સુરતમાં રોજે રોજ એવા નવા અને વિચિત્ર કહી શકાય તેવા બનાવો બને છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં ન માત્ર પડઘા પડે છે પરંતુ ગુજરાતી લોકો વિચારવા માટે મજબુર થઇ જાય છે. આવી જ એક ઘટના સુરતમાં પ્રકાશમાં આવી.
સુરતની 17 વર્ષની કિશોરી અને 14 વર્ષનો કિશોર સાથે ભાગી છુટ્યાની ચર્ચાએ સમગ્ર શહેર સહિત ગુજરાતને ચગડોળે ચડાવ્યું છે. વીસ દિવસ પહેલા વરાછા વિસ્તારની 17 વર્ષની સગીરા ગુમ થઈ હતી. તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યાર બાદ સગીરા જાતે જ થોડા દિવસમાં ઘરે પરત આવી ગઈ હતી.
જેથી પરિવારને હાશકારો તો થયો જ હતો સાથે પરિવારજનોએ તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે ઘટસ્ફોટ કર્યો કે, તે ફૂટપાથ પર રહેતા એક સગીર કિશોર સાથે ભાગી ગઈ હતી. જેથી પોલીસે પણ તેની પુછપરછ કરી હતી. જેમાં સગીરાએ ઘટસ્ફોટ કર્યા કે, તે જે સગીર સાથે ભાગી ગઈ તે 14 વર્ષનો હતો. ભાગી ગયા બાદ બંનેએ શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.
જો કે પોતાને સંતોષ થઇ ગયા બાદ તે પરત આવી ગઇ હતી. આ જાણીને માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે પિતાએ અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તરુણ કિશોરની અટકાયત કરી છે.
તો તરૂણીના નિવેદન બાદ હવે તેમાં બળાત્કાર અને પોક્સો એકટ હેઠળની કલમો પણ ઉમેરી છે.જો કે કિશોરીએ કિશોરને ભગાવ્યો હતો કે કિશોરે કિશોરીને ભગાવી હતી તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વરાછા વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા વેલેન્ટાઈના બીજા દિવસે ઘરેથી ગૂમ થઈ જતાં પરિવારે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જો કે, થોડા સમય બદ સગીરા જાતે જ ઘરે પરત આવી ગઈ હતી.
જ્યારે પરિવારજનોએ તેની પૂછપરછ કરી તો તેણીએ જણાવ્યું કે તે ફૂટપાથ પર રહેતા એક સગીર કિશોર સાથે ભાગી ગઈ હતી અને તરૂણની સાથે સંબંધ બાંધ્યાની પણ કબૂલાત કરી હતી. આ ઉપરાંત છોકરીએ પોલીસ સામે પણ અનેક ઘટસ્ફોટ કર્યા છે.
બીજી ઘટના. માંડવી તાલુકાના નાનીચેર ગામમાં એક યુવાને એક તરૂણી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બાદમાં બંનેએ મર્યાદાઓ ઓળંગી દીધી હતી જેના કારણે 10માં ધોરણમાં અભ્યાસ કરતી આ તરૂણી કુંવારી માતા બની છે.
નાનીચેરમાં રહેતા યુવાને 17 વર્ષીય યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી. બે દિવસ અગાઉ જ તરૂણીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, સારવાર માટે સરકારી દવાખાને જતાં જ ભાંડો ફૂટ્યો હતો અને હવે આ મામલો માંડવી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.