સલમાન ખાન 27 ડિસેમ્બરે 54 વર્ષનો થઈ ચૂક્યો છે. એમના જન્મદિવસ વાળા દિવસે તેની બહેન અર્પિતાએ એક પુત્રીને જન્મ આપ્યો છે અને સલમાન ફરીથી મામા બન્યો છે. તેમણે તેમના જન્મદિવસ નિમિત્તે એક સ્ટુડિયોમાં મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તેમના પિતા બનવાની વિશેની ચર્ચા ફરીથી શરૂ થઈ ગઈ છે.

જણાવી દઈએ કે સલમાનની બહેન અર્પિતાએ 27 ડિસેમ્બરે પુત્રીને જન્મ આપ્યો છે. અર્પિતા અને આયુષે તેનું નામ આયત રાખ્યું છે. જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે તેણે તેના જન્મદિવસ પર કેવી રીતે દિવસની શરૂઆત કરી, તો તેણે જવાબ આપ્યો, ‘હું ઊંઘી ને ઉભો થયો અને મારો ફોન જોયો તો મને આયાતની તસ્વીર જોવા મળી. અમારા પરિવાર માટે આનાથી વધુ સારી ગિફ્ટ બીજું કશું હોઇ શકે નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મામા બનવા માટે તે કેટલા ખુશ છો ત્યારે તેણે જવાબ આપ્યો, હવે મામાનું, કાકાનું, બસ હવે ખાલી બાપ બનવાનું બાકી છે.

સલમાનની આ વાતથી એક વાર ફરીથી ચર્ચા શરૂ ગઈ છે કે શું તે ખરેખર પિતા બનશે. હકીકતમાં, રાની મુખર્જી બિગ બોસના એક એપિસોડમાં આવી હતી અને સલમાનને કહ્યું કે લગ્ન ના કરો પણ બાળક તો પેદા કરી લે. સલમાન આ વાત પર હા પણ કહ્યું હતું. જણાવી દઈએ કે કરણ જોહર અને તુષાર કપૂર ઈન્ડસ્ટ્રીમાં સરોગસીથી પિતા બની ચૂકયા છે. અર્પિતાની બેટીના નામ વિશે વાત કરતા સલમાન ખાને કહ્યું કે, બે નામ વિચારયા હતા એક સિપારા અને આયાત જેમાંથી અર્પિતાએ આયાત પસંદ કર્યું.

તેણે કહ્યું કે તેના પિતા સલીમ ખાને સલમાનના બાળકો માટે આ બધા નામો વિચાર્યા હતા. તે કહે છે, તેનો વિચાર હતો કે જો મારો પુત્ર કે પુત્રી હોય, તો તેના નામ આ રાખવામાં આવશે, પરંતુ હવે આ નામ બીજાને મળી જશે. ત્યાં ફિલ્મ જગતની વાત કરીએ તો સલમાનખાનની ફિલ્મ દબંગ 3 અત્યારે 20 ડિસેમ્બરે રિલીઝ થઈ ગઈ છે, ફિલ્મ બોક્સ ઓફિસમાં ખૂબ કમાઈ કરી રહી છે.

Write A Comment