છેલ્લા કેટલાક દિવસ થી ચાલતો મહારાષ્ટ્ર સરકાર નો મુદ્દો આજે ઉકેલાય ગયો છે. ભાજપ એ એન સી પી સાથે મળી ને સરકાર રાચાવી લીધી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટો ઉલટેફેર આવતા ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન તરીકે બીજી વખત શપથગ્રહણ કરશે. અત્યાર સુધી શિવસેના એનસીપી અને કોંગ્રેસ સરકાર રચશે તેવી વાતો હતી.
તેની જગ્યાએ ફડણવીસે શપથ લેતા રાજકીય ઈતિહાસમાં ખળભળાટ મચી ગયો છે. એનસીપીના શરદ પવારે છેલ્લી ઘડીએ પલટી મારતા ભાજપના બેડામાં ચાલ્યા ગયા હતા. આ સાથે જ અજીત પવાર હવે ડેપ્યુટી સીએમ બન્યા છે. ત્યારે હજી એવી અફવાઓ ઘર કરી રહી છે કે ફળવણીસ ની જગ્યાએ અન્ય કોઈ પણ સીએમ પદ માટે શપથ લઈ શકે છે. ત્યારે આ વ્યક્તિ એનસીપી નો હોય શકે છે.
અહીં માત્ર મોદી સાથે ની એકજ મુલાકાત એ ગઠબંધન રચી દીધું ત્યારે કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઈનો સગો હોતો નથી. એક રાતમાં એવું શું થયું કે મહારાષ્ટ્રના રાજકારણના તમામ પાસાઓ ઉલ્ટા પડી ગયા.
અત્યાર સુધી હાસ્યામાં ધકાયેલી અને કોઈ પણ પ્રકારના નિવેદનો ન આપી રહેલી ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ મોટો દાવ રમી લેતા એનસીપી સાથે ગઠબંધન કરી લીધું અને મહારાષ્ટ્રમાં બીજી વખત દેવેન્દ્ર ફડણવીસની સરકાર બનસે ત્યારે હજી પણ એવા એંધાણ મળી રહ્યા છે કે ફળવણીસ સિવાય અન્ય કોઈ વ્યકતિ પણ હજી સીએમ પદ માટે શપથ લઈ શકે છે. ત્યારે હવે આ વાત પર જાજો વિશ્વાસ કરી શકાય નહીં.
મહારાષ્ટ્ર એટલે બાલા સાહેબ ઠાકરે નું ગઢ એ બાલા સાહેબ જેને મળવા મોટા મોટા અધિકારીઓ પણ ખુદ ઘરે આવતા. પરંતુ બાલા સાહેબ ના મૃત્યુ બદાજ આ ગઢ માં ગાબડું પડી ગયું. ત્યારબાદ આવખતે એ પણ સાબિત થયું કે બાલા સાહેબ અને ઉદ્ધવમાં આભ જમીન નો ફેર છે.
જ્યારે મોદી સરકારને મળવા માટે શરદ પવાર પહોંચ્યા હતા ત્યારે જ એ વાતની ચર્ચાઓ થઈ રહી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચે મોટી ખીચડી રંધાય છે. પણ કોઈ પણ પક્ષે બોલવાનું ટાળ્યું હતું જે પછી આજે સવારમાં જ કોંગ્રેસ અને શિવસેનાની ઉંઘ હરામ કરતી ખબર આવી અને મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીની સંયુક્ત યુતી સરકારનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે વર્ષો જૂનો ભાજપ અને બાલા સાહેબ નો સબંધ પણ તૂટી ગયો છે.
ઘણા બધા મુદ્દા ઓ બાદ અંતે આજે એવાત સ્પષ્ટ થઈ જ ગઈ કે હવે મહારાષ્ટ્ર માં રાષ્ટ્રપતિ શાસન નહીં થાય અને સાથે સાથે જ ભાજપ સરકાર માં મેન રોલ પર છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે તો બીજી તરફ શરદ પવારના ભત્રીજા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા છે.
જેથી એક મહિનાથી ચાલતી રસ્સા ખેંચનો આખરે અંત આવ્યો છે. સૌથી મોટું દુખ શિવસેનાને જ થયું છે. કારણ કે અત્યાર સુધી સરકાર બનાવવાની કસરત કરી રહેલી શિવસેનાના હાથમાં કશું નથી આવ્યું. ઉપરથી કોંગ્રેસનું મૌન પણ ઘણું બધું કહી જાય છે કારણ કે કોંગ્રેસમાં જ અંદરખાને ઘણા એવા લોકો હતા જે શિવસેના સાથે સરકાર બનાવવાનું હાઈકમાન્ડને ના કહી રહ્યા હતા. ત્યારે હવે સરકાર ભાજપ અને એનસીપી રચશે તે વાત નક્કી જ થઈ ગઈ છે અને હવે શિવસેના નાં હાથે કસું આવ્યું નથી.