કોનું નસીબ ક્યારે ચમકશે તે કંઈ કહી શકાય નહીં. આવો જ એક મોટો ચમત્કાર અમેરિકાના એક વ્યક્તિ સાથે થયો છે. તેણે 2100 રૂપિયા આપીને એક વસ્તુ ખરીદી અને બાદમાં તેને ખબર પડી કે તેણે જે વસ્તુ માટે 2100 રૂપિયા આપ્યા છે તેની ખરી કિંમત લાખો કરોડો નહીં પણ અબજો રૂપિયામાં છે.
અમેરિકામાં જેની સાથે આ ઘટના બની તે વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તે વ્યક્તિએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. કારણ કે તે અચાનક જ અબજોપતિ બની ગયો છે. એક અમેરિકન વ્યક્તિ હાલમાં જ એક આર્ટવર્ક ખરીદીને ઘરે લાવ્યો હતો અને તેણે તેના માટે 2100 રૂપિયા ચૂકવ્યા હતા. તેની વાસ્તવિક કિંમત જાણીને તેને આશ્ચર્ય થયું. આ આર્ટવર્કની કિંમત 368 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
જેની સાથે આ મહાન ચમત્કાર થયો છે તે અમેરિકાના મેસેચ્યુસેટ્સનો રહેવાસી છે. તેણે આર્ટવર્ક સેલમાંથી માતા-બાળકનો સ્કેચ ખરીદ્યો હતો. જેની કિંમત માત્ર 2100 રૂપિયા હતી. તમે વિચારતા હશો કે આ સ્કેચમાં એવું શું ખાસ છે કે તેની કિંમત 368 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ સ્કેચ આજના સમયનો નથી, થોડા વર્ષો અથવા થોડા દાયકાઓ પહેલાનો પણ નથી, પરંતુ 15મી સદીનો છે. તેને બનાવનાર વ્યક્તિનું નામ આલ્બ્રેક્ટ ડ્યુરેર છે. આ એક જર્મન કલાકારની મૂળ આર્ટવર્ક છે.
આર્ટવર્ક એક્સપર્ટે જણાવ્યું જ્યારે તસવીરના સંબંધમાં તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આ પિક્ચર વર્ષ 2016માં જીન-પોલ કાર્લિયનના પરિવારના સ્વર્ગસ્થ આર્કિટેક્ટને વેચવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત આ રહી છે.તેને વેચનાર જીન-પોલ કાર્લહેનના પરિવારના સભ્યો પણ તેની વાસ્તવિક કિંમતથી વાકેફ ન હતા.