આપણે આપણા બાળકોના માથે જે પ્રકારને જવાબદારીનો ટોપલો મૂકી દઈએ છીએ, એવું અમેરિકાના લોકો નથી કરતા. ત્યાં વૃદ્ધ લોકો ઘણા આત્મનિર્ભર છે. તેઓ બાળકોથી અલગ રહેવાનો નિર્ણય જાતે જ કરે છે. બાળકો પણ મોટા થયાં પછી મોટાભાગે અલગ રહેવા લાગે છે.

જોકે, તે વારાફરથી પોતાના માતા-પિતાને સપોર્ટ આપવા માટે આવતા પણ રહે છે. ભારતમાં સંયુક્ત પરિવારની સંસ્કૃતિના પણ પોતાના ફાયદા હતા. વૃદ્ધોની દેખરેખની કોઈ સમસ્યા ન હતી. જોકે, આ ઘણા સમય પહેલાની વાત છે.

ભારતીય પરિવારોમાં હવે વૃદ્ધ માતા-પિતાની દેખરેખ રાખવામાં સમસ્યાઓ આવવા લાગી છે. સાસુ-સસરા સાથે ન રહેવા માંગતી મહિલાની ટીકા થાય છે અને કામકાજ માટે બીજા શહેરોમાં રહેતા બાળકોને પોતાની જવાબદારીથી ભાગતા હોવાના રૂપમાં જોવામાં આવે છે. તેમાં કેટલાક અપવાદ પણ છે, પરંતુ વૃદ્ધોની દેખરેખમાં જે સમસ્યા છે, તેનો સંતોષકારક ઉકેલ કાઢવામાં આપણે ધ્યાન નથી આપતા. આવો, જાણીએ વૃદ્ધાવસ્થામાં આત્મનિર્ભર રહેવાની હોઈ શકે છે કઈ 6 રીતો…

બાળકોથી અલગ, પરંતુ નજીક રહેવું

આપણે આપણા બાળકો પર બોજ નહીં બનીએ અને તેમની સાથે નહીં રહીએ. સુરક્ષિત અને આરામદાયક સ્થળ તૈયાર કરવું મહત્વપૂર્ણ છે. કેટલાકે રિટાયરમેન્ટ વિલામાં ફ્લેટ ખરીદ્યા છે. કેટલાકે એક જ બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં પોતાના મિત્રો સાથે ફ્લેટ બુક કરાવ્યા છે. કેટલાકે એવી જગ્યાની નજીક મકાન લઈ લીધા છે, જ્યાં તેમના બાળકો રહે છે.

દુનિયાના બીજા છેડેથી આવવું દર વખતે હોય છે મુશ્કેલ

બાળકો એ રીતે દેખરેખ કરવાનું પસંદ કરે છે, જેનાથી તેમની પોતાની જિંદગી પર વધુ અસર ન પડે. એ આશા કંઈક વધારે જ છે કે બીમાર પડવા પર દેખરેખ માટે દીકરો કે દીકરી દુનિયાના બીજા છેડેથી દર વખતે તમારી પાસે આવે. બાળકોએ એવું ન કરી શકવા પર અપરાધ બોધથી બચવું જોઈએ. જો તે પોતાની મરજીથી રૂપિયાની મદદ કરવા ઈચ્છે તો કરવા દો અને તેમાં તમારા અભિમાનને અડચણ ન બનવા દો.

શરીરને સ્વસ્થ રાખવું આપણી પોતાની જવાબદારી

મેડિકલ ફેસિલિટી અને હેલ્થકેરની જરૂરતો પર નિર્ભરતા ઓછામાં ઓછી રાખો. પોતાના શરીરને સ્વસ્થ રાખવાની જવાબદારીને હળવાશમાં ન લઈ શકાય. જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓને દૂર રાખવાનો શક્ય તમામ પ્રયાસ કરવો જોઈએ.

આપણે એવા ‘મોડર્ન’ હેલ્થકેર પર ખર્ચ નહીં કરીએ, જે આપણને હોસ્પિટલમાં ભરતી કરી અપમાનજનક લાઈફ સપોર્ટ ઈક્વિપમેન્ટ પર મૂકી દે. દર્દ અને તકલીફનો સામનો કરવામાં આપણે મદદ લઈશું, પરંતુ કારણવિના ઈન્ટેસિવ કેરથી બચીશું.

સોશયલ લાઈફને આપો સમય

જ્યાં સુધી જીવો, સાર્થક ઉદ્દેશ્ય સાથે જીવીશું. આપણે ભણાવીશું, લખીશું, કામ કરીશું, સામુદાયિક ગતિવિધીઓમાં ભાગ લઈશું અને એ યુવાનો સાથે સંવાદ કરીશું, જેમને આવી સેવાઓની જરૂર હોય. સોશયલ મીડિયાને બદલે વાસ્તવિક જીવનમાં સક્રિયતાથી આપણે ઊર્જા મેળવીશું, જેની આ ઉંમરમાં જરૂર હોય છે. જો કમાણી કરવાની મજબૂરી ન હોય તો આમાની મોટાભાગની ગતિવિધીઓ આનંદદાયક બનશે.

કમાણીમાં પોતાના માટે બચત કરો

આપણે આપણી એસેટ્સને આપણા જીવનમાં જ ઉપયોગી કામોમાં લગાવી દઈશું. સૌથી પહેલા આપણા માટે રૂપિયા એલોકેટ કરીશું અને પછી વારસદારો માટે. આવી બચત આપણી કમાણીની ક્ષમતા અને ખર્ચ કરવાની આદતનું પરિણામ હોય છે. રિટાયરમેન્ટના સમયે અફસોસનો કોઈ અર્થ નથી. સારા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન અને પોતાની કમાણીના હિસાબે બનાવાયેલી જીવનશૈલીથી આપણે આરામથી આગળ વધીશું.

એકઠું કરવાને બદલે આપવા પર ફોકસ

આપણે એકઠું કરવાને બદલે આપવા પર ફોકસ કરીશું. ઉંમર વધવા પર આપણને અહેસાસ થાય છે કે ઘણી બાબતોની વધુ કિમત નથી. ઉંમરના 70માં અને 80મા પડવાની આસપાસ અહેસાસ ગાઢ થાય છે. સારી સંગત, સારું ખાવા-પીવાનું, સંગીત અને વાતચીતમાં આનંદ શોધ્યા બાદ આપણે જોઈશું કે જીવનમાં સારી બાબતો માટે રૂપિયાની જરૂર નથી હોતી.

Write A Comment