રાશિ પ્રમાણે દરેક વ્યક્તિનું નેચર અલગ અલગ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમે કઈ રાશિના છો તેનો વ્યક્તિતવ્ય પર ઘણો પ્રભાવ પડતો હોય છે. સેક્સ લાઈફ પર પણ તેની અસર જોવા મળે છે. સેક્સ સાથે જોડાયેલી કેટલીક તકલીફો રાશિ પ્રમાણે હોય છે.

મેષ.

મેષ રાશિના લોકો દરેક બાબતમાં ઉતાવળ કરે છે. સેક્સ દરમિયાન પણ તેઓ ઉતાવળ કરે છે. તેમને સ્લો સેક્સ પસંદ નથી હોતું, પણ પાર્ટનરની મુશ્કેલીઓ નડી શકે છે. જેઓ આ મુમેન્ટને લાંબા સમય સુધી એન્જોય કરવા માગે છે.

વૃષભ.

વૃષભ રાશિવાળા જીદ્દી હોય છે અને તેમને એક્સપરિમેન્ટ કરવું બિલકુલ પસંદ નથી હોતું. તેઓ સેક્સમાં પણ કોઈ નવી બાબત ટ્રાય કરવા માટે તૈયાર થતા નથી. તેમને પોતાને કમ્ફર્ટ ઝોનમાં રાખવા પસંદ હોય છે. તેઓ પાર્ટનર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે, જેઓ સંબંધોમાં કંઈક નવું ઈચ્છે છે

મિથુન.

 

મિથુન રાશિના જાતકો ફ્લર્ટ અને ડર્ટી ટોક કરવામાં માહેર હોય છે, પણ જ્યારે સેક્સની વાત આવે છે ત્યારે તેઓ અને બીજી જ દુનિયામાં હોય છે. તેઓ સેક્સ દરમિયાન પણ વિચારોમાં ખોવાયેલા રહે છે, જેના કારણે તેઓ બેડ પર સંપૂર્ણ રીતે પાર્ટનર સાથે ઈન્વોલ રહી શકતા નથી. જેના કારણે કારણે પાર્ટનર નારાજ થઈ જાય છે અને સંબંધોમાં તકલીફો પડે છે.

કર્ક.

કર્ક રાશિના જાતકો ઘણાં ભાવુક હોય છે. તેઓ સેક્સની જગ્યાએ ‘મેકિંગ લવ’ પર વિશ્વાસ રાખે છે. સેક્સમાં પણ તેઓ ઈમોશનને જોડે છે. જો તેઓ પાર્ટનરથી જરા પણ નારાજ હોય તો સીધો સેક્સ કરવાનો ઈનકાર જ કરી દે છે, આમ કરવામાં તેઓ પાર્ટનરની ફિલિંગ્સ હર્ટ થાય છે કે નહીં તેનો પણ વિચાર કરતા નથી.

સિંહ.

સિંહ રાશિવાળા જાતકો ઘણાં ખુલ્લા વિચારોના હોય છે. તેમને પસંદ હોય છે કે લોકો તેમને અટેન્શન આપે, પણ સેક્સની બાબતમાં તેઓને ઘણી તકલીફો પડે છે. તેમને સેક્સ પરફોર્મન્સને લઈને ઘણીં ચિંતા હોય છે, જેના કારણે તેઓ પાર્ટનર સાથે પણ કમ્ફર્ટેબલ રહી શકતા નથી.

કન્યા.

દરેક વસ્તુ સમજી વિચારીને અને પરફેક્શનવાળી હોય તેવું કન્યા રાખિના લોકો સેક્સમાં પણ ઈચ્છે છે. તેઓ પાર્ટનરને ફરિયાદ પણ કરી શકે છે કે તેમને જે વસ્તુની ઈચ્છા હતી તે તેમને મળ્યું નહીં, પાર્ટનરે ઓછી કિસ આપી માટે તેઓ પણ ઓછું જ રિઝલ્ટ આપશે. આ હિસાબના કારણે પાર્ટનરની સેક્સની ઈચ્છા ખતમ થઈ જાય છે.

તુલા.

તુલા રાશિના જાતકો સાથીને સેટિસ્ફેક્શન વિશે વધારે વિચારે છે, આ દરમિયાન તેઓ પોતાની મજા લેવાનું ભૂલી જાય છે. તેઓ સેક્સને લઈને પોતાની જરુરિયાતો પાર્ટનરની સામે બોલતા શરમાય છે. તેના કારણે તેઓ સેક્સને લઈને ખુશી નથી અનુભવી શકતા.

વૃશ્ચિક.

વૃશ્ચિક રાશિના જાતકો સૌથી વધારે સેક્સ્યુઅલ હોય છે. તેઓ સેક્સને લઈને ઘણાં ડિમાન્ડિંગ હોય છે. જો પાર્ટનર તેમને સેટિસ્ફેક્શન ના આપી શકે તો તેઓ નિરાશ થઈ જાય છે. માટે પાર્ટનર સાથેની સેક્સની રુચિ જલદી ખતમ થઈ જાય છે.

ધન.

ધન રાશિમાં જો કોઈ સેક્સ દરમિયાન સેટિસ્ફેક્શન ન થાય તો તેઓ વિચારે છે કે પાર્ટનર તેમના પ્રેમને લાયક નથી. તેઓ જલદી આશા છોડી દે છે અને પોતાના પાર્ટનરને બીજો ચાન્સ પણ નથી આપતા.

મકર.

મકર રાશિના લોકો બેડરુમમાં આળસુ હોય છે અને આશા કરે છે કે તેમના પાર્ટનર દ્વારા જ આખી બાજી સંભાળવામાં આવે. સેક્સમાં પણ તેઓ કોઈ નવી બાબત કરવામાં રુચિ નથી દર્શાવતા. સેક્સને લઈને તેઓ એક જ પેટર્ન પર બનેલા રહે છે, જેના કારણે પાર્ટનર તેમનાથી કંટાળી જાય છે.

કુંભ.

કુંભ રાશિના જાતકો મૂડી હોય છે. તેઓ દરેક બાબતોમાં જોડાવા માટે ઘણો સમય લે છે. સેક્સ પહેલા પણ તેઓ ઘણી રાહ જુએ છે અને તૈયારીઓ કરે છે. તેઓ સેક્સ મામલે પણ હિસાબથી આગળ વધે છે અને ત્યારે રિલેશનશિપ બનાવે છે જ્યારે તેમની ઈચ્છા હોય.

મીન.

મીન રાશિવાળા ત્યાં સુધી સેક્સ રિલેશન નથી બનાવતા જ્યાં સુધી ઈમોશનલી પાર્ટનર સાથે જોડાયા ન હોય. તેમના માટે મોટી પરેશાની એ છે કે તેઓ જલદી કંટાળી જાય છે, તેમને હંમેશા કંઈક નવું કરવા જોઈએ છે, નહીં તો તેમની સેક્સમાં રસ ઘટતો જાય છે.

Write A Comment