ગુજરાત માં દારૂબંધી હોવા છતાં પણ ઠેર ઠેર જગ્યાએ ચોરી છૂપી વિદેશી દારૂ મળી રહ્યો છે ત્યારે આજે ઓનલાઈન વિદેશી દારૂ ની હેરાફેરી સામે આવી છે. આ યુવક એ જે રીતે અહીં દિમાગ વાપર્યું છે તે જાણીને તમે પણ ચોંકી જશો.ગુજરાતમાં દારુબંધી તો હવે માત્ર નામની રહી છે. ગુજરાતના લોકો વાર તહેવારો અઢળક દારૂ પી જાય છે, અથવા અહીં પીવા ના મળે તો તેઓ દીવ-દમણ આબુ કે ગોવા જઇને પોતાના શોખ પુરા કરતા હોય છે.
ત્યારે રાજ્યમાં અનેક વખત બુટલેગરો દારૂ સંતાડવાના અનેક જુગાડો કરતા પોલીસના હાથ ઝડપાઇ ગયા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને કાયદાના ભયના કારણે બુટલેગરોને થોડો ભય તો લાગ્યો છે, પરંતુ તેઓ અવનવા જુગાડ કરીને પોલીસથી બચવા માટે પ્રયત્નો કરતા હોય છે. ત્યારે આજે આ નવો જુગાડ સામે આવ્યો છે જેમાં બુટલેગર એ લોકોને હોમ ડીલેવરી આપવાની શરૂઆત કરી છે. આ વાત નવાઈ લાગે તેવી છે પરંતુ અહીં બુટલેગર ઝોમેટો દ્વારા દારૂની હોમ ડીલેવરી કરતો હતો.
આટલો મહાન જુગાડ કરનાર આ બુટલેગર એ આટલી બુદ્ધિ બીજી જગ્યાએ વાપરી હોત તો સારું. દિવસે દિવસે દારૂનિતશકરી વધું માં વધુ થઈ રહી છે ત્યારે સરકાર પણ ચૂપ છે. દારુની બોટલો લઈને નીકળેલા યુવકને દારુની 6 બોટલો સાથે પોલીસે પકડ્યો હતો. યુવક Zomatoની ફૂડ બેગમાં દારૂની હેરાફેરી કરતો હતો ત્યારે ઝડપાઇ ગયો હતો.
યુવકને ઝડપ્યા બાદ પોલીસ આગળની તપાસ કરી રહી છે. યુવક દારૂ ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. યુવક આ અંગે માહિતી આપવાની ના પાડે છે. સચ્ચાઈ જોવા જઈએ તો ગુજરાતમાં દારૂબંધી કેવું કસું છે જ નહીં. અહીં ચૂંટણીમાં ખુલ્લે આમ રાજનેતા ઓના કાર્યકરો દ્વારા દારૂ નો સપ્લાય થાય છે. ત્યારે હવે કોઈ અન્ય માણસને કહેવાનું કાઈ રહેતુ જ નથી.
દિવસે જેમ જેમ વિતે છે તેમ તેમ સરકાર પણ ભૂલી ગઈ છે કે ગુજરાત માં દારૂબંધી જેવો કોઈ કાયદો છે. ઠેર ઠેર જગ્યાએ વિદેશી દારૂ માડી આવે છે ત્યારે સરકાર કાઈ કેહવા તૈયાર નથી. પોલીસના હાથે દારૂની 6 બોટલ સાથે ઝોમેટોનો ડિલિવરીમેન ઝડપાતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
રાજકોટ પોલીસે ગોપાલ ચોક નજીકથી આરોપી મિલન ગરેજા નામના શખ્સને ઝડપ્યો હતો. યુવક અગાઉ પણ 7 વર્ષ પહેલા દારૂના ગુનામાં ઝડપાયો હતો. ત્યારે હવે આ યુવક ને કડક પગલે સજા આપવાનું પોલીસ એ કહ્યું છે. અગાવ પણ એક ઝોમેટો યુવક દારૂ ની તશકરી કરતાં પકડાયો હતો જે આવી જ રીતે દારૂ ની હોમડીલેવરી કરતો હતો.