બેડરૂમમાં સેક્સ દરમિયાન થાય છે આવી તકલીફો, જાણો તમે પણ

0

સેક્સ એક નેચરલ ક્રિયા છે સેક્સનું સર્જન કરનારે સેક્સ પણ સર્જન કરવાં માટે જ કર્યું છે પરંતુ હવે સેક્સને હવે લોકો મોજશોખ માટે કરવા લાગ્યા છે ત્યારે આજે વાત કરીશું સેક્સ દરમિયાન પડનારી તકલીફો વિશે તો જાણો રોચક માહીતી

લગ્ન એ સારી સેક્સ લાઇફની ગેરન્ટી નથી

અનેક લોકોને લાગે છે કે સેક્સ માત્ર રોમાન્સ અને મજા લેવા માટે જ કરવામાં આવે છે પરંતુ હકીકત તો એ છે કે સેક્સમાં કોઇ રિલેશનન બરબાદ કરવાની તાકાત હોય છે. લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, લગ્ન એ એક સારી સેક્સ લાઇફની ગેરન્ટી નથી. આ જ સેક્સ પરિણીત કપલ માટે સંઘર્ષ બની જતું હોય છે. અમે અલગ-અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક પરિણીત લોકો સાથે વાત કરી અને તેમના અનુભવ જાણ્યા હતાં.

સેક્સને હથિયારની જેમ વાપરવામાં આવે છે

‘મારા લગ્નને 3 વર્ષ થયા છે પરંતુ એક વસ્તુ જે મને સેક્સ લાઇફ વિશે પરેશાન કરે છે એ કે મારી પત્ની મને સજા આપવા માટે સેક્સને હથિયારની જેમ વાપરે છે. જેમ કે, જો એ મારી કોઇ વાતને લઇને નારાજ હોય ઉદાહરણ તરીકે હું તેણે જણાવેલી કોઇ વસ્તુ ના લઇ આવું અથવા પ્લમ્બરને ફોન કરવાનું ભૂલી ગયો હોઉં તો તે મને સજા આપવા થોડા દિવસ સુધી સેક્સ માણવાની ના પાડે છે. મને ખબર નહીં કે મારી પત્નીને આ આદત ક્યારથી થઇ છે પરંતુ હવે તેની આ આદતના કારણે અમારી વચ્ચે ઝઘડા થાય છે.’

બેજવાબદારભર્યું વર્તન કરે છે.

‘મારા પતિ સેક્સ દરમિયાન કોન્ડમ વાપરવાની જગ્યાએ લાસ્ટ મોમેન્ટ પુલિંગ આઉટને સેફ પ્રેક્ટિસ માને છે. તેમનું કહેવું છે કે
કોન્ડમ વાપર્યા પછી પ્રત્યક્ષ સ્કિન કોન્ટેક્ટ નથી થતો આથી આનંદ નથી આવતો. આ સાથે જ તેઓ મને ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાથી પણ રોકે છે. જેથી ગત 4 મહિનાથી અમારી વચ્ચે ઝઘડા થઇ રહ્યાં છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે લગ્ન પછી તેમને પ્રોટેક્શન શું છે તે વિશે જણાવવું પડશે.’

અમારી વચ્ચે પોર્ન એ એક સમસ્યા છે

અમારા લગ્નના પહેલા દિવસથી જ અમારી વચ્ચે આ મુદ્દો ચાલ્યો આવે છે. મારા પતિને પોર્ન જોવું પસંદ છે અને મને લાગતું હતું કે તેમને એડિક્શન છે. અમે જ્યારે સેક્સ માણતાં હોઇએ છીએ ત્યારે પણ તેઓ પોર્ન જુએ છે. અમારી વચ્ચે આ વાતને લઇને ઝઘડા થાય છે અને તેમણે મને જણાવ્યું કે પોર્ન જોયા વગર તેનું મન જ નથી થતું કે તેઓ સેક્સ કરે.’

હંમેશા થાકી જવાનું બહાનું બનાવે છે

‘મારા પતિ ખૂબ જ ડિમાન્ડીંગ છે અને મોટાભાગનો સમય એવો હોય છે જ્યારે તેઓ ઓફિસથી મોડા આવે છે. આથી તેઓ ખૂબ જ થાકેલા હોય છે અને જમીને તરત જ સૂઇ જાય છે. મેં છેલ્લા એક વર્ષથી સેક્સ માણ્યું નથી અને હું આ મુદ્દાને સામાન્ય બનાવીને ઉકેલવાની કોશિશ કરી રહી છું. અમારા સ્ટાન્ડર્ડ ઓફ લીવિંગને લઇને હું મહેનત કરી રહી છું. હું તેમની મદદ કરીને સપોર્ટિવ પત્ની બનવા ઇચ્છું છું. સ્વાર્થી લાઇફ પાર્ટનર નહીં.’

અમારી કામેચ્છાઓ એકસરખી નથી

‘અમારા લગ્નને 8 મહિના થઇ ચૂક્યા છે અને મેં એ વાત પર ધ્યાન આપ્યું કે અમારી કામેચ્છાઓ એકબીજા સાથે મેચ કરતી નથી. મારા પતિ દિવસમાં બે વાર સેક્સ કરવા ઇચ્છે છે પરંતુ હું તેમની કામેચ્છાઓ પહોંચી શકતી નથી. જ્યારે હું 2 દિવસમાં એકવાર સેક્સ કરીને ખુશ રહું છું. મેં મારા પતિને આ વાત નથી કરી કારણકે અમારા નવા જ લગ્ન થયેલા છે. પરંતુ મને લાગે છે કે મારે ટૂંક સમયમાં જ આ વાત કહી દેવી જોઇએ કારણકે હું જલદી સેક્સને એન્જોય કરી શકતી નથી.’

તેમને રફ સેક્સ પસંદ છે, મને નહીં

અમારા અરેન્જ મેરેજ થયા હતાં. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે સેક્સ અમારા માટે સંઘર્ષ બનશે. મારા પતિ અને મારી સેક્સ્યુઅલ પ્રાથમિકતાઓ અલગ અલગ છે. મારા પતિને બોન્ડેજ, રોલ પ્લેઇંગ જેવી રફ વસ્તુઓ પસંદ છે. જ્યારે હું આવી વસ્તુઓ પસંદ કરતી નથી. પતિને રફ સેક્સ પસંદ છે. આથી જ્યારે તેઓ આવો પ્લાન બનાવે છે તો તેને સાથ આપવાના બદલે હું અલગ રૂમમાં જઇને સૂઇ જઉં છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here