13 અંકને શુભ અંક માનવામાં નથી આવતો અને એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ કામ કરતા પહેલા આ અંક અચાનક જોવામાં આવે તો તે કાર્ય અસફળ રહે છે 13 અંક ને અશુભ માનવા પાછળ એક કહાની રહેલી છે જે આ પ્રકારની છે.
યીશુ મસીહ ની સાથે થયો હતો વિશ્વાસઘાત.
વિદેશ માં આ અંક ને અશુભ એટલા માટે ગણવામાં આવે છે કે કારણ કે 13 તારીખે ઈશું મસીહ સાથે એક વ્યક્તિ એ વિશ્વાસઘાત કર્યો હતો તે સમયે તે 13 અંક વાળી ખુરશી ઉપર બેઠેલો હતો ત્યારથી આ અંકને અશુભ માનવામાં આવે છે અને ઈશું મસીહ ઉપર આસ્થા રાખનાર લોકો આ અંકને જોવાનો પણ પસંદ નથી કરતા.
13 અંક સાથે જોડાયેલી છે રોમાંચક વાતો.
આ અંકથી લોકો ડરી જાય છે .
ડોકટરોના પ્રમાણે આ અંક ને ડર સાથે જોડીને જોવામાં આવે છે અને આ અંકથી ડર લગાવો એ એક બીમારી છે જેને સ્કાઇડે કાફોબિયા કે થર્ટીન ડિજિત કોબીયાથી ગ્રત હોય છે તેઓ આ અંકને જોઈને બેહોશ થઈ જાય છે કે પછી તેનાથી ડરી જાય છે.
ચીનમાં પણ તેને અશુભ માનવામા આવે છે.
ચીન દેશના લોકો પણ આ અંકને અશુભ ગણે છે અને 13 તારીખ ના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરતા નથી જ્યાં ફ્રાંસ દેશમાં જમવાના સમયે 13 ખુરશીઓ મુકવામાં નથી આવતી.
13 નંબર ની રૂમ પણ નથી હોતી.
ઘણા એવા દેશ છે જ્યાં 13 નંબર ની રૂમ કે મંજિલ નથી હોતી કારણ કે હોટલ ના મલિક પણ આ નંબર ને તેમના વેપાર માટે અશુભ માનવામા આવે છે.
ભારતના લોકોને પણ ડર.
ભારત ના લોકો પણ આ અંક ને અશુભ માને છે અને આજ કારણ હોય છે કે ચંડીગઢ શહેર માં સેક્ટર 13 નથી હકીકતમાં જે વ્યક્તિ ને ચંડીગઢ શહેરની ડિજાઇન તૈયાર કરવા નું સોંપ્યું હતું તે વ્યક્તિ એ 13 સેક્ટર નથી રાખ્યા એટલુંજ નહિ આપણા દેશ ના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયી પણ અશુભ અંક માનતા હતા કારણ કે તેમની સરકાર 13 દિવસ મા જ પડી ગઈ હતી જ્યાં તેઓ પરત ફર્યા ત્યારે 13 મી તારીખે શપથ લીધી હતી અને તેમની સરકાર 13 મહિના માં પડી ગઈ હતી.
ઘરમાંથી બહાર નથી નીકળતા.
ઘણા એવા દેશ છે જ્યાં લોકો 13 તારીખ ના દિવસે તેમના ઘરમાં થી બહાર નથી નીકળતા અને ઘરમાં જ રહેવું પસંદ કરે છે જ્યાં ઇટલીના ગણા ઓપરા હાઉસ માં 13 નંબર ની સીટ નથી હોતી અને 12 નંબર પછી સીધા 14 નંબર ની સીટ મુકવામાં આવે છે.
શુભ કાર્ય નથી કરતા.
વિદેશમાં 13 તારીખ ના દિવસે લગ્ન કે કોઈ બીજા શુભ કાર્ય કરવામાં નથી આવતું એટલુંજ નહિ જો કોઈ છોકરું નો જન્મ દિવસ 13 તારીખે હોય તો તેનો જન્મ દિવસ 14 તારીખે ઉજવવામાં આવે છે.