હાલમાં સમગ્ર વિશ્વમાં ફક્ત એક ભય છે તે છે કોરોના.કોરોના એક એવો વાઇરસ જે તમામ સંપર્કમાં ફેલાઈ શકે છે આ વાઇરસ થી બચવા સરકારે ખૂબ ઝડપથી લોકડાઉનનો નિર્ણય લીધો હતો પરંતુ તેમ છતાં કોરોના સંક્રમિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાઇરસ માટે માસ્ક અને સેંનીટાઇઝર ખૂબ જરૂરી છે ક્યાંક બહાર ગયા હોય તો ઘરમાં પ્રવેશ કરતા પહેલા પોતાના હાથ ને સેંનીટાઇઝર થી ધોવો જેથી તમારા હાથ ક્યાંક અડયા હોય તો હેન્ડવોશ કરવું જરૂરી છે.

કોરોનાને ટાળવા અને લડવા માટે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે પણ સાવધ રહો, સાવચેત રહો. આ માટે, તે મહત્વપૂર્ણ છે કે તમારી પાસે આ રોગ વિશે યોગ્ય માહિતી છે. સૌ પ્રથમ, સમજો કે કોરોનાનો અર્થ મૃત્યુ નથી.આ ચેપથી પીડિત લોકો મોટી સંખ્યામાં સ્વસ્થ થયા છે.તેનાથી ચેપ લાગતા લોકોમાંથી ફક્ત 1-2.5 ટકા લોકો મરી ગયા છે, તે આટલું ગંભીર માનવામાં આવે છે. શું તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને ચેપગ્રસ્ત વ્યક્તિ ઘણા લોકોમાં ચેપ ફેલાવી શકે છે, જે ઝડપ સાથે તે ફેલાય છે તે આપણા દેશમાં ઉપલબ્ધ નથી. જ્યારે કે તે સાચું છે કે હજી સુધી કોઈ દવા અથવા રસી બનાવવામાં આવી નથી.

તેના હળવા લક્ષણોની યોગ્ય દવાઓ દ્વારા સુધારણા કરી શકાય છે. ડાયાબિટીઝવાળા લોકો, હ્રદયરોગનું જોખમ વધારે છે લોકોમાં મૂંઝવણ જોવા મળે છે જ્યારે પરીક્ષણ ક્યારે અને કયા સંજોગોમાં થવું જોઈએ. તમારે જાણવું જોઈએ કે નિષ્ણાતો કહે છે કે જો તમને સામાન્ય ફ્લૂના લક્ષણો છે તો સાવચેતી તરીકે.હવે મોટાભાગના ઘરમાં હાથ ધોવાના બદલે હેન્ડ વૉશ યુઝ કરવાનું ચલણ વધી ગયું છે. સામાન્ય રીતે આપણે બહારથી જે હેન્ડવૉશ ખરીદીએ છીએ તે ખાસ્સા મોંઘા હોય છે.

તેના રીફીલ પેક પણ સાબુ કરતા તો મોંઘા જ મળે છે. પરંતુ શું હેન્ડ વૉશ પાછળ આટલો ખર્ચ કરવાની જરૂર છે ખરી? આજે અમે તમને ઘરે હેન્ડવૉશ બનાવવાની એક ટ્રિક જણાવીશું જેમાં નજીવા ખર્ચે તમે લગભગ 2 બોટલ જેટલું હેન્ડ વૉશ બનાવી શકશો.તેમાં વળી ખાસ મહેનત કરવાની કે બહારથી વધારે સામગ્રી લાવવાની જરૂર પણ નથી.1 સાબુ લો. જો તમે એન્ટિસેપ્ટિક હેન્ડ વૉશ બનાવવા માંગતા હોવ તો એન્ટિસેપ્ટિક સાબુ પસંદ કરો. નહિં તો સાદો કોઈપણ સારી સુંગંધ ધરાવતો સાબુ લો.

હવે આ સાબુને છીણીની મદદથી એકદમ ઝીણો છીણી નાંખો.હવે 1 કપ પાણી લઈને તેમાં સાબુનુ છીણ નાંખીને બરાબર હલાવો. આ મિશ્રણમાં 1-2 ચમચી ગ્લિસરિન ઉમેરો. ગ્લિસરિન કોઈપણ મેડિકલ સ્ટોરમાં 25-30 રૂપિયામાં મળી જશે. તમારે ફક્ત 2 ચમચી જ ગ્લિસરિન ઉમેરવાનું છે. ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલું કોઈપણ સુગંધી તેલ કે એસેન્શિયલ ઓઈલ ઉમેરો.

આ મિશ્રણને બરાબર હલાવો. જરૂર જણાય તો થોડુ વધારે પાણી ઉમેરી દો. તમે ઈચ્છો તો આ સમયે તેમાં ડેટોલ કે સેવલોન જેવા એન્ટિસેપ્ટિક લિક્વિડના 1 કે 2 ઢાંકણા ઉમેરી શકો છો.આ મિશ્રણને એક ગળણીની મદદથી તપેલીમાં ગાળી લો. આમ કરવાથી લિક્વિડ તમારી બોટલમાં ક્યાંય અટકશે નહિ અને એકદમ સ્મૂધલી બહાર આવશે.

ગળણીમાં વધુ સાબુ રહી જતો લાગે તો તેમાં થોડુ પાણી ઉમેરી એકદમ સરસ ગાળી લો.આ લિક્વિડને લિક્વિડ સોપની બોટલમાં ભરી લો. તમે જોઈ શકશો કે 1 સાબુ, 2 ચમચી ગ્લિસરિન, 1 ચમચી તેલ કે એસેન્શિયલ ઓઈલમાંથી લગભગ 2 બોટલ જેટલું સુગંધી અને ઈફેક્ટિવ લિક્વિડ સોપ તૈયાર થઈ જશે.

Write A Comment