કરીના કપૂર બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી છે તે બેબોના નામથી પણ જાણીતી છે. આ ડાન્સ ઈન્ડિયા ડાન્સ સિઝન 7 માં તે જજ તરીકે કામ કરે છે. અત્યારે ડીઆઈડીના સેટ પર બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ ના પ્રમોશન માટે પહોંચી હતી. આ શોમાં પ્રિયંકા અને કરીનાએ ખૂબ મસ્તી કરી હતી. આ શોની ઘણી તસવીરો સામે આવી છે કરીના અને પ્રિયંકાના ડ્રેસ ઉપરાંત કરિનાના ગળાના હારની વધારે કિંમતને કારણે હેડલાઇન્સ બનાવી રહ્યો છે. કોઈને ગળાના હારની કિંમત ખબર નહીં હોય.
આ પ્રસંગે કરીનાએ ઓફ શોલ્ડર આછા પિંક રંગનુ ગાઉન પહેર્યું હતું. કરીનાનો આ ડ્રેસ ફીશકટ આકારનો છે. કરીનાએ આ ડ્રેસ સાથે પાતળા ચોકર ગળાનો હાર પહેર્યો હતો. સ્પોટ બોયના રિપોર્ટ મુજબ આ કરીના કપૂરના ગળાનો હાર 38 લાખ રૂપિયાનો છે.
શો વખતે કરિનાએ જે ગળામાં હાર પહેરેલો હતો તે બવલરી બ્રાન્ડનો છે. કરીના કપૂરના ડ્રેસની સાથે આ ગળાનો હાર પણ વધારે કિંમતને કારણે ચર્ચામાં રહે છે. કરીનાના ગળાનો હાર ઉપરાંત પ્રિયંકા ચોપરાનો ડ્રેસ પણ લાઈમ લાઈટમાં હતો. આ પ્રસંગે પ્રિયંકાએ ઘાટા જાંબલી રંગનો મોટો કોટ પહેર્યો હતો.
પ્રિયંકા ચોપડા આજકાલ ‘ધ સ્કાય ઇઝ પિંક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન વખતે પ્રિયંકા ‘ડીઆઈડી’ સાથે સાથે ડાન્સ દિવાના 2 શોમાં પણ આવી હતી. જો કે આ બંને એપિસોડ હજી આવ્યા નથી. પ્રમોશન દરમિયાન પ્રિયંકાએ તેના અને નિકના સંબંધો વિશે પણ બધાને જણાવ્યું હતું. પ્રિયંકાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લગ્ન પછી તેના અને નિકના સંબંધ કેવા છે.
નિક એવી વ્યક્તિ છે જેની પહેલાં હું ક્યારેય કોઈને મળી નથી મને લાગે છે કે મેં એવી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે જે મારા પિતા અશોક ચોપડાની છાયા છે. હું મારા લગ્નને મારા માતાપિતાના લગ્ન સાથે જોડી શકું છું. બંનેએ એકબીજાને સમાન આદર અને પ્રશંસા કરવાનો હક આપ્યો છે મારા અને નિકનાં લગ્ન બરાબર એ જ છે. નિક મને દરેક બાબતમાં આગળ રાખે છે. દરરોજ ઊઠીને સારું લાગે છે કે કોઈ છે જે પોતાના પહેલા તમારા વિશે વિચારે છે.