પેટ ફુલવાની સમસ્યા
કલાકો સુધી એકજ જગ્યા પર બેસી રહેવું, કસરત ન કરવી, યોગ્ય ડાયટ ન લેવું અને એવી વસ્તુઓ ખાવી જેનનાથી ભરપૂર પ્રમાણમાં ફેટ વધે છે. જેના લીધે શરીર અને વજન વધે છે. શરીરનું મોટાભાગનું ફેટ પેટ પર જમા થાય છે, આખા શરીર ફેટ જમા થવું અથવા પેટ ફુલવું,આવા લોકો બન્નેમાંથી કોઈ એક મુશ્કેલીનો શિકાર બને જ છે.
ઘણાં કારણો છે
પણ અમે આપને આ મુશ્કેલીના કારણો જણાવવા જઈ રહ્યા છે, પણ મુશ્કેલીનું નામ કંઈક અલગ છે. આ છે પેટ ફુલવાની સમસ્યા. ના આ શરીર પર ચરબીના થર જામવાની સમસ્યા છે. પેટમાં સતત ગેસ અને એસિડ બની જાય છે પેટ ધીરે-ધીરે ફુલવા લાગે છે અને તેનો જલદી ઉપાય કરવામાં ન આવ્યો તો તે આવનારા દિવસોમાં પરેશાની વધારે છે.
ટમી બ્લોટિંગ
અંગ્રેજીમાં તેને ‘ટમી બ્લોટિંગ’ ના નામથી ઓળખવામાં આવે છે, આ સમસ્યામાં પેટની એકદમ નીચે અને આંતરડાની પાછળ ગેસ જમા થઈ જાય છે. જ્યારે આપણે કંઈક ખોટું ખાઈ લઈએ અથવા તો સમય નક્કી કરીને ન જમીએ તો આંતરડા કે પેટનો ગેસ અંદર જ રોકીએ અને બહાર ન નીકળવા દઈએ તો પેટ ફુલવા લાગે છે.
પેટનું બહાર નીકળવું
આ સિવાય પણ ઘણાં કારણો છે જેના લીધે પેટ ફુલતું જાય છે, પણ તેનો સ્થાઈ ઈલાજ બજારની દવાઓ કે કોઈ એક્સર્સાઈઝમાં નથી. આ થોડા સમય માટે રાહત જરુર અપાવે છે પણ પછી થોડા કલાકો પછી પેટની હાલત પહેલા જેવી જ થઈ જાય છે.
આયુર્વેદિક ઈલાજ
આ માટે અમે આપને 3 ઘરેલું ઔષધિઓ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેનો પ્રયોગ એક અઠવાડિયું કરવાથી પેટ ફુલવાની મુશ્કેલીઓ ટા-ટા બાય-બાય કહી દેશે.
લસણ
જ્યારે લાગે કે પેટ ફુલવા લાગ્યું છે, પીડા થઈ રહી છે અને ગેસ નીકળવાથી પણ મુશ્કેલી થઈ રહી છે, તો તમારા આહારમાં લસણ લેવાનું શરુ કરો અને ધીરે-ધીરે તેનું પ્રમાણ વધારો. તે તમારી પાચન શક્તિને વધારશે અને આંતરાડામાં ફસાયેલા બેક્ટેરિયાને બહાર કાઢશે.
ફુદીનો
પેટના ગેસને સાફ કરવાનો સૌથી સારો ઈલાજ છે ફુદીનો. તેને તમે ચા બનાવતી વખતે પણ ઉપયોગમાં લઈ શકો છો, ચા બનાવવા માટે સૌથી પહેલા પાણીમાં ફુદીનાના 2-3 પત્તા નાખીને પાણીને ઉકાળો. આ પછી ચા, ખાંડ અને અન્ય સામગ્રીઓ નાખો. આવી ચા પીવાથી આરામ મળશે.
આદુ
આદુ એક એવી ખાદ્ય સામગ્રી છે જે પેટ અને આંતરડાં સાથે જોડાયેલી અગણિત મુશ્કેલીઓનો એકમાત્ર ઈલાજ છે. તેને ચામાં નાખીને ઉકાળો અથવા તો જમતી વખતે તેનો ઉપયોગ કરો. 2-3 દિવસમાં જ પેટ ફુલવાની સમસ્યાનો અંત આવી જશે.
આ વાતનું ખાસ ધ્યાન રાખો
કલાકો સુધી એકની એક જગ્યા પર બેસવાનું ઓછું કરી દો, થાડો સમય બેઠા પછી એક ચક્કર મારી આવો, ઠંડું નહીં સામાન્ય પાણી પીઓ અને પેટના ગેસને શરમ રાખ્યા વગર છોડવાનું શરુ કરી દો, કારણ કે ગેસને રોકવાથી મુશ્કેલી વધી શકે છે.
સાવધાન
ઉપર જણાવેલી લસણ, આદુનો ઉપયોગ તમારા શરીર માટે સુરક્ષિત છે કે નહીં તે વાતનો તમને ખ્યાલ હોવો જોઈએ. કેટલાક રોગોમાં આદુના વધુ પ્રમાણમાં સેવનથી જોખમ વધી શકે છે.