સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ચાલવું. એમા કોઈ શક નથી કે કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. પરંતુ હવે એક નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે શારીરિક પ્રવૃત્તિ કરીને માત્ર એક જ નહીં પરંતુ 7 પ્રકારના કેન્સરથી બચી શકાય છે અને માને છે કે કેન્સરથી બચવા માટે વધુ મહેનત કરવી જરૂરી નથી, માત્ર દરરોજ 20 મિનિટ ચાલો.

7.5 લાખ વ્યક્તિઓ પર કરી સ્ટડી.

જર્નલ ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીમાં પ્રકાશિત આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ 9 અપેક્ષિત જૂથોના ડેટા એકત્રિત કર્યા હતા જેમાં લગભગ 7.5 લાખ એડલ્ટ લોકોનો સમાવેશ થાય છે. આ સ્ટડીમાં સંશોધનકારોએ શારીરિક પ્રવૃત્તિ અને 15 પ્રકારના કેન્સર થવાની સંભાવના વચ્ચેના સંબંધો શોધવાનો પ્રયાસ કર્યો.

20 મિનિટ ઝડપી ચાલવું જરૂરી છે.

અનુસંશોધનકારોના મતે દર અઠવાડિયે 2.5 થી 5 કલાકની હળવી એક્ટિવિટી અને 1.25 કલાકથી 2.5 કલાકની સખત શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ, અને એનાથી એક બે નહીં 7 પ્રકારના કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે. સરળ શબ્દોમાં સમજો જો તમે દરરોજ ફક્ત 20 મિનિટ માટે ઝડપી ચાલો છો, તો તે તમને કેન્સરના જોખમથી પણ બચાવી શકે છે.

7 રીતના કેન્સરનું જોખમ ઘટાડશે.

તમે દરરોજ 20 મિનિટ ચાલવા અથવા થોડું સાયકલ ચલાવીને લીવરના કેન્સરના જોખમને 18 ટકા, સ્તન કેન્સરનું જોખમ 6 ટકા અને કિડનીના કેન્સરનું જોખમ 11 ટકા ઘટાડી શકો છો. આ સિવાય મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરનું જોખમ 18 ટકા, લિમ્ફોમાનું જોખમ 18 ટકા, કોલોન કેન્સરનું જોખમ 14 ટકા અને બ્લડ કેન્સરનું જોખમ 19 ટકા ઓછું થઈ જાય છે.

કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે.

સ્ટડીના પરિણામો બતાવે છે કે વ્યાયામ કરવાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે, કારણ કે વ્યાયામથી વજન ઓછું થાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે સક્રિય હોય અને વજન ઓછું ન કરે, તો પણ તેને કેન્સરથી રક્ષણ મળે છે.

Write A Comment