ટ્રાફિક જામની પીડાને દિલ્લી અને મુંબઈવાળા સારી રીતે સમજી શકે છે. અહીં લોકો ઘરેથી જલ્દી નીકળી જાય છે જેથી તેઓ સમયસર ઓફિસ પહોંચી શકે. પણ શું તમે જાણો છો કે ઇન્ડોનેશિયાના લોકો પણ ટ્રાફિકથી પરેશાન છે. ટ્રાફિકને બચવા માટે ઇન્ડોનેશિયાના 42 વર્ષીય જુજુન જુનૈદીએ ખુબ જ સારો આઈડિયા બનાવ્યો. તેમણે પોતાનું એક હેલિકોપ્ટર બનાવ્યું, જે તેમને જકાર્તાના ટ્રાફિકથી બચવામાં મદદ કરશે.

જુનૈદી જકાર્તાના બહારના ક્ષેત્રના સુકાબુમીનો રહેવાસી છે, જ્યાં તે તેમની ઓટો રિપેરની દુકાનનું કામ કરે છે. આ જ દુકાનમાં તેમણે કબાડની વસ્તુઓમાંથી 8 મીટર લાંબું હેલિકોપ્ટર બનાવ્યું છે, જેને તે એક વર્ષથી બનાવે છે.

પોતાની દુકાનની સામે ભારે ટ્રાફિક જામથી હેરાન થઈને તેમને આ આઈડિયા આવ્યો હતો. તે વિશે વાત કરતાં, તેમણે કહ્યું,

“જો ભગવાનની ઇચ્છા હોય, તો હું તેને આ વર્ષના અંતમાં અથવા 2020 ની શરૂઆતમાં ઉડાવિશ. તેને બનાવવા માટે મારે જે ભાગો જોઈએ છે તેને મેળવવા માટે સમય લાગી રહ્યો છે. અત્યાર સુધીમાં તેમણે આ પ્રોજેક્ટ પર 2 હજાર 138 ડોલર ખર્ચ કર્યો છે”

જુનૈદી યુ-ટ્યુબ પર વીડિયો જોઈને અને તેમના હાઇસ્કુલ શિક્ષણ અને ઓટો રિપેરના અનુભવથી આ હેલિકોપ્ટર બનાવી રહ્યા છે. આ વિમાન માટે તેઓ નિષ્ણાતોની સલાહ લેવા માંગે છે. તેમને આશા છે કે તેમનો પ્રોજેક્ટ જકાર્તામાં પરિવહનના વૈકલ્પિક સાધન પ્રદાન કરશે.

Write A Comment