આજે અમે તમને વરિયાળીના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ અને જે તમે ચોક્કસ નહિ જાણતા હોય. વરીયાળીનો ઉપયોગ દરેક ઘરમાં મુખવાસ તરીકે થાય છે.આંખોની દ્રષ્ટિ વરીયાળી ના સેવન કરવાથી વધારી શકાય છે.વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો.તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે.વરીયાળી ખાવાથી મોંમાંથી દુર્ગંધ દૂર થાય છે અને સ્વાદ સુધરે છે.આ સિવાય વરીયાળી શરીરને લાભ પણ કરે છે. ખાધા પછી વરીયાળી નું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચે છે.વરીયાળીને મસાલાનો રાજા કહેવાય છે.ખાંસી થાય તો વરીયાળી ખુબ ફાયદો કરે છે.વરીયાળીનું સેવન શરીરમાંથી નાની મોટી બીમારીઓ દૂર થવાનું કારણ બને છે.વરીયાળી ના 10 ગ્રામ અર્ક ને મધ સાથે ભેળવી લો તેનાથી ખાંસી આવવાનું બંધ થઇ જશે.વરીયાળીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીએ તમને પેટની તકલીફો દૂર કરવી હોય તો વરીયાળીનો પાવડર પીસી લેવો અને રોજ સવારે પાણી સાથે તેનું સેવન કરવું.તેનાથી કબજિયાત, એસિડીટીની સમસ્યા દૂર થાય છે.જો તમને પેટમાં દુઃખાવો રહે છે તો શેકેલી વરીયાળી ચાવવી તેનાથી તમને રાહત થશે.વરીયાળી ની ઠંડાઈ બનાવીને પીવો.જો ભૂખ વધારે લાગતી હોય અને ઓવર ઈટિંગ થતું હોય તો વરીયાળીના પાવડરને દહીંમાં ઉમેરી દિવસમાં ત્રણવાર ખાવું.જો તમને ખાટા ઓડકાર આવી રહ્યા હોય તો થોડી વરીયાળી પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવો.બે ત્રણ વખત ઉપયોગ કરવાથી રાહત મળી જશે.તમને આ જાણીને નવાઈ લાગી હશે પણ ખરેખર વરિયાળી ખાવાથી આ ફાયદા થાય છે.અપચાની તકલીફ રહેતી હોય તો વરીયાળીને પાણીમાં ઉકાળી ગાળી લો.આ પાણીને હુંફાળુ હોય ત્યારે પી લેવું.ઉનાળામાં વરીયાળીને પીસી તેનો લેપ બનાવી માથા પર લગાવવાથી શરીરની ગરમી દૂર થાય છે.રોજ સવાર સાંજ ખાલી પેટ વરીયાળી ખાવાથી લોહી ચોખ્ખું બને છે અને ત્વચા માટે ખુબ ફાયદાકારક છે ત્વચામાં ચમક આવે છે.

ઉલટી, ઉબકાની તકલીફ રહેતી હોય તેમના માટે પણ વરીયાળી ઉત્તમ દવા છે.તેના માટે વરીયાળીના પાનનો રસ પાણીમાં ઉમેરી દર્દીને આપવો.વરીયાળી પેટના સોજાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.વરીયાળી ના બીજ ખાસ કરીને જઠરશોથ લક્ષણના ઉપચાર માટે કરવામાં આવે છે.આ ઉપરાંત રોજની રસોઈમાં પણ તમે વરીયાળીનો ઉપયોગ કરી શકો છો.વારંવાર થતી શરદીની તકલીફ દૂર કરવી હોય તો વરીયાળી અને લવિંગનો ઉકાળો બનાવી પીવો.વરીયાળી ચયાપચન ક્રિયા વધારવામાં ઉપયોગી છે.જેને ધૂમ્રપાનની આદત હોય તેમણે પણ વરીયાળીનું સેવન કરવું જોઈએ.વરીયાળીનું વમનરોધી હોવાને કારણે ઉબકા અને ઉલટી ની સારવાર માં મદદ કરે છે.તે ગૈસ્ટ્રીક સ્ત્રાવ ને વ્યવસ્થિત કરીને અલ્મીય સ્વાદ અને મોઢાના ખાટા સ્વાદને દુર કરવામાં મદદ કરે છે.વરીયાળીમાં ઘી ઉમેરી પીવાથી ધૂમ્રપાનની તલબ દૂર થાય છે.વરીયાળી અને સાકરને સમાન માત્રામાં ઉમેરી તેનું ચૂર્ણ બનાવો અને રોજ આ ચૂર્ણનું સેવન સવારે અને રાત્રે કરવું.તે ગૈસ્ટ્રીક એસીડ નો સ્ત્રા વ્યવસ્થિત કરે છે અને ષ્લેશ્મિક કલાના શોથ માં કામ કરે છે.આ ચૂર્ણથી યાદશક્તિ વધે છે.

Write A Comment