શનિદેવને નવે નવ ગ્રહમાં કર્મ અને ન્યાયના દેવ માનવામાં આવે છે. એવું મનાય છે કે જે મનુષ્ય પર શનિદેવની કુદૃષ્ટિ હોય તેમણે ખોટા કામ કરતા પહેલા સો વાર વિચારવું જોઈએ કારણ કે આવી વ્યક્તિને શનિદેવ આકરાથી આકરો દંડ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિનો અસ્ત થયો હતો હવે ફરી શનિનો ઉદય થઈ ગયો છે. ત્યાર બાદ માર્ગી બનશે. આમ શનિની અવસ્થામાં આ વખતે ઘણા પરિવર્તન આવ્યા છે. શનિના ઉદયની અસર બધી જ રાશિઓ પર પડી છે પણ અમુક રાશિઓ માટે આ ઉદય વિશેષ લાભદાયક પુરવાર થશે. વાંચો તમારી રાશિ તેમાંની એક છે કે નહિ.
મેષ.
આ રાશિના જાતકો માટે શનિનો ઉદય કષ્ટદાયક સાબિત થશે. ધનહાનિ, બીમારીમાં વૃદ્ધિ થઈ શકે છે. શનિમંદિરમાં સિક્કો ચડાવી પર્સમાં રાખો, તમારો ભાગ્યોદય થશે.
વૃષભ.
આ રાશિ માટે શનિનું પરિવર્તન લાભદાયી પુરવાર થશે. તેમની આવકમાં વધારો થશે, કારકિર્દીમાં નવી નવી તકો મળશે. દૂધમાં કાળા તલ નાંખી પીપળના વૃક્ષને ચડાવો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ મળશે.
મિથુન.
તમારા પતિ અથવા તો પત્નીને શનિના ઉદયથી માનસિક કષ્ટ પડી શકે છે. તમારો કોન્ફિડન્સ વધશે અને તમે જીવનમાં રિસ્ક લેવાની દિશામાં વિચારશો. પીપળા નીચે દીવો કરી 7 પરિક્રમા કરવાથી ફાયદો થશે.
કર્ક.
આ રાશિ માટે શનિનું પરિવર્તન શુભ પુરવાર નહિં થાય. તમારે કોઈની સાથે દુશ્મનાવટમાં વૃદ્ધિ થશે, ધન હાનિના યોગ બની રહ્યા છે. શનિ મંદિરમાં સરસવનું તેલ નાંખી 6 વાટ કરી દીવો પ્રગટાવો. આમ કરવાથી અંગત જીવનમાં વિવાદો ઓછા થશે.
સિંહ.
આ રાશિને શનિના ઉદયથી મિશ્રફળ મળશે. સ્થાન પરિવર્તન અને કાર્યક્ષેત્રે સ્થિરતા આવશે. ગરીબ સ્ત્રીને અડદનું દાન આપવું. તમારુ સ્વાસ્થ્ય સુધરશે અને તકલીફો ઓછી થતી જણાશે.
કન્યા.
કન્યા રાશિ માટે આવકના નવા નવા સ્રોત ખૂલશે. જે લોકોના લગ્ન નથી થયા તેમના માટે વિવાહનો સંજોગ ઊભો થશે. શનિ મંદિરમાં વડના પાનની માળા અર્પણ કરો. પરિવારમાં કજિયા કંકાસમાંથી મુક્તિ મળશે.
તુલા.
તુલા રાશિના લોકો માટે કારકિર્દીમાં પોઝિટિવ ફેરફાર આવી શકે છે. આવક વધવાના યોગ છે. ઉપાય માટે ઘરના મંદિરમાં તલના તેલમાં ત્રણ દીવા કરો. આમ કરવાથી ધનહાનિ નહિ થાય.
વૃશ્ચિક.
આ રાશિના જાતકો માટે શનિનું પરિવર્તન શુભ નથી. તમારે કોઈની સાથે દુશ્મનાવટ વધી શકે છે. બીમારીને કારણે સ્ટ્રેસ વધશે. શનિ મંદિરમાં લોબાનનો ધૂપ કરો. આમ કરવાથી અકસ્માત થવાની શક્યતા ઘટી જશે.
ધન.
તમારા માટે આ પરિવર્તન શુભ રહેશે. આધ્યાત્મિક ઝુકાવ વધશે અને આવકના નવા સ્રોત ખૂલશે. તેલમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શનિ મંદિરમાં તેલનું દાન કરો. તેનાથી માનસિક તણાવ ખતમ થઈ જશે.
મકર.
આ રાશિ માટે શનિ ખુશખબરી લઈ આવ્યા છે. તમને સૌથી વધારે લાભ થવાનો છે. તમને વાહન કે કોઈ મૂલ્યવાન ચીજ ખરીદી શકશો. નારિયેળને માથા પરથી ઉતારી વહેતા જળમાં પધરાવી દેશો તો વિશેષ ફાયદો થશે.
કુંભ.
આ રાશિ માટે પણ શનિનો ઉદય શુભ રહેશે. તમને ધનલાભ થશે. જગ્યા બદલવાથી વિશેષ ફાયદો થશે. પક્ષીઓને અડદની દાળનું ચણ નાંખવાથી મોટો ફાયદો થશે. આ ગાળામાં સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીન.
આ રાશિઓ માટે શનિના ઉદય બાદ પ્રવાસના યોગ ઊભા થશે. આવકમાં વધારો થઈ શકે છે. ગરીબને ઉનના કપડા દાન કરવાથી વિશેષ લાભ થશે.