રવીન્દ્ર જાડેજા: સર જાડેજાના ચાહકો દેશ અને દુનિયામાં દરેક જગ્યાએ છે. પરંતુ ભાગ્યે જ તમામ ક્રિકેટ ચાહકો એ હકીકતથી વાકેફ હશે કે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. તેના પિતા સુરક્ષા ગાર્ડ હતા, જ્યારે તેની માતા નર્સ હતી. તે પહેલા સરકારી ક્વાર્ટરમાં રહેતો હતો, પરંતુ તેની સખત મહેનત અને દૃઢ નિશ્ચયને કારણે જાડેજા ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક બન્યો.
એમએસ ધોની: ચેન્નાઈ સુપર કિંગ્સના અન્ય ખેલાડી અને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આ યાદીમાં સામેલ છે. 2011 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનો રસ્તો એટલો સરળ નહોતો કારણ કે તેના પિતા પીચ ક્યુરેટર હતા જે ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ટિકિટ કલેક્ટર બને. પિતાના સપનાને સાકાર કરવા માટે ધોનીએ રેલવેમાં નોકરી પણ કરી હતી.
ભુવનેશ્વર કુમાર: ક્રિકેટ ચાહકો માટે ‘ભુવી’ નામ જ કાફી છે. ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પોતાના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેની પાસે ક્રિકેટ રમવા માટે યોગ્ય શૂઝ પણ નહોતા. જો કે, તેના પિતા અને તેની બહેને હંમેશા તેને ટેકો આપ્યો અને હવે તે વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંનો એક છે. તે BCCI સાથેના વાર્ષિક કરારથી ઘણી કમાણી કરે છે.
ઈરફાન અને યુસુફ પઠાણ: પઠાણ ભાઈઓ ભારત માટે રમતા તે પહેલા તેમના પિતા 250 રૂપિયાના પગાર પર કામ કરતા હતા. પોતાના પુત્રોના સપના સાકાર કરવા માટે પઠાણના પિતા જૂના ચંપલ લાવતા અને પોતે સીવતા અને પુત્રોને આપતા. પઠાણ બંધુઓ ટી-20 વર્લ્ડ 2007ની ચેમ્પિયન ટીમના સભ્ય રહી ચૂક્યા છે.
હરભજન સિંહ: હરભજન સિંહ, જે ટર્બનેટર તરીકે પ્રખ્યાત છે, તે રમતના ત્રણેય ફોર્મેટમાં સૌથી સફળ ભારતીય બોલરોમાંથી એક છે. આંતરરાષ્ટ્રીય મંચ પર મોટું નામ બનાવતા પહેલા ભજ્જીએ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો. એકવાર વીરેન્દ્ર સેહવાગે ખુલાસો કર્યો હતો કે પરિવારની આર્થિક સ્થિતિને કારણે હરભજન સિંહે ટ્રક ડ્રાઈવર બનવાનું વિચાર્યું હતું. પરંતુ, આખરે તેનું નસીબ અને મહેનત રંગ લાવી.