ગુજરાત પેટાચૂંટણી નું સૌથી ચર્ચિત નામ અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાક દિવસોથી કોઈ પણ ચર્ચામાં ભાગ લઈ રહ્યું નથી. ત્યારે આજે એક એવી ઘટનાં સામે આવી છે જે ઘટનાએ સાબિત કર્યું છે કે અલ્પેશ ઠાકોરે રાજકારણ માંથી હાથ કાળી લીધાં છે. શહેરના રાણીપ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું જય ગોગા મહારાજનું મંદિર બે મહિના પહેલાં તોડી પાડવામાં આવ્યું હતું.
જોકે હવે મંદિરની સેવા ચાકરી કરનારા લોકો આ મંદિરને પુનઃસ્થાપિત કરવા સોમવારે કોંગ્રેસ ભવન ઉપર રજૂઆતો કરવા પહોંચ્યા હતા. આ રજૂઆત કરનારા એવી હૈયા વરાળ ઠાલવી રહ્યા છે કે મંદિર તોડતા પેહલાં એવું થયું હતું જે વાત એ સાફ કરી દીધું કે હવે ઠાકોર સેના ના આગેવાન અલ્પેશ ઠાકોર ને રાજકારણ માંથી મન ઉઠી ગયું છે.
અહીં મંદિર તોડતા પેહલાં અલ્પેશ ઠાકોર સાથે ચર્ચા થવાનું સામે આવ્યું છે ત્યારે આવો જાણી લઈએ શુ ચર્ચા થઈ હતી. સવારે ૧૧ વાગ્યે મંદિર તોડવા જ્યારે કોર્પોરેશનની ટીમ આવી હતી. ત્યારે તેઓ નજીકમાં જ આવેલા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના ઘરે દોડયા હતા.
જોકે અલ્પેશ ઠાકોરે ૩૦ વર્ષ જૂના મંદિરને તૂટતું રોકવા માટે કોઈ તસ્દી લીધી નહોતી ઉલટાનું અલ્પેશ તરફથી એવો જવાબ મળ્યો હતો કે અત્યારે સાહેબ ન્હાવા બેઠા છે અને એ પછી જ્યારે મંદિર તૂટી ગયું ત્યારે મોડે મોડે બપોરે ત્રણ વાગ્યે અલ્પેશ માત્ર દિલાસો આપવા ખાતર ફરક્યો હતો.
ત્યારે હવે આ વાત સાફ બતાવે છે કે જે વ્યક્તિ ને રાજકારણ માં રસ હતો તે વ્યક્તિ ને પેટાચૂંટણી એ એવો ધ્રાસકો આપ્યો છે કે હવે તેમને કોઈ પણ ચર્ચા માં રસ રહ્યો નથી. અલ્પેશ જ્યારે કોંગ્રેસ માં હતો ત્યારે તે દરેક ચર્ચામાં ભાગ લેતો હતો. પરંતુ હવે તેમનું મન ઉઠી ગયું છે. મંદિરની સેવા ચાકરી કરનારા પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા હતા ત્યારે ભાજપના અલ્પેશ ઠાકોર વિરુદ્ધ રજૂઆતો કરી હતી.
આ રજૂઆતોનો દોર પત્યો એ પછી કોંગ્રેસના કાર્યકરોએ એવો સૂર પુરાવ્યો હતો કે અલ્પેશ ઠાકોર હવે તો ભાજપમાં છે અને ભાજપની વિચાર ધારા કટ્ટર હિન્દુત્ત્વની છે છતાં અલ્પેશનું આ મામલે કેમ ભાજપમાં કંઈ ઉપજતું નથી. કોંગ્રેસમાં દબદબો હતો પરંતુ ભાજપ માં અલ્પેશનો આ દબદબો દટાઈ ગયો છે અને અલ્પેશ હોવી મીંદડી બની ગયો છે તેવું સ્થાનીકોનું કહેવું છે.