શોધકર્તાઓએ કહ્યુ કે 45વર્ષની ઉંમર પછી લોકોની શારીરિક ગતિ સાથે સાથે ચાલવાની ગતિ પર પણ પ્રભાવિત થાય છે.
ઘણી વાર જોવામાં આવ્યુ છે કે વધતી ઉંમર સાથે વ્યક્તિના શારીરિક ગતિવિધિઓ પર પણ અસર દેખાવાનું શરૂ થઈ જાય છે 45 વર્ષના લોકોના ચાલવાની ગતિનો અભ્યાસ કરીને શોધકર્તાઓએ તેના પાછળ રહેલા કારણની તપાસ કરવાનો દાવો કર્યો છે શોધકર્તાઓએ કહ્યુ કે 45વર્ષની ઉંમર પછી લોકોની શારીરિક ગતિ સાથે સાથે ચાલવાની ગતિ પર પણ પ્રભાવિત થઈ જાય છે કારણ કે ચાલવાની ગતિનો સંબધ આપણાં મગજ થી હોઈ છે.જો આપણી ચાલ પ્રભાવિત થઈ રહી છે તો એનો મતલબ એ છે કે આપણાં મગજની ઉંમર વધી રહી છે.
આ અભ્યાસ કરનાર શોધકર્તાઓમાં અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના શોધકર્તાઓ પણ શામેલ હતા,અભ્યાસ કરતાં શોધકર્તાઓએને જાણવા મળ્યું કે ધીમી ગતિ થી ચાલવાવાળા લોકોને ફેફસાં ,દાંત અને ઈમ્યુન સિસ્ટમ પણ વધારે ચાલવા વાળા લોકોને મુકાબલે ધીમું હતું ,જામા નેટવર્ક ઓપન નામના જનરલમાં પ્રખ્યાત થયેલા એક અભ્યાસ મુજબ વૃદ્ધ દર્દીઓને સામાન્ય રીતે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ નાની વયે આવી મુશ્કેલીઓમા ફસાઈ રહેવું ચિંતાજનક છે.
લગાવી શકાય છે પૂર્વાનુમાન(આગાહી).
શોધકર્તાઓએ કહ્યું કે ન્યુરોકોગ્નેટીવ પ્રયોગ દ્વારા, તે શોધી શકાય છે કે ભવિષ્યમાં કયા લોકની ચાલવાની ગતિ ઓછી થઈ શકે છે. તેમને કહ્યું કે વ્યક્તિના આઈક્યુ સ્તર ,ભાષા સમજવી તથા નિરાશા સહન કરવાની ક્ષમતા મોટર કુશળતા અને ભાવનાઓના નિયંત્રણનો અભ્યાસ કરીને એ જાણી શકાય છે કે 45 વર્ષની વયમાં એમની ચાલવાની ગતિ કેવી હશે.
સમય પહેલા મોતની આશંકા.
આ અધ્યયનના વરિષ્ઠ લેખક અને ડ્યુક યુનિવર્સિટીના શોધકર્તાઓએ ટેરી ઇ. મોફિટે કહ્યું કે, “ડોક્ટરો જાણે છે જે લોકો ધીમી ગતિએ ચાલનારા લોકોની, ઝડપી ગતિએ ચાલનારા લોકોની તુલના કરતા વધુ ઝડપથી મૃત્યુ થાય છે.” પરંતુ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ જન્મથી તરુણાવસ્થા તરફ ધીરે ધીરે આગળ વધે છે અને જો તે તેની ટેવ છે, તો આંશકા વધારે રહે છે કે તેનું મૃત્યુ સમયથી પૂર્વે થઈ જશે.
આવી રીતે પડે છે ચાલ પર અસર.
આ અધ્યયને લીધે ન્યુઝિલેન્ડના ડ્યુનેડિનમાં એક વર્ષ દરમિયાન જન્મેલા આશરે 1000 લોકોના ડેટાની તપાસ કરી અને 904 સહભાગીઓની તપાસ કરી, જેમની ઉંમર 45 વર્ષની છે.આને લીધે, તેના જીવનમાં શારીરિક-માનસિક બદલાવને જુદુ કરવામાં આવ્યું. શોધખોળોએ જણાવ્યું હતું કે આ અધ્યયન જણાવે છે કે ધીમી ગતિ લોકોમાં મગજનું પ્રમાણ ઓછું છે અને મુખ્ય કોર્ટિકલની જાડાઈ પણ ઓછી હોઈ છે, જેની અસર તેમની ચાલવાની ગતિ પર થાય છે.