તમે આજ સુધી ઘણા મંદિરો જોયા હશે અને ઘણા મંદિરો વિશે જાણતા પણ હશે પણ આપણા દેશમાં પણ આવા મંદિરમાં દેવી દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે અને ઘણા ફિલ્મ સ્ટાર્સ અને રાજકીય હસ્તીઓના મંદિરો પણ જોવા મળે છે.

પણ તમે આ મંદિર વિશે જાણશો તો તમને પણ નવાઈ લાગશે અને આજે અમે તમને જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો અને તમે વિશ્વાસ પણ કરી શકશો નહીં.

કર્ણાટકના આ રામનગર જિલ્લામાં ચન્નાપટણા ગામમાં કુતરાઓનું મંદિર આવેલું છે અને મંદિરમાં માનનીય રીતે બે કૂતરાઓની મૂર્તિઓ પણ રાખવામાં આવી છે અને જેની પુંજા અર્ચના પણ કરવામાં આવે છે અને તે મંદિરને ડોગ ગોડના મંદિર તરીકે પણ ઓળખાય છે.

આ મંદિર વર્ષ 2010 માં બનાવવામાં આવ્યું હતું અને  કૂતરાઓના આ મંદિરના નિર્માણ પાછળ કોઈ વિશિષ્ટ કારણ નહોતું પણ તે માનવો પ્રત્યે કૂતરાઓની નિષ્ઠાને માન આપવા માટે કરવામાં આવે છે.

આ મંદિરમાં કૂતરાઓની બે મૂર્તિ રાખવામાં આવી છે અને આ મૂર્તિઓમાંની એક સફેદ અને બીજી ભુરો છે અને તેમને પુષ્પમાળા સાથે પુંજા પણ કરવામાં આવે છે અને સ્થાનિકો આ મૂર્તિઓને આદરપૂર્વક વસ્ત્રો પણ પહેરાવે છે અને તિલક લગાવીને શ્રદ્ધાંજલિ પણ આપે છે.

Write A Comment