એક સર્વેક્ષણ અનુસાર એક વર્ષમાં ભારતમાં 20 લાખથી પણ હાર્ટ એટેકના કેસ નોંધવામાં આવે છે અને એમાંથી 50 ટકા એવા અટેક હોઈ છે જે વ્યક્તિનો જીવ લઈ લે છે. હાર્ટ એટેકથી દર 33 સેકંડમાં મૃત્યુ થાય છે અને તે ખરેખર એક ખતરાની બાબત છે.આપણે ક્યાં જઈએ છીએ? શું આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે આટલા બેદરકાર થઈ ગયા છીએ? આ પાછળનું સૌથી મોટું કારણ શું છે? હા, સ્વાસ્થ્યને અવગણવું અને તમારી જરૂરિયાતોને અનુસરવું એ આજની પેઢીનું કાર્ય બની ગયું છે.

સમયસર ન ઉઠવું,મોડું જમવું, પૌષ્ટિક વસ્તુઓ ન ખાવાથી, આપણા સ્વાસ્થ્ય સાથે બેદરકારી કરીને આપણે આ બધું કરીએ છીએ.પરંતુ શું કારણો આટલા જ છે ખરેખર,આપણી બેદરકારી ની સાથે, કારણો ઘણા છે. આપણે જે ખાઈ રહ્યા છીએ તે ભેળસેળવાળું હોઈ છે, ઓછું પોષક છે અને આપણી આજુબાજુનું પ્રદૂષિત વાતાવરણ આપણને બીમાર પણ બનાવે છે. પરંતુ આ સિવાય બીજું એક કારણ પણ બહાર આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય સંશોધન મુજબ હાર્ટ એટેકનું એક કારણ આપણું બ્લડ ગ્રુપ પણ છે. હાતમે હાર્ટ એટેકના ઘણા કારણો સાંભળ્યા જ હશે, જેમ કે યોગ્ય આહાર ન લેવો,લોહીમાં ઓક્સિજનનો અભાવ, હાઈ બ્લડ પ્રેશર,ડ્રગનો દુરૂપયોગ,વગેરે,પરંતુ આ કારણો નવા અને ભયાનક લાગે છે.બ્લડ ગ્રૂપ એ,બી અને એબી આ ત્રણ બ્લડ ગ્રુપ એવા છે જેમાં હૃદય રોગનું જોખમ સૌથી વધુ છે.આ સંશોધનમાં, જ્યારે બધા બ્લડ ગ્રૂપને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા અને તે જ સમયે કેટલાક આર્ટ એટેક દર્દીઓ મળી આવ્યા હતા, ત્યારે જાણવા મળ્યું હતું કે મોટાભાગના આર્ટ એટેકના કિસ્સાઓ એવા છે જેનું બ્લડ ગ્રુપ એ, બી અથવા એબી છે.

આ સંશોધનમાં કુલ 7,71,113 કાર્ડિયાક દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો,જેમાં 5,19,743 દર્દીઓ એવા હતા કે જેમના બ્લડ ગ્રુપ ‘એ’ અથવા ‘બી’અથવા ‘એબી’હતા. બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધીની તમામ ઉંમરના લોકો પણ આ સંશોધન સાથે સંકળાયેલા હતા, સ્ત્રીઓ અને પુરુષો બધા હતા.

સંશોધન દરમિયાન સંશોધનકારો કહે છે કે ‘સંશોધન દરમિયાન અમને જાણવા મળ્યું છે કે નોન-ઓ બ્લડ ગ્રુપવાળા લોકોને હ્રદયરોગનું જોખમ ઓછું હોય છે,પરંતુ આનો અર્થ એ નથી કે તે તેનાથી બચી રહ્યા છે. આજની નબળી જીવનશૈલીને લીધે, દરેક વ્યક્તિ આર્ટ એટેક અથવા હૃદય સંબંધિત કોઈ બીમારીનો શિકાર છે. આથી સૌએ સાવધાની રાખવી જોઈએ.

Write A Comment