આપણે કોઈ મુવીમાં જોયું હશે કે કોઈનું મૃત્યુ થવાનું હોય ત્યારે તે બોવ ખાસ કસું બોલી શકતા નથી, તો આજે વાત કરીશું કે મૃત્યુની થોડીક ક્ષણ પેહલા કેમ મરનાર વ્યક્તિનો અવાજ બંધ થઈ જાય છે.
શ્રીકૃષ્ણે કહ્યું છે.
જીવન અને મૃત્યુ વિશ્વનું સૌથી મોટું સત્ય છે. જેણે આ દુનિયામા જન્મ લીધો છે તેણે એક ને એક દિવસ અહીંથી જવાનું જ છે. અમર કોઈ રહેતું નથી. જો કોઈ અમર હોય તો તે આત્મા છે. આવું શ્રીકૃષ્ણે કહ્યું હતું.
મોતનો ભય કેમ?
જોકે આટલું મોટું સત્ય જાણવા છતાં પણ મનુષ્ય મૃત્યુથી સૌથી વધુ ડરે છે. તમે કોઈને પણ પૂછી લો. તે અંધકાર અને હિંસક જાનવરથી એટલો ડરતો નથી જેટલો ભય તેને તેનાં મોતનો સતાવતો હોય છે. તો પણ મોત તો આવવાનું જ છે, કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ. તે આવતાં પહેલાં કહેતું નથી.
મૃત્યુ પહેલાંની ક્ષણ.
કહેવાય છે કે, મૃત્યુની થોડી ક્ષણો પહેલાં મનુષ્યને યમરાજ દેખાવા લાગે છે. ઘણી વાર લોકો કહે છે કે, તેમના સંબંધી મરતા પહેલાં કહી રહ્યા હતા કે, ‘યમ તેમને લેવા આવી ગયા છે.’ આવી વાતો સાંભળીને નવાઈ લાગે છે, પરંતુ તેની સાથે જ એક બીજી વાત પણ હેરાન કરનારી છે.
શું થાય છે મૃત્યુ પહેલાં?
મૃત્યુના થોડા સમય પહેલાં જ વ્યક્તિનો અવાજ બંધ થઈ જાય છે, તે બોલી શકતી નથી. આવું કેમ! પૌરાણિક તથ્યોના અનુસાર એવી માન્યતા છે કે, જ્યારે મૃત્યુની ઘડી નિકટ આવે છે ત્યારે યમના બે દૂત મૃતકની સામે આવીને ઊભા રહી જાય છે. તેમને જોઈને તે ગભરાઈ જાય છે અને પોતાનું મોં ખોલી શકતો નથી. તે કોશિશ કરે છે, પણ તેના ગળામાંથી અવાજ નીકળી શકતો નથી.
શરીરમાંથી પ્રાણ ખેંચાય છે
યમદૂત યમપાશ ફેંકીને જ્યારે શરીરમાંથી પ્રાણ ખેંચવા લાગે છે, ત્યારે સમગ્ર જીવનમાં વ્યક્તિએ જે પણ કર્મ કર્યા છે તે તમામ ઘટનાઓ વ્યક્તિની આંખો સામે એક પછી એક ઝડપથી પસાર થવા લાગે છે. આ તમામ ઘટનાઓ કર્મ બનીને આત્મા સાથે જોડાઈ જાય છે. આ કર્મોને જોઈને યમરાજ તે મનુષ્ય વિશે ન્યાય કરે છે અને તેને સ્વર્ગનું સુખ કે પછી નર્કની સજા સંભળાવે છે.