ઘણી વાર રાતના સમયના આપણે ડિપ્રેસન અનુભવીએ છીએ. ખાસ કરીને શિયાળામાં આપે તાપની જરૂર હોય છે. તાપથી વિટામિન D મળે છે જે એન્ટી ડિપ્રેસનનું કામ કરે છે ડિપ્રેશન કોઇ સામાન્ય સમસ્યા નથી. આ એક ખતરનાક બીમારી છે.

નાની નાની વાતો પર ખુબ વધારે વિચારવું. પોઝિટિવ વિચાર ધારા ન રાખવી, મૂડ સ્વિંગ થવા પર લડાઇ કરવી. એવું જરાં પણ નથી કે ડિપ્રેશનની સમસ્યા ફક્ત ડોક્ટર્સની મદદથી ઠીક થઇ શકે છે તેમ નથી. આપ તેનો ઇલાજ જાતે પણ કરી શકો છો. આ માટે આપે આ ખાસ ખોરાકને તમારા રૂટિન લાઇફમાં શામેલ કરી શકો છો.

સારુ ખાવાનું આપણી શરીર અને મગજ માટે સારું રાખે છે. ડિપ્રેશનને દૂર કરવા માટે કોઇપણ એવો ખોરાક નથી કે, તેનાંથી તમે ઠિક થઇ શકો. હેલ્ધી ડાયટ જ તેનો શ્રેષ્ઠ ઉપાય છે. ડિપ્રેશનથી બચવા માટે ડાયટમાં ફ્રુટ્સ અને કાજુ બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સને શામેલ કરો.

મૂડ સારો કરવા માટે યોગ્ય ખોરાકની પસંદગી કરો. ડિપ્રેશનમાં ઓમેગા 3 ફેડટી એસિડ અને વિટામિન B12 યુક્ત ખાદ્ય પદાર્થ ખોરાક પસંદ કરો. જેમાં આપ ફિશ અને ટૂના ખાઇ શકો છો. લો ફેટ કાર્બોહાઇડ્રેટ્સ જ ડાયટમાં લો. તે તમારા મગજમાં ઉદભવત કેમિકલ સેરોટેનિનને વધારે છે જેનાંથી આપ સારુ વિચારી શકો છો. ડાયટમાં શાકભાજી-ફળ અને ફાયબર યુક્ત ખોરાકનો વધુમાં વધુ ઉપયોગ કરો.

ઘણી વખત એવું બને છે કે કોઇ અન્ય વ્યક્તિ આપણા પર પર્સનલ કમેન્ટ કરે છે. જેને કારણે આપણો મૂડ ખરાબ થયો છે. મૂડ અને હેલ્થને ખુશનુમા બનાવવા માટે સારુ વિચારો. જેટલા પોઝિટિવ રહેશો એટલુ જલદી ડિપ્રેશનથી લડી શકશો. ઓફિસમાં કામ કરતાં સમયે આપને જો કોફી કે ચા પીવાની આદત છે તો આ આદત બદલજો. ડિપ્રેશનની સાથે ઘણી વખત આપણને ઘભરામણ થાય છે. કૈફીનનું વધુ પડતું સેવન તમને અંદર ઘભરામણ અને ચિડિયાપણું વધારે છે.

એવું કહેવામાં આવે છે કે કસરત કરવાથી તમે રિલેક્સ લાગશે. મગજ શાંત રહેશે અને તમે સ્વસ્થ પણ રહેશો. કસરત અમારા માટે એક પ્રકારનું એન્ટી ડિપ્રેસેન્ટ પિલ છે. અઠવાડિયામાં બેથી ત્રણ વખત કસરત કરતાં રહો તો તમારો મૂડ અનો બોડી બંને સારુ રહેશે. કસરત કરવામાં પાછા ન પડો. જો ટિપિકલ કસરત ન ગમતી હોય તો ટેનિસ રમો, સાયકલ ચલાવો, સ્વિમિંગ કરો. આવી રીતે તમારા મનને હેલ્ધી રાખો.

એકલા પણાથી પણ ઘણી વખત ડિપ્રેશન આવે છે. તેથી આવા સમયે એકલા રહેવાનું ટાળો. અને મનગમતા લોકો સાથે સમય ગાળો. ઘણી વખત અંધારામાં આપણે ડિપ્રેસ્ડ અનુભવો છો. ખાસ કરીને શિયાળામાં આપે તડકાની જરૂર હોય છે. તડકાથી વિટામિન D મળે છે જે એન્ટી ડિપ્રેસનનું કામ કરે છે.

Write A Comment