વી પર કોઈ એવો વિસ્ફોટ થઈ શકે છે, જેના કારણે પૃથ્વીનું ‘ઇકો સિસ્ટમ’ વિનાશ તરફ આગળ વધી શકે છે.આ બધી વિનાશક ઘટનાઓ દર્શાવે છે કે હવામાનનું પરિવર્તન પૃથ્વીના જીવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી, સમય રહેતા પર્યાવરણને બચાવવું પડશે નહીં તો આપણું અસ્તિત્વ નહિ રહે.

Write A Comment