શિયાળાની સીઝન આવતા જ સ્ટ્રોકની શક્યતા 30 ટકા સુધી વધી જાય છે. શિયાળાના મહિનામાં બધા જ પ્રકારના સ્ટ્રોકના કેસમાં વધારો થઈ જાય છે. સ્ટ્રોકના પહેલા 24 કલાકની અંદર સમયસર ઈલાજ શરૂ થઈ જાય તો નુકસાનથી બચવાની શક્યતા 70 ટકા સુધી વધી જાય છે. સમયસર ઈલાજથી સ્ટ્રોકના દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શકે છે. અનેક અભ્યાસ મુજબ શિયાળાના મહિનાઓમાં ઈન્ફેક્શન વધી જાય છે.

આ દિવસોમાં જો કસરત ન કરતા હોવ, હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તો સ્ટ્રોકની શક્યતા વધી જાય છે. શિયાળાના સમયમાં લોહી વધુ ઘટ્ટ થઈ જાય છે. રક્તની પાતળી નળીઓ સાંકડી થઈ જાય છે અને દબાણ વધી જાય છે. આ સ્થિતિ સ્ટ્રોકનો ખતરો ઊભો કરે છે. વળી શિયાળા દરમિયાન હવા ઘણી પ્રદૂષિત રહે છે. આ કારણે લોકોની છાતી અને હૃદયની સ્થિતિ વધુ બગડી જાય છે.

હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોક એક ખતરનાક બીમારી છે. ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે 10માંથી 6 લોકો તેની ચપેટમાં આવી જાય છે. આ કારણે અમુક લોકો સાંભળવાની ક્ષમતા ગુમાવી દે છે. સ્ટ્રોકનો ખતરો કોઈપણ ઉંમરમાં રહે જ છે. ચિંતાજનક વાત એ છે કે હવે 12 ટકા દર્દીઓ તો 40 વર્ષ કરતા ઓછી ઉંમરના હોય છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમને સ્ટ્રોકની શક્યતા વધી જાય છે. ગર્ભનિરોધક દવાઓ લેતી મહિલાઓને પણ સ્ટ્રોકની શક્યતા વધી જાય છે.

સ્ટ્રોકના લક્ષણ કેવી રીતે ઓળખશો.

સ્ટ્રોકનું સૌથી પહેલું લક્ષણ શરીરના કોઈપણ અંગમાં નબળાઈ કે લકવા જેવી સ્થિતિ હોવી એ જ છે. સ્ટ્રોક આવવા પર દર્દી હાથ પગ નથી હલાવી શકતો. બોલવામાં તકલીફ થાય છે, ઓછું સંભળાય છે અને ધૂંધળું દેખાય છે.

સ્ટ્રોક આવે તો શું સાવધાની રાખશો.

સ્ટ્રોક આવે તો તેનો યોગ્ય ઈલાજ કરવો જોઈએ. રોગીને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સીટી સ્કેન, MRI વગેરે કરાવવું જોઈએ. શરૂઆતના કલાકમાં મળેલી યોગ્ય સારવારથી દર્દીનો જીવ બચાવી શકાય છે.

ખૂબ પાણી પીઓ.

શિયાળાની સીઝનમાં લોકો ઓછું પાણી પીએ છે જેને કારણે લોહી ઘટ્ટ થઈ જાય છે. તેને કારણે સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. આવામાં જરૂરી છે કે તમે શિયાળામાં વધુ પાણી પીઓ અને લિક્વિડ પદાર્થોનું વધુ સેવન કરો. સ્ટ્રોકથી બચવા માટે શિયાળામાં દારુ અને ધૂમ્રપાનનું સેવન ઓછું કરવું જોઈએ. શિયાળામાં દરરોજ ગોળ ખાઓ, થશે અઢળક ફાયદા

Write A Comment