આ મશહૂર અભિનેત્રીઓ ઘણાં સમયથી ટીવી પર નજર નથી આવી. દર્શક આજે પણ તેમના પાછા આવવવાની રાહ જોઈ રહ્યા છે. આ દિવસોમાં ટીવી દુનિયામાં નવા સ્ટાર્સની સંખ્યા વધી રહી છે. પડદા પર દિવસે ને દિવસે તમને નવા ચેહરા જોવા મળે છે. કેટલાક બાળ કલાકારો પણ મોટા થઈને છે અને તેઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં, જૂના કલાકારોના કામમાં ફરક પડ્યો છે. હવે નિર્માતાઓ નવા ચેહરાઓને શૉ માં કાસ્ટ કરવા માંગે છે.
હવે પ્રેક્ષકો પણ નવા સ્ટાર્સને ઝડપથી સ્વીકારે છે. પરંતુ તે કહેવાય છે ને કે ‘ઓલ્ડ ઇઝ ઓલવેઝ ગોલ્ડ’. ભલે આજે આ સિતારાઓ પાસે કામની અછત હોઈ પણ તેઓએ એવા કામ કર્યા છે કે લોકો આજે પણ તેમને ઓળખે છે. આજે આ પોસ્ટમાં, અમે તમને ટીવી ઇન્ડસ્ટ્રીઝની આવી 5 અભિનેત્રીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેઓ એક સમયે સિરિયલોનું ગૌરવ હતું, પરંતુ આ અભિનેત્રીઓ છેલ્લા ઘણા સમયથી નાના પડદે જોવા મળી નથી. આ અભિનેત્રીઓએ નાના પડદાથી કાયમ માટે અંતર બનાવી લીધું છે. કઈ છે એ અભિનેત્રીઓ ચાલો જાણીએ.
રાગિની ખન્ના.
રાગિની ખન્નાએ તેના અભિનય કરિયરની શરૂઆત વર્ષ 2008માં કરી હતી.સૌથી પહેલા તેમને “રાધા કી બેટીયા કુછ કર દિખાયેગી”માં કામ કર્યું હતું ત્યારબાદ તેમને સ્ટાર પલ્સના શૉ ” સુસરાલ ગેંદા ફૂલ” માં કામ કરવાનો મોકો મળ્યો.આ સિરિયલ એ તેમને ઘર ઘરમાં મશહુર કરી દીધાં.રાગીની” બાત હમારી પક્કી’, સપના બાબુલ કા વિદાઈ”, “એક હજારોમે મેરી બહના” જેવા ઘણી સિરિયલોમાં કામ કરી ચુકી છે પરંતુ ઘણા સમયથી તે ટીવી ઇન્ડસ્ટ્રીઝથી દુર છે.
શ્વેતા તિવારી.
શ્વેતા તિવારી સ્ટાર પ્લસના સીરિયલ ‘કસૌટી જિંદગી કી’ થી પ્રખ્યાત થઈ હતી. આજે તે ટીવી ઇન્ડસ્ટ્રીઝની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તેણે પહેલા પતિ રાજા ચૌધરી સાથે છૂટાછેડા લીધા બાદ 2013 માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે, શ્વેતા તિવારીને બે બાળકો છે. મોટી પુત્રીનું નામ પલક છે, જે રાજા ચૌધરીની પુત્રી છે. તે જ સમયે, તેને અભિનવથી એક પુત્ર છે, જેનું નામ રેયાંશ છે. રેયાંશને જન્મ આપ્યા બાદ શ્વેતાએ ટીવી ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. અને તે લાંબા સમયથી ટીવી પર જોવા મળી નથી.
રાજશ્રી ઠાકુર
જીટીવીના સીરિયલ ‘સાત ફેરે’માં સલોનીની ભૂમિકા ભજવીને રાજશ્રી ઘર ઘરમાં પ્રખ્યાત થઈ હતી. તે છેલ્લે મહારાણા પ્રતાપ સિરિયલમાં જોવા મળી હતી. આજકાલ સોસિયલ મીડિયાનો જમાનો છે. ટીવી અને ફિલ્મ જગત સાથે સંકળાયેલા મોટાભાગના ફિલ્મ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર છે પરંતુ રાજશ્રી ઠાકુર સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી.હાલમાં, રાજશ્રી તેની પરિણીત જીવનનો આનંદ માણી રહી છે. વર્ષ 2017 માં, તેણે એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે.
મૃણાલ કુલકર્ણી.
18 વર્ષ પહેલા મૃણાલ કુલકર્ણીએ સ્ટાર પ્લસના શૉ ‘સોન પરી’ માં કામ કર્યું હતું.આ શૉ બાળકોમાં ખૂબ હીટ રહ્યો હતો. માત્ર 16 વર્ષની ઉંમરમાં મૃણાલે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે તેમની ઉંમર 50 વર્ષની થઈ ગઈ છે અને ઘણા સમયથી આપણને તે નાના પડદા પર જોવ નથી મળી. આ ઉંમર પણ મૃણાલ પહેલાની જેમ જ સુંદર લાગે છે. તેના ચાહકો હજી પણ તેના પડદા પર પુનરાગમનની રાહ જોઈ રહ્યા છે.