બોની કપૂર અને શ્રીદેવીની લવ સ્ટોરી ખુબજ મજેદાર રહી છે શ્રીદેવીના અવસાન પછી બોની કપૂર તેમને ખુબજ યાદ કરે છે અને કેટલીકવાર તેમની યાદમાં ઇમોશનલ પણ થઈ જાય છે. તે તેમણે 70 દસકથી શ્રીદેવીની તમિલ ફિલ્મો જોતા હતા અને તેમને પસંદ કરતા હતા એક વાર બોની કપૂર શ્રીદેવીને મળવા માટે તેમના ઘરે ચેન્નાઈ ગયા હતા પણ તે શૂટિંગ માટે સિંગાપૂર ગઈ હતી.
શ્રીદેવીને ન મળતા તે ખૂબ ઉદાસ થઈ ગયા અને તેવો પાછા મુંબઇ આવી ગયા હતા. બંનેની પ્રેમ કહાની શરૂઆત સુપરહિટ ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા દરમિયાન શુરું થઈ હતી 1984 તે શ્રીદેવી પાસે મિસ્ટર ઇન્ડિયા માં સીમા ના રોલની ઓફર લઈને ગયાહતા અને થોડાસમયપછી તેણે શ્રી દેવીને પોતાનો પ્રેમવ્યક્ત કર્યો બોની કપૂરે શ્રીદેવી ઑફિશિયાલી વર્ષ 1993 પ્રપોઝ કર્યો હતો.
મિસ્ટર ઈન્ડિયા ફિલ્મના સેટ પર બોની કપૂર પોતેજ વાતો નું ધ્યાન રાખતા હતા કે શ્રીદેવીને કોઈ પણ પ્રકારની સમસ્યા ના પડે આટલું જ નહીં તેમને શ્રીદેવી માટે અલગ મેકઅપ રૂમ પણ ગોઠવ્યો હતો આ પછી શ્રીદેવી બોની સાથે કમ્ફર્ટેબલ ફીલ કરવા લાગી આ સમય સુધી બોની શ્રીદેવીને એટલા પસંદ કરવા લાગ્યા હતા કે જ્યારે શ્રીદેવી ચાંદની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.
ત્યારે બોની કપૂર સ્વિટ્ઝરલેન્ડમાં મળવા ગયા હતા. બોનીએ પહેલાથીજ તેમના લગ્ન કરેલા હતા પાછા આવ્યા પછી તેમની પહેલી પત્ની મોનાને શ્રીદેવી વિશે કહ્યું તેમણે મોનાને કહ્યું કે હું તેને પ્રેમ કરું છું આ સત્ય જાણ્યા પછી તે તૂટી પડી હતી મોનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બોની મારા કરતા 10 વર્ષ મોટા હતા મેં બોની સાથે લગ્ન કર્યા ત્યારે હું 19 વર્ષની હતી.
હું તેમની સાથે મોટો થઈ અમારા લગ્ન 13 વર્ષ થયાં પછી મને ખબર પડી કે મારો પતિ કોઈ બીજાને પ્રેમ કરે છે. મોનાએ કહ્યું અમારા સંબંધોમાં કંઈ જ બચ્યું નહીં અને આ સંબંધને કોઈ બીજો મોકો નહીં આપી શક્યા કારણ કે શ્રીદેવી એક બાળકની માં બની ગઈ હતી બંનેવ એ 2 જૂન 1996 લગ્ન કર્યા અને 25 માર્ચ 2012 કેન્સરથી મોનાનું અવસાન થયું હતું.
શ્રીદેવીનું અવસાન 24 ફેબ્રુઆરી 2018 ના રોજ થયું હતું. જણાવી દઈએ બોની કપૂરને તેની પહેલી પત્ની મોનાના બે બાળકો છે તેમનું નામ અર્જુન કપૂર અને પુત્રી અંશુલા કપૂર અને શ્રીદેવીની બે પુત્રી જાહ્નવી કપૂર અને ખુશી કપૂર છે બોની કપૂર 11નવેમ્બરના રોજ પોતાનો 63 મો જન્મદિવસ મનાવી રહ્યા છે.