ભારત અત્યાર સુધીમાં વિશ્વનું સૌથી મોટું લોકશાહી છે. ભારતના રાજકારણમાં મહિલાઓને પણ ઘણા બધા અધિકાર હોય છે. શું તમે જાણો છો કે ભારતમાં અત્યાર સુધીમાં કેટલી મહિલાઓ મુખ્યમંત્રી બની છે ? તમે ભારતના તે તમામ મહિલા મુખ્યમંત્રીથી સંબંધિત તથ્ય અહીં તમે જાણી શકશો. ભારતમાં આજે પણ એવા ઘણા રાજ્યો છે જ્યાં કોઈ મહિલાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યુ નથી. જો કે, ઘણા રાજ્યોમાં, મહિલાઓએ રાજકારણમાં પોતાનું નામ ખૂબ ઉચ્ચ સ્તર સુધી લઈ ગયા છે.
સુચેતા કૃપાલાની
શ્રીમતી સુચેતા કૃપાલાની ઉત્તરપ્રદેશની પ્રથમ મહિલા અને દેશની પ્રથમ મહિલા હતી જેણે મુખ્યમંત્રી પદની ગાદી સંભાળી હતી. સુચેતા કૃપાલાની કોંગ્રેસ પાર્ટીના નેતા હતા.સુચેતા કૃપાલાનીએ પણ આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. સુચેતા કૃપાલાનીએ ઓક્ટોબર 1963 થી માર્ચ 1967 સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું.
નંદિની સતપતિ
નંદની સત્પથી દેશની બીજી મહિલા મુખ્યમંત્રી હતી. નંદિની 1973 માં ઓડિશામાં મુખ્યમંત્રી બન્યા હતા.તેવો 3 વર્ષ સુધી ઓડિશાના મુખ્યમંત્રી રહ્યા.નંદિની કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા .
શશિકલા કાકોડકર
શશિકલા કાકોડકર ગોવા રાજ્યની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા્ શશિકલા કાકોડકર મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી સાથે સંકળાયેલા હતા.શશિકલા કાકોડકર 1973 માં મુખ્યમંત્રી બન્યા હતા. શશિકલા કાકોડકર 1979 સુધી ગોવાના મુખ્યમંત્રી રહ્યા .તે દેશની પ્રથમ બિન-કોંગ્રેસ મહિલા મુખ્યમંત્રી હતી.
અનવરા તૈમૂર
અનવરા તૈમૂર ડિસેમ્બર 1980 માં ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી બન્યા.તૈમૂર લગભગ એક વર્ષ આસામના મુખ્યમંત્રી રહ્યા.અનવરા તૈમૂર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા.
જયા જયલલિતા
જયા જયલલિતા 1991 માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા.બાદમાં તે ઘણી વખત મુખ્યમંત્રી બન્યા. જયલલિતાને એક મજબૂત નેતા માનવામાં આવતા હતાં. જયલલિતાને એમ.જી.રામચંદ્રનના અનુગામી માનવામાં આવતા હતા .જયલલિતા એક ફિલ્મ અભિનેત્રી પણ હતી.
માયાવતી
માયાવતી દેશની પ્રથમ દલિત મહિલા છે જે મુખ્યમંત્રી બની હતી.માયાવતી બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ હતી.માયાવતી ઘણી વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બની. માયાવતી કાંશીરામની અનુગામી માનવામાં આવે છે. માયાવતીનો પક્ષ બીએસપી માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ છે.
રાજીન્દર કૌર ભટ્ટલ
રાજેન્દ્ર કૌર ભટ્ટલ પંજાબની પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતી.રાજીન્દર કૌર ભટ્ટલ કોંગ્રેસ પાર્ટીના નેતા હતા.તે ટૂંકા સમય માટે 1996 માં પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા.
રાબડી દેવી
રાબડી દેવી બિહારની પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતી. 1997 માં રાબડી દેવી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા.રાબડી દેવી અગાઉ રાજકારણમાં સક્રિય નહોતી.ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવ આરોપી બન્યા બાદ લાલુ યાદવની જગ્યાએ રાબડી દેવી મુખ્યમંત્રી બન્યા હતા.રાબડી દેવી 1997 થી 2005 સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા.
સુષ્મા સ્વરાજ
સુષ્મા સ્વરાજ 1998 માં દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા. સુષ્મા સ્વરાજ ભાજપમાંથી મુખ્યમંત્રી બનનારી પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ હતી. સુષ્મા સ્વરાજ ઘણા દિવસો સુધી મુખ્યમંત્રી પદ પર રહી ચુક્યા છે.દિલ્હી સહિત દેશભરમાં ઉભા થયેલા ડુંગળીના સંકટને કારણે તેમની પાર્ટી દિલ્હીમાં ચૂંટણી હારી ગઈ હતી.
શીલા દીક્ષિત
શીલા દિક્ષિત 1998 માં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા, આ પછી તે સતત ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. સૌથી વધુ દિવસ મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ શીલા દીક્ષિતના નામે નોંધાયેલો છે. શીલા દિક્ષિત કોંગ્રેસ પાર્ટીની નેતા છે.
ઉમા ભારતી
ઉમા ભારતી 2003 માં મધ્યપ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં. દુર્ભાગ્યવશ, એક કેસમાં વોરંટ ઇસ્યુ થવાને કારણે બાદમાં રાજીનામું આપવું પડ્યું હતું.ઉમા ભારતી 1 વર્ષ માટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા.
વસુંધરા રાજે સિંધિયા
વસુંધરા રાજે સિંધિયા 2003 માં રાજસ્થાનની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.વસુંધરા રાજે સિંધિયા 2003 થી 2008 અને ફરીથી 2013 થી 2018 સુધી રાજસ્થાનના મુખ્યમંત્રી હતા.વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનની પુત્રવધૂ પણ રહી ચૂકી છે.
મમતા બેનર્જી
મમતા બેનર્જી 2012 માં પહેલીવાર બંગાળના મુખ્ય પ્રધાન બન્યા મમતા બેનર્જી છેલ્લા 9 વર્ષથી બંગાળના મુખ્યમંત્રી રહ્યા.મમતા બેનર્જીને અગ્નિ કન્યા કહેવામાં આવે છે. મમતા બેનર્જીએ તેમના રાજકીય જીવનમાં નોંધપાત્ર પ્રયાસો કર્યા છે. મમતા બેનર્જી અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં હતી.બાદમાં મમતાએ એઆઇટીએમસી નામની પોતાની એક અલગ પાર્ટી બનાવી. મમતા બેનર્જીએ 30 વર્ષ જૂની વામ મોરચાની સરકારને દૂર કરીને સત્તા સંભાળી.
આનંદીબેન પટેલ
આનંદી બેન પટેલ વર્ષ 2014 માં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ આનંદી બેન પટેલે ખાલી પડેલી જગ્યા ભરી. વર્ષ 2017 સુધી તે મુખ્યમંત્રી રહ્યા. પછી તેમને રાજપાલ બનાવવામા આવ્યા હતા