છેલ્લા કેટલાક સમયથી રામ જન્મભૂમી અયોઘ્યામાં રામ મંદિર અને સાથેજ બાબરી મસ્જિદ જમીન વિવાદ ચાલી રહ્યો છે જો કે આ વિવાદ વર્ષોથી ચાલી આવ્યો છે. ત્યારે દરેક ક્ષણે આ વિવાદે ખુબજ મોટો આકાર ધારણ કર્યા છે. આજથી વર્ષો પહેલા નો આ મામલો જે ત્યારે માત્ર અયોધ્યા પૂરતો હતો. તે આજે સુપ્રીમ કોર્ટ સુધી આવી ગયો છે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચ ચુકાદો જાહેર કરવાની છે જેમાં સીજેઆઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ રેકોર્ડ 40 દિવસ સુધી સુનાવણી કરી હતી.
દેશનાં વર્તમાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ જસ્ટિસ બોબડે જસ્ટિસ અશોક ભૂષણ પણ આ તમામ આ મામલે સામેલ છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટીસ એસ.અબ્દુલ નજીર પણ પાંચ જજોની ટીમમાં સામેલ છે અને આ જજો જે નિર્ણય લેશે તેને માન્ય રાખવામાં આવશે તેનાથી વિશે અન્ય કોઈ ને માનવામાં આવશે નહીં.
અયોધ્યા મામલે નીતિન ગડકરી પણ ખુલી ને બહાર આવ્યા હતા અને તેઓએ લોકોને શાંતિ જાળવવા ની જાણ કરી હતી. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ અયોધ્યા કેસના ચૂકાદા પહેલા લોકોને શાંતિ જાળવી રાખવાની જાણ કરી છે. સાથેજ તેઓ એ જણાવ્યુ કે, આપણે ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જોઈએ અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાને તમામ લોકોને જવાબદારી સાથે સ્વીકારવો જોઈએ. કોર્ટ જે ચુકાદો આપશે બંને પક્ષે માન્ય જ રાખવો જોઈએ કોર્ટ કોઈ એક પક્ષ તરફ નહીં નમેં તે બંને પક્ષ નાં હિટ નોજ નિર્ણય લેશે.
આર આર એસ ચીફ મોહન ભાગવતે અયોધ્યા મામલે પ્રતિક્રિયા દર્શાવી હતી.અયોધ્યા કેસના ચૂકાદા પહેલા આર આર એસ સંઘ પ્રમુખ મોહન ભાગવતે પ્રતિક્રિયા આપતાં લોકો ને શાંતિ રાખવા અપીલ કરી હતી.નાગપુર એરપોર્ટ પર પ્રતિક્રિયા આપતા લોકોને શાંતિ જાળવી રાખવી કહ્યું હતું. સાથેજ કોર્ટ ના નિવેદન ને સત્ય માનવ પણ કહ્યું હતું.
અયોધ્યા રામ મંદિર કેસ પરનાં સુપ્રીમ કોર્ટના નિર્ણય ને લઈને ઉત્તરપ્રદેશ પોલીસ મુખ્ય સચિવ ઓ.પી.સિંહે જણાવ્યુ કે સમગ્ર રાજ્યમાં ડગલે પગલે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરાયો છે. તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. તો સાથે જ તેમણે શાંતિ જાળવી રાખવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી.સોશિયલ મીડિયા ની ખાસ વાત કરતાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પાર ની અફવા પાર ધ્યાન ન આપવું.