આજે એક એવી માહિતી મળી છે જે જાણી ને તમે પણ ચોંકી જશો. જાણવા મળ્યું છે કે સરકાર 1 લાખ કરોડ ની લાલચે દેશ ની નફા કરતી કંપનીઓ પણ વેચ પર તુલી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્યા છે કે સરકારી કંપનીઓ એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનનું વિનિવેશ ટૂંક સમયમાં શરૂ કરશે. એર ઈન્ડિયાની હાલત તો નબળી છે એટલે તેમાં સરકારને કોઈ ખાસ ફાયદો નહીં થાય.
પણ નફામાં ચાલી રહેલી ભારત પેટ્રોલિયનો ભાગ વેચીને સરકારને લગભગ 60 હજાર કરોડ રૂપિયાની મસમોટી રકમ મળી શકે છે. વિત્ત મંત્રીએ શનિવારે કહ્યું કે બંને કંપનીઓનું વિનિવેશ માર્ચ 2020 સુધીમાં પૂરું કરી લેવામાં આવશે. ત્યારે હવે 1 લાખ કરોડ મેળવવા કંપનીઓ વેચાણ કરવાનો સરકાર નો આ નિર્ણય કેવો સાબિત થશે તે સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે.
દેશની આર્થિક સ્થિતિ અને અન્ય બાબતો ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે તેમ સરકાર નું કહેવું છે. સરકારે ચાલું નાણાકિય વર્ષમાં વિનિવેશથી 1.05 લાખ કરોડ રૂપિયા હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યો છે. તો બીપીસીએલની ભાગેદારી વેચવાથી તેના એકલાથી આ લક્ષ્યનો લગભગ 60 ટકા હિસ્સો સરકાર હાંસલ કરી શકશે. એર ઈન્ડિયાની હાલત ખરાબ છે અને તેને કોઈ ખરીદદાર મળી રહ્યા નથી.
તેમાં સરકારની 100 ટકા ભાગેદારી છે. સરકાર કોઈપણ પ્રકારે તેનો ખરીદદાર હાંસલ કરી તેમાં પોતાની ભાગેદારી વેચવા ઈચ્છે છે. જોકે વાત જે હોય એ પરંતુ અહીં સરકાર હવે દેશ ની એક એક કરીને તમામ વસ્તુ ઓ વેચવા પર તુલી છે ત્યારે હવે સરકાર નો આ નિયમ કેટલો સારો સાબિત થશે તે સમય બતાવશે સમય જેમ જેમ વીતતો જશે તેમ તેમ આ નિર્ણય ની સચોટ તા વિશે જાણ થઈ જશે.
સૂત્રો નું કહેવું છે કે અગાવ પણ સરકાર આને વેચવાનો પ્રયાસ કરી ચુકી છે. દેશની હાલની જે સ્થિતિ છે તે ઇતિહાસ માં પણ આવી સ્થિતિ ના હતી. આ ઘણી શરમજનક વાત છે કે આ સ્થિતિ નો સામનો દેશ વશીઓને કરવો પડે છે. સરકારે ગત વર્ષે પણ એર ઈન્ડિયાની ભાગેદારી વેચવાનો પ્રયાસ કર્યો હતો. પણ ખરીદદાર ન મળવાને કારણે આ પ્રોસેસને ટાળવામાં આવી હતી.
એર ઈન્ડિયા પર લગભગ 58 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આ ઉપરાંત શિપિંગ કોર્પ ઓફ ઈન્ડિયા. THDC ઈન્ડિયા લિમિટેડ અને નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રિક પાવર કોર્પ લિમિટેડમાં પણ સરકાર પોતાની ભાગેદારી વેચવાની તૈયારી કરી રહી છે. કંટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં 30 ટકા ભાગેદારી વેચવાની પણ સરકારની યોજના છે. બધી રીતે હવે સરકાર માત્ર ને માત્ર એજ વિચારી રહી છે કે હવે આગળ એવું શું થાય જેથી 1 લાખ કરોડ ઉપજે.