અત્યારના ચાલી રહેલા ક્રેજમાં યુવકો અને યુવતીઓ સારા અભ્યાસ અને કરિયર માટે વિદેશ જઈ રહ્યા છે. જ્યારે આજે અમે એક એવા દંપતી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે વિદેશની સારા પગાર વાળી નોકરી છોડીને તેમના વતને પરત આવી સાદું અને સરળ જીવન જીવી રહ્યા છે.
આ દંપતીનું નામ ભારતી રામદે ખૂટી છે. આ યુવા દંપતીએ તેમના વિદેશના સારા જીવનને છોડીને તેમના વતને પરત આવી ગયા છે અને તેમના વતને પરત આવીને ખેતી કરવાની શરૂ કરી હતી, આ દંપતી છેલ્લા ઘણા વર્ષોથી લંડનમાં રહેતા હતા.
રામદે અને ભારતી લંડનમાં ખૂબ વૈભવી જીવન જીવી રહ્યા હતા, હાલમાં ભારતી અને રામદે છેલ્લા થોડા સમયથી પોરબંદરના બેરણ ગામમાં રહેતા રહે છે. આ દંપતી ખેતીની સાથે સાથે ગાયો અને ભેંસોને પણ રાખે છે, રામદે ખૂટી 2006 માં નોકરી માટે પહેલા ઇંગ્લેન્ડ ગયા હતા, ત્યારબાદ બે વર્ષ બાદ તેમના વતન પરત આવી ભારતી સાથે લગ્ન કર્યા હતા. +
તે સમયે ભારતી એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો કોર્સ કરતી હતી, તેથી ભારતી લગ્ન બાદ તેનો અભ્યાસ પૂરો કરવા માટે વર્ષ 2010 માં લંડન ગઈ અને ત્યાં જ ડિગ્રી મેળવીને નોકરી કરવાની શરૂ કરી હતી, ત્યારબાદ ભારતી અને રામદેએ એક દીકરાને જન્મ આપ્યો.
રામદેને તેના વતને રહેતા માતાપિતાની ચિંતા થતાં તેમની સાર સંભાળ રાખવા માટે વતને પરત આવવાનું નક્કી કર્યું હતું, તેથી આજે આ દંપતી તેમના પરિવારના લોકોની સાથે રહીને ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને તેમનું જીવન સુખેથી જીવી રહ્યા છે. તેઓ પોતાની જીવનશૈલીના વિડિયો બનાવીને યૂટ્યૂબ ચેનલ પણ ચલાવી સારી એવી આવક મેળવી રહ્યા છે.