બાળકો ને પ્લાસ્ટિકની બોટલમાં દૂધ પીવડવાનું જોખમી કેમ છે?

કેટલા લોકો પોતાના ઘરમાં નવજાત કે થોડા મહિના ના બાળક ને બોટલથી દૂધ પીવડાવે છે. એમ કાઈ નવી વાત નથી. બાળક ને ભુખ લાગી નથી કે એને બોટલમાં દૂધ પીવડાવામાં આવે છે. જેવું બાળકનું પેટ દૂધથી ભરાય જાય છે એટલે એ હળવેથી હસીને સુઈ જાય છે. જે પણ ઘરમાં નાનકડું બાળક હોઈ ત્યાં આ દ્રશ્ય કોઈ મોટી વાત નથી.

પણ શુ તમે વિચાર્યું છે કે દૂધની આ બોટલ તમારા બાળક માટે કેટલું ઘાતક સાબિત થઈ શકે છે? કેવી રીતે ચાલો જાણીએ.

બાળક માટે ઝેર છે આ પ્લાસ્ટિકની બોટલ!

તમે વિચારી રહ્યા હશો કે આજ સુધી આપડે પ્લાસ્ટિકની બોટલ નો ઉપયોગ કરતા આવી રહ્યા હતા. અના પેલા કોઈ મુશ્કેલી આવી નોહતી આજે અચાનક બાળકોની આ પ્લાસ્ટિકની બોટલ ચર્ચાનો વિષય કેવી રીતે બની ગઈ?

ખરેખર, અમેરિકામાં એક શોધમાં મળી આવ્યું છે કે આ નુકશાનકારક છે આવું એટલા માટે કે આ બોટલ ‘બિસફેનોલ એ’ થી બનેલી છે. આનો ઉપયોગ એટલા માટે થાય છે કે, કારણ કે ખાવા કે પીવા ના સામાનમાં બેક્ટેરિયા ના લાગે. આના ઉપયોગથી અંદર પ્લાસ્ટિકમાં મુકેલો સામાન જલ્દી ખરાબ થતો નથી તેમ છતાં, શોધમાં એ પણ મળ્યું છે કે આ માણસો માટે અસુરક્ષિત છે!

આ રિપોર્ટના આવ્યા પછી, અમેરિકા ની 6 મોટી કંપનીઓ, જે આ બોટલને બનાવતી હતી. એના પર ગાજગીરી એમને આ પ્રયોગ પણ બંધ કરવો પડ્યો.

આ હકીકત એ વાત ને સંકેત આપે છે કે આ કેટલો ચિંતાજનક મુદ્દો છે. અને એમ પણ જ્યાં વાત બાળકો સાથે જોડાયેલી હોય, તો જોખમ ના ઉઠાવીએ એજ સારું હોય છે. છેવટે, આજ નું બાળક જ કાલનું ભવિષ્ય છે. એવામાં એને એક સ્વસ્થ જીવન આપવુ એ આપડી જવાબદારી છે.

કઈ બલાનું નામ છે ‘બિસફેનોલ એ’…

જો આપડે એક દમ સરળ શબ્દોમાં, બિસફેનોલ એ ને સમજવા માંગીએ છે તો, આ એક કેમિકલ હોઈ છે. પૉલિકાર્બોનેટ પ્લાસ્ટિક બનાવામાં આ કેમિકલ કામ આવે છે. લાંબા સમયથી આનો ઉપયોગ પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુમાં થઈ રહ્યો છે.

આ પ્લાસ્ટિકને મજબૂત અને સોલિડ બનાવે છે અને એમાં મુકેલા ખાવાની વસ્તુ ને બેક્ટેરિયાથી દુર રાખે છે. આ પૂરતા કિંમત માં હોઈ છે, એટલાં માટે સામન્ય રીતે ઘરમાં વપરાશની વસ્તુઓ આનાથી બને છે.

આ જ કારણ હોઈ છે કે બજારમાં જલ્દીથી વેચાય જાય છે. ખાવા-પીવાની નાનામાં નાની વસ્તુને મુકવા આજકાલ આના બનેલા કન્ટેનરનો ઉપયોગ થાય છે. એજ, સ્વાસ્થ્ય વિષેશકો માટે સૌથી મોટી ચિંતાની વાત છે કે આ સામાન્ય લોકોના જીવનથી જોડાય ગયું છે. એ લોકો ને ના તો કે છે, તે છતાં પણ લોકો એનો ઉપયોગ કરે છે.

અમેરિકા ના સેંટર ફોર્ ડિઝીજ કંટ્રોલ અને પ્રિવેશન ના મુજબ, બિસફેનોલ એ નો ઉપયોગ ના ફક્ત સ્વાસ્થ માટે, પરંતુ પર્યાવરણ ને પણ નુકસાન પહોંચાડે છે, આ એટલું ઘાતક છે કે ત્યાં પરેશાનીઓ ઉભી કરી દે છે. એટલા માટે આનાથી દુરી બનાવી રાખવી એજ સૌથી સારો ઉપાય છે.

દૂધ અને પ્લાસ્ટિકનો સાથ સારો નથી!

હવે તમે વિચારી રહ્યા છો કે તમે તો પ્લાસ્ટિકની બોટલ રોજ સાફ કરીને બાળક ને આપો છો, સરસ સાફ થયા પછી પણ બાળક ને નુકશાન કેવી રીતે પહોંચાડી શકે? ખરેખર, જ્યારે આપડે બોટલમાં દૂધ નાખીએ છે, તો બિસફેનોલ એ એમના થોડા અંશ છોડી દે છે. દૂધમાં ભળવાથી બોટલમાંથી એની જાતે કેમિકલ નીકળવા લાગે છે.

વાત ત્યારે વધારે ગંભીર બને છે, જ્યારે આપડે ગરમ દૂધ બોટલમાં નાખીએ છીએ. ગરમ દૂધ નું તાપમાન વધારે હોય છે, જેના કારણે કેમિકલ એના અંશ વધારે માત્રામાં છોડે છે. એવામાં તમારૂ બાળક પૉલિકાર્બોનેટ પ્લાસ્ટિક માં કઇ ખાય કે પીવે છે. તો એ આંશિક રૂપથી આ કેમિકલ ને લઈ રહ્યું છે. એના કારણે બાળકની તબિયત ખરાબ થય શકે છે. એનું શરીર કમજોર થઈ જાય છે.

જાનવરો પર ટેસ્ટથી મળેલા સંકેત…

બિસફેનોલ એ કેટલું ખતરનાખ છે એ જાણવા કેટલાક વૈજ્ઞાનિકો એ પ્રાણીઓ પર ટેસ્ટ કર્યો. ટેસ્ટમાં જાણવા મળ્યું કે એની સીધી અસર હોર્મોન્સ પર પડે છે એવી જ રીતે એની અસર માણસો પર પણ પડે છે આપણા શરીરમાં રહેલી અંતઃ સ્ત્રાવી સિસ્ટમ વધારે ઉતેજીત થાય છે.

સરળ શબ્દોમાં કહીએ તો, આ સિસ્ટમ આપડા શરીર ની એ ગ્રંથીઓ માંથી બનેલી છે જે હોર્મોન્સ છોડે છે. આજ હોર્મોન્સ થી આપડા શરીરની વૃદ્ધિ, પાચનક્રિયા અને યૌનનો વિકાસ થાય છે. એટલા માટે પ્લાસ્ટિક આવવાવાળા આ કેમિકલને કારણે ના ફક્ત બાળકઓ પણ મોટા લોકો પણ નુક્શાન સહન કરે છે.

નાના બાળકોનું શરીર લડવામાં વધારે સક્ષમ નથી હોતું એટલાં માટે આને બાળકોથી હમેંશા દૂર રાખવું જોઈએ.

કેવી રીતે રહે તમારી નાનકડી જાન સ્વસ્થ..

જેની એક મુસ્કુરાહટ માટે આપડે આપણું બધું લુટાવી દેવા તૈયાર રહીએ છીએ.એના સ્વાસ્થ માટે આપડે કોઈ પણ લાપરવાહી નથી કરતા. એવામાં તમે પૉલિકાર્બોનેટની બોટલની જગ્યાએ પોલીએથેલીન કે પોલીપ્રોપલીન બોટલનો ઉપયોગ કરી શકો છો.

તમે આવી બોટલ બજારમાથી ખરીદી શકો છો. એના પર બીપીએ ફ્રી નું સ્ટીકર લાગળેલું હોઈ છે. ખરેખર કોશિશ તો એજ કરવી જોઈએ કે આ બોટલથી બચીને રેહવું જોઈએ.બજારમાં કાચની અને સ્ટેલનેસ સ્ટીલની ટલ મળે છે. એવામાં આ પ્રયોગ પ્લાસ્ટિકની બોટલેની આશા કરતા વધારે સારી છે.

છેલ્લે, આજકાલ માં પોતાના બાળકને પોતાનુ દૂધ પીવડાવાથી અચકાય છે. જ્યારે એમના દૂધની જરૂરિયાત એમના બાળકને સૌથી વધારે હોય છે. એટલા માટે કોશિશ કરવી જોઈએ કે ઓછામાં ઓછું 6 મહિના સુધી બાળકને પોતાનું જ ધાવણ આપવું જોઈએ.

તો જોયું ને તમે કેવી રીતે દૂધની બોટલ તમારા બાળક માટે ઘાતક સાબિત થઈ શકે છે. એવામાં પ્લાસ્ટિકનો ઉપયોગી ઓછો કરવો જોઈએ. ના ફક્ત બાળકો માટે, પણ આખા પરિવારના લોકોએ આ પ્રયોગથી બચવું જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાથી આપડે આપડી સાથે સાથે પર્યાવરણને પણ બચાવી શકીએ છે.

Write A Comment