આંબળાને આયુર્વેદમાં ઘણા જ ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે, તમે પણ આંબળાના ઘણા બધા ગુણો વિષે સાંભળ્યું હશે. આયુર્વેદ અનુસાર તો આંબળા એક એવું ફળ છે. જેમાં સૌથી વધુ રોગો સામે લડવાના ગુણ ધરાવે છે.વિટામીન સી ના ગુણોથી ભરપુર આંબળામાં તે ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સાથે સાથે ફાઈબર અને આયર્ન પણ વધુ પ્રમાણમાં મળી આવે છે. જો કે એક હ્યુમન બોડી માટે કોઈ રામબાણ જેવું જ કામ કરે છે.આ આંબળાના ઘણા ફાયદાઓ પણ છે તેના વિષે જાણીએ.
લીવરની નબળાઈ કે કોઈ સંક્રમણના કારણે કમળો થઈ ગયો હોય તો આંબળાની ચટણીને મધની સાથે પ્રયોગ કરવો વધારે ફાયદાકારક હોય છે.જો આંબળાના રસને રોજ મધની સાથે લેવામાં આવે તો અસ્થમા અને બ્રોંકાઈટિસની બીમારીમાં લાભ મળી શકે છે.જો પીરિયડ્સના સમયે વધારે બ્લડિંગ થતું હોય તો આંબળાનો રસ રોજના ત્રણ કેળા સાથે લેવો જોઈએ.
આંબળાના ફળને સૂકવીને તેને લગભગ વીસ ગ્રામની માત્રામાં બહેડાનું ચૂર્ણ તથા તેનાથી બે ગણી માત્રામાં લગભગ ચાલીસ ગ્રામ કેરીની ગોટલીનો પાઉડર આખી રાત પલાળી રાખી રોજ સવારે તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા, સુંદર અને ઘેરા થાય છે.પેશાબથી સંબંધીત મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી હોય તો આંબળાની તાજી છાલનો રસ દસથી વીસ ગ્રામની માત્રામાં અઢી ગ્રામ હળદર અને પાંચ ગ્રામ મધની સાથે મેળવીને સવાર-સાંજ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક છે.
આંબળાના સેવનથી હાડકા મજબૂત થાય છે. આંબળાનુ સેવન કરવાથી ઓસ્ટ્રોપોરોસિસ અને આર્થરાઈટિસ એટલે કે, સાંધાના દુખાવામાં રાહત થાય છે.આંબળામાં અસંખ્ય ઝીણા કાણા પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખવા અને રોજ આવા બે આંબળા ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે
આંબળાનો જ્યૂસ ચહેરા પર થનારા ખીલને દૂર કરે છે.પાઈલ્સના સમયે પેદા થનાર કબજીયાતથી આંબળાનો રસ રાહત આપે છે.આંબળાનો જ્યૂસ નિયમિત પીવાથી આંખોની રોશની વધે છે.આંબળા વિટામીન સી નો સારો સ્ત્રોત હોય છે. એક આંબળામાં ૩ સંતરા બરોબર વિટામીન સીનું પ્રમાણ હોય છે.ભોજન પહેલાં માખણ, મધની સાથે આંબળાના પાવડરનું સેવન કરવાથી ભૂખ વધે છે. આંબળા તાવ, અપચાની સમસ્યા, એનિમિયામાં પણ ફાયદાકારક છે.
આંબળા ખાવાથી લીવરને શક્તિ મળે છે, જેથી આપણા શરીરમાં ઝેરીલા તત્વો સરળતાથી બહાર નીકળે છે.આંબળાનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શકતી મજબુત થાય છે.આંબળાનું જ્યુસ પીવાથી લોહી ચોખ્ખું રહે છે.આંબળા ખાવાથી આંખોની દ્રષ્ટિ વધે છે.આંબળા શરીરની ત્વચા અને વાળ માટે અને સવારે નાસ્તામાં આંબળાનો મુરબ્બો ખાવાથી તમારું શરીર સ્વસ્થ બની રહે છે.
ડાયાબિટિસના દર્દી માટે આંબળા ઘણા ફાયદાકારક રહે છે. ડાયાબીટીસના દર્દી હળદરના ચૂર્ણ સાથે આંબળાનું સેવન કરો. તેનાથી ડાયાબીટીસ રોગીઓને ફાયદો થશે.હરસના દર્દીઓ સુકા આંબળાને વાટીને ઝીણો પાવડર કરીને સવાર સાંજ ગાયના દુધની છાશ સાથે દરરોજ સેવન કરો, તેનાથી હરસમાં ફાયદો થશે.
નાક માંથી લોહી નીકળી રહ્યું છે. તો આંબળાને ઝીણા વાટીને બકરીના દૂધમાં ભેળવીને માથા અને મગજ ઉપર લેપ લગાવો. તેનાથી નાક માંથી લોહી નીકળવાનું બંધ થઇ જશે.આંબળા ખાવાથી હ્રદય મજબુત બને છે. હ્રદયના દર્દીઓ દરરોજ ઓછામાં ઓછા ત્રણ આંબળાનું સેવન કરો. તેનાથી હ્રદયની બીમારીઓ દુર થશે. હ્રદયના દર્દીઓ મુરબ્બો ખાઈ શકે છે.
જો પેશાબ કરવામાં બળતરા થતી હોય તો લીલા આંબળાના રસમાં મધ ભેળવીને સેવન કરો. તેનાથી બળતરા દુર થશે અને પેશાબ સ્વચ્છ આવશે.આમળાનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. હાર્ટ પ્રોબ્લેમ્સથી બચાવવામાં મદદરૂપ થાય છે. આમળાના રસમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે ઘુંટણાના દુખાવા સહિત તમામ પ્રકારના સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે. આમળાના રસમાં ડાયયૂરેટિક ગુણ હોય છે જે યૂરિન સંબંધિત તમામ પ્રોબ્લેમ્સમાંથી બચાવવામાં મદદરૂપ થાય છે.