જ્યારે વાત ડ્રાઈ ફ્રુટ્સની આવે ત્યારે અખરોટને વિટામિન્સનો રાજા કહેવામાં આવે છે. અખરોટ ખાવામાં જેટલું ટેસ્ટી હોય છે તેટલા જ તેના સ્વાસ્થ્ય લાભ પણ છે. એવામાં પણ તમે અખરોટને પલાળીને તેનું સેવન કરો છો તો તેના ફાયદા બમણા થઇ જાય છે. અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, ફોસ્ફરસ, કોપર, સેલેનીયમ, ઓમેગા-3 ફેટી એસીડ જેવા ઘણા પોષક તત્વો રહેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ ગણાય છે. આજે આપણે જાણીશું અખરોટથી થતાં ફાયદાઓ વિશે.
અખરોટનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે તેમજ તણાવ દુર થાય છે. અખરોટમાં મેલાટોનીન હોય છે જે એક સારી ઊંઘ પ્રદાન કરવામાં મદદ કરે છે. ઓમેગા-3 ફેટી એસીડ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવીને તાણવને દુર કરે છે. પલાળેલી અખરોટનું નિયમિત સેવન કરવાથી તમારો મૂડ પણ સારો રહેશે અને તણાવ પણ દુર થશે.
અખરોટનો 10 થી 40 મીલીલિટર તેલ 250 મીલીલિટર ગૌમૂત્રમાં ભેળવીને પીવરાવવાથી દરેક પ્રકારનો સોજા માં લાભ થાય છે. કબજીયાતથી બચવું હોય તો નિયમિત ફાયબરયુક્ત વસ્તુઓનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. એવામાં તમે રોજે પલાળેલી અખરોટનું સેવન કરો છો તો તમારું પેટ પણ સારું રહેશે અને કબજીયાતથી છુટકારો મળશે.
અખરોટ હૃદયને સ્વસ્થ રાખવામાં ખુબ જ મદદ કરે છે. અખરોટમાં પ્રચુર માત્રામાં ઓમેગા-3 ફેટી એસીડ હોય છે, જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે. ઓમેગા-3 ફેટી એસીડ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોનું પ્રમાણ વધારે છે જેનાથી હૃદય તંદુરસ્ત રહે છે. જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેણે તો અખરોટનું સેવન અવશ્ય કરવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓને અખરોટ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી બાળકોને એલર્જી નથી થતી અને પોષકતત્વો પણ મળે છે. અખરોટ ચિંતા અને તણાવથી દૂર રાખે છે. સાથે જ તે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારે છે અને તે વાળ અને સ્કીન માટે પણ ફાયદાકારક છે. અખરોટમાં ઓમેગા ૩ ની હાજરી થી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. તે સિવાય પિત્તાશય ને સારું રાખી તેને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરે છે.
રોજ પલાળેલા અખરોટ ખાવાથી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. તે ટાઇપ -2 ડાયાબિટીઝથી પીડિત લોકો માટે ખૂબ ફાયદાકારક છે. અખરોટમાં ઘણા તત્વો હોય છે જે શરીરમાં કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. કોઈ પણ કારણે કે ઘા ના કારણે આવેલો સોજા ઉપર અખરોટ ના ઝાડ ની છાલ વાટીને લેપ કરવાથી સોજો ઓછો થાય છે.
અખરોટની છાલ, મૂળના બીજ, ગાજરના બીજ, અમલતાસ, ક્લેવારનો ગરભીલો અને વાવડિંગ ને ૬ ૬ ગ્રામ લેવું. તેને બે લિટરમાં પાણીમાં નાખીને તેને ઉકાળવું. તે પછી તેમાં ૨૫૦ ગ્રામ ગોળ ઉમેરવો તે પાણી ૫૦૦ એમએલ જેટલું રહે ત્યાં સુધી તેને ઉકાળવું. તેને રોજે સવારે અને સાંજે ૫૦ ગ્રામ જેટલું લેવાથી માસિકને લગતી સમસ્યા દૂર થાય છે. તેને ૨૦ થી ૩૦ ગ્રામ જેટલું ખાવાથી અફીણ અથવા કોઈ પણ જાતનો નશો ચડ્યો હોય તો તે ઉતરી જાય છે.
સવારે સવારે દાતણ કર્યા વગર 5 થી 10 ગ્રામ અખરોટની ગીરીને મોઢામાં ચાવીને લેપ કરવાથી થોડા જ દિવસોમાં ધાધર મટી જશે. અખરોટના છોતરાની ભસ્મ(રાખ) બનાવીને તેમાં 36 ગ્રામ ગળો સાથે ભેળવીને રોજ સવાર સાંજ ખાવાથી ખૂની બવાસીર નાશ પામે છે. અખરોટમાં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે, તેને દરરોજ ખાલી પેટે ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે.
અખરોટ ને ગરમ દૂધ સાથે સેવન સરીને બાળકના પેટમાં રહેલા જીવડા મરી જાય છે તથા પેટના દુખાવામાં આરામ મળે છે. અખરોટ ખાવાથી હૃદયથી સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે. અખરોટ વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. રોજ તેનું સેવન કરવાથી સહેલાઇથી વજન ઓછું કરી શકાય છે. જે લોકો વધતા વજનથી પરેશાન છે તે લોકોએ અખરોટનું સેવન કરવું જોઇએ. સતત અખરોટ ખાવાથી થોડાક દિવસમાં ફરક જોવા મળશે.