હાથથી જમવાનું એ આપણા ઘરડા લોકો આપણાને શીખવાડી ગયા પણ ફેશનના આ જમાનામાં અનુકરણ લોકોનું કરતા કરતા આપણે ક્યારે ચમચીથી ખાતા શીખી ગયા એજ ના ખબર પડી તો આજે જાણો ચમચીથી નહિ પણ હાથથી કેમ જમવું પડશે.
શા માટે હાથેથી જમવું વધુ સારુ?
આપણે ઘણીવાર ભારતને ‘Incredible India’ કહીને ઉદ્દેશીએ છીએ પરંતુ શું ખબર છે શા માટે આવું કહીએ છીએ. જો અમે તેનું રીઝન તમને કહેશું તો તમને લાગશે કે શું વાત કરો છો આવું થોડું હોય. પરંતુ એવું જ છે. તમે માનો કે ન માનો આપણી દરેક રીત અને પરંપરામાં સાયન્સ જોડાયેલ છે. જેમ કે આપણે સહજ રીતે જ હાથેથી ખાવા માટે ટેવાયેલા હોઈએ છીએ. મોટા ભાગે આપણે ક્યારેય ફરજીયાત ન બને ત્યાં સુધી ચમચીથી ખાતા નથી.
સાયન્સ પણ કહે છે હાથેથી ખાવું જોઈએ
હાથેથી ખાવા પાછળ પણ સાયન્સ જોડાયેલું છે જે હવે એક રીસર્ચ પેપરમાં સામે આવ્યું છે. તો આપણા પૌરાણીક શાસ્ત્રોમાં પણ આ અંગેનો ઉલ્લેખ જોવા મળે છે. શાસ્ત્રો કહે છે કે હાથેથી ખાવાથી શરીરમાં રહેલા ચક્રોને ફાયદો થાય છે. તેમજ બ્લડ સર્ક્યુલેશનમાં પણ ફાયદો મળે છે. તમે જો આ પ્રેક્ટિસ ન કરતા હોવ તો થોડા દિવસ ફક્ત હાથેથી ખાવાનું રાખો તમને ફેરફાર તરત અનુભવાશે.
હાથેથી ખાવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે
જો તમે ફિટનેસ પાછળ દિવાના હોવ તો જ્યારે તમને હાથેથી જમો છો ત્યારે તમારા હાથના મસલ્સને એક્સર્સાઇઝ મળે છે અને તેનાથી તમારુ બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે.
ફૂડ સાથેનું સેન્સ્યુઅલ કનેક્શનને વધારે છે
જો તમને હાથેથી જમશો તો તમને ખ્યાલ આવશે કે ફૂડ અને તમારી વચ્ચે એક કનેક્શન બંધાઈ રહ્યું છે. જાણીતા ન્યુટ્રિશનિસ્ટ લ્યુક કોટિન્હોના જણાવ્યા મુજબ ‘હાથેથી ખાવાથી તમારા અને ફૂડ વચ્ચે એક કનેક્શન બંધાશે જેનાથી તમે સમજાદીપૂર્વક ખાશો.’
ખોરાકના પાચનમાં મદદ
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જ્યારે તમે હાથેથી ખાવ છો ત્યારે અજાણતા જ તમારા હાથ યોગ મુદ્રામાં વળે છે. જેના કારણે તમારા શરીરમાં રહેલી પ્રાણ શક્તિ એક્ટિવ થાય છે. તેમજ તમે જ્યારે ફૂડ ટચ કરો છો ત્યારે તમારા હાથમાં રહેલા સંવેદન તંતૂઓ મગજને સિગ્નલ મોકલે છે અને મગજ તરત જ બોડીને પાચક રસો ઉત્પન કરવાનો આદેશ આપે છે. જેનાથી તમારો ખોરાક તરત પચી જાય છે.
આ સીધું જ તમારા ચક્રોને અસરકર્તા છે
વેદો મુજબ દરેક આંગળીઓના ટેરવા શરીરમાં આવેલા સાત ચક્રોનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી જ્યારે આપણે હાથેથી ખાઈએ છીએ ત્યારે ચક્રો એક્ટિવેટ થાય છે અને દરેક પ્રકારે આપને ફાયદો પહોંચાડે છે.
તમારી સાથે પણ આવું થયું હશે ohh..ફૂડ હોટ છે!’
સામાન્ય રીતે આપણે જ્યારે ચમચી દ્વારા કોઈ ફૂડ ખાઈએ છીએ ત્યારે તે કેટલું ગરમ છે તેનો ખ્યાલ જલ્દી આવતો નથી અને ભૂલથી જો મોંઢામાં મુકવામાં આવે તો ઘણીવાર જીભના ટિસ્યુ બળી જાય છે. જ્યારે હાથેથી ખાવાથી મગજ તરત જ તમને વધુ પડતી ગરમ વસ્તુ ખાતા રોકે છે.
કોણે કહ્યું હાથેથી ખાવું હાઈજેનિક નથી?
હવે તમને ભલે એવું લાગતું હોય કે હાથેથી ખાવું હાઈજેનિક નથી પરંતુ રીસર્ચ કહે છે કે તમારી ચોખ્ખી દેખાતી ચમચી જમવા પહેલા ધોયેલા હાથ કરતા વધુ ગંદી અને બેક્ટેરિયાવાળી હોય છે. જમતા પહેલા હાથ ધોવાથી તે સૌથી વધુ હાઈજેનિક બની જાય છે.
શાક અને રોટલી ચમચીથી ખાશો?
કોઈ એમ કહે કે શાક અને રોટલી પણ ચમચીથી ખાવ તો તમને થોડું અજુગતું લાગશે, અને ખરેખર અજુગતું જ છે. માટે જ તમારે હાથેથી ખાવાને પ્રીફર કરવું જોઇએ.
નોન-વેજ વીથ બોન્સ
જો તમને નોનવેજ ખાવ છો તો તમને ખબર હશે કે મોટાભાગની ભારતીય નોનવેજ ડીશ વીથ બોન હોય છે. જેને તમે હાથના યુઝ વગર ખાઈ જ ન શકો.
આજે પણ થાળીની જગ્યાએ પત્તા પર સર્વ થાય છે ફૂડ
ભારતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતના શહેરી વિસ્તારમાં આજે પણ થાળીની જગ્યાએ પરંપરાગત પાનની પાતળમાં જમવામાં આવે છે. હવે અહીં તો તમને ચમચીનો ઉપયોગ જ ન કરી શકો.