દરેક છોકરીના જીવનમાં એક એવી પળ આવે છે, જ્યારે તેને પિયર છોડીને સાસરે જવું પડે છે. પિતાના ઘરમાં રાજ કુમારીની જેમ ઉછરેલી છોકરી ઈચ્છે છે કે સાસરામાં પણ તેને એવો જ પ્રેમ અને સન્માન મળે, જે પિતાના ઘરમાં મળે છે. તે ઈચ્છે છે કે સાસરામાં દરેક લોકો તેની વાત માને અને તે રાણીની જેમ રાજ કરે. જોકે જ્યોતિષના દ્રષ્ટિએ જોઈએ તો કેટલીક રાશિઓ તેમાં છોકરીનો સાથ આપે છે. રાશિથી જાણી શકાય છે કે કઈ રાશિની છોકરી સાસરામાં રાજ કરે છે અને કેમનું વર્ચર્સ્વ સસરામાં રહે છે.

કર્ક રાશિ.

આ રાશિની છોકરીઓ જેટલી ભાવુક હોય છે, તેટલી જિદ્દી પણ હોય છે. પોતાના પ્રેમ અને સ્નેહથી તે દરેકને પોતાના બનાવી લે છે. પરંતુ જો તેમની સાથે કઈ ખોટું થઈ જાય અને તે પોતાની જીદ પર આવી જાય તો કોઈને પણ ઝુકાવી શકે છે. જોકે એવી જિદવાળી સ્થિતિ ક્યારેક જ બને છે. ઘર પરિવારના બધા નિર્ણયો પોતાની જાતે લે છે. પતિ પણ તેમની હાંમાં હાં પાડે છે. આ રાશિની છોકરીઓ પ્રેમ અથવા જીદ કોઈપણ રીતે પોતાની વાત મનાવી લે છે.

સિંહ રાશિ.

 

આ રાશિના લોકો જન્મજાત લીડર હોય છે. તેઓ દરેક કામને પોતાના હાથમાં લે છે અને કોઈની પણ સામે ઝુકવું તેમને પસંદ નથી. સૂર્ય રાશિના હોવાના કારણે તેમના ચહેરા અને વ્યક્તિત્વમાં અલગ જ પ્રભાવ હોય છે. આ રાશિની મહિલાઓ પતિને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ જો પરિસ્થિતિઓ પ્રતિકૂળ હોય તો તેઓ આક્રામક થઈ જાય છે અને બધુ પોતાના અનુકૂળ કરી લે છે. સર્વગુણ સંપન્ન હોવાના કારણે આ રાશિની મહિલાઓ સાસરામાં રાજ કરે છે.

કન્યા રાશિ.

કન્યા રાશિની છોકરીઓ સારી રીતે જાણે છે કે પોતાની વાત કેવી રીતે મનાવી શકાય. બુધવા પ્રભાવવાળી રાશિ હોવાના કારણે આ રાશિની છોકરીઓ પોતાના પતિને કાબૂમાં કરી લે છે. તેઓ ઈમોશનલ બ્લેકમેલ કરવામાં આગળ હોય છે. સાથે જ પતિ પર નજર રાખે છે. પતિ તેમના દીવાના હોય છે .

વૃશ્ચિક રાશિ.

આ રાશિની છોકરીઓ ચાલાક હોય છે. કોઈપણ ખરાબ સ્થિતિ હોવા છતાં તે દરેકને પોતાના પક્ષમાં લાવી દે છે. તેમનામાં દરેક કાર્યને પોતાના હાથમાં લેવાની ક્ષમતા હોય છે. જો તેમની સાથે ખોટું થાય તો, આ ષડયંત્ર કરવામાં પણ પાછળ રહી જાય છે. સામ, દામ, દંડ અને ભેદ કોઈ પણ હોય, તે પોતાનું કામ કઢાવી લે છે. તેમના પતિ તેમને ન તો ક્યારેય સમજી શકે છે અને ન તો ક્યારેય તેમના પર હાવી થઈ શકે છે.

ધન રાશિ.

આ રાશિ પર ગુરુનો પ્રભાવ હોય છે. આથી તેમનું જ્ઞાન અદભૂત હોય છે. પોતાના જ્ઞાન આ બધા સમગ્ર પરિવારને પોતાના દીવાના બનાવી લે છે. આ ઉપરાંત જે લક્ષ્ય પર નિશાનો સાધી લે છે, તેને યોગ્ય રીતે હાંસેલ કરવામાં લાગી જાય છે અને જ્યાં સુધી તે મળી ન જાય તેઓ શાંત નથી બેઠતી. પતિ પણ તેમના જ્ઞાન આગળ નતમસ્તક થઈ જાય છે અને પત્નીની હાંમાં હા પાડે છે. આ રાશિની મહિલાઓ પરિવારના દરેક સદસ્યને સાથે લઈને ચાલવામાં વિશ્વાસ રાખે છે.

Write A Comment