બીમાર થાય ત્યારે દવાઓનું લેવામાં આવે છે જેથી બીમારી મટી શકે છે. પરંતુ ઘણી વખત આપણે દવાઓ સાથે કેટલીક વસ્તુઓ ખાઇએ છીએ, જેના કારણે દવાઓની અસર ઓછી થાય છે અને બીમારી દુર થવામાં સમય લાગે છે. જો તમે કોઈ પણ પ્રકારની દવા ખાવ છો, તો દવા સાથે નીચે આપેલી વસ્તુઓ સાથે ના લેશો. આ વસ્તુઓને દવા સાથે લેવાથી દવાની અસર શરીર સુધી પહોંચતી નથી અને શરીરને દવા ખાવાથી કોઈ ફાયદો નથી થતો. દવાઓ સાથે ભૂલ થી પણ ના લેશો આ 4 વસ્તુઓ શરીરને થઇ શકે છે નુકસાન..
ડેરીની વસ્તુઓથી દુર રહો.
એન્ટીબાયોટીક્સ દવાઓની જોડે ડેરીની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે ડેરીની વસ્તુઓ એન્ટિબાયોટિક્સની અસર ઘટાડે છે. ઘણા સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે દૂધ, ચીઝ, માખણ અને ક્રીમ જેવી વસ્તુઓમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જોવા મળે છે જે દવાઓની શક્તિને ઘટાડે છે. તેથી આ મહત્વનું છે કે જે લોકો એન્ટિબાયોટિક્સ દવાઓ ખાય છે તેઓએ આ બાબતોથી દૂર રહેવું જોઈએ અને પૂરેપૂરું સારું થયા પછી જ તેને ખાવું જોઈએ.
ડાર્ક ચોકલેટ ન ખાશો.
લોકોને ડાર્ક ચોકલેટ ખૂબ જ ભાવે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી મનને શાંતિ મળે છે અને ઉંઘઆવે છે . જે લોકો બ્લડ પ્રેશરની દવા ખાય છે તે લોકોએ ડાર્ક ચોકલેટ ન ખાવી જોઈએ. બ્લડ પ્રેશરની દવા સાથે ચોકલેટ ખાવી શરીર માટે નુકશાન કરી શકે છે. આ સિવાય ડિપ્રેશનની દવાઓ લેનારા લોકોએ પણ ચોકલેટ ના ખાવી જોઈએ.
ખાટાં ફળોમાંથી રહો દૂર.
ફળો શરીર માટે સારૂ માનવામાં આવે છે. જો કે, તમે કોઈ પણ પ્રકારની દવા ખાતા હો તો તેની સાથે ખાટાં ફળો ના ખાવા જોઈએ. એવું કહેવામાં આવે છે કે દવા સાથે ખાટા ફળો ખાવાથી દવાની અસરમાં 50 ટકાનો ઘટાડો થાય છે. જેથી તમે , દવા સાથે સંતરા, દ્રાક્ષ વગેરે ખાટા ફળો ના ખાશો. ફળોની સિવાય તમારે દવા સાથે લીંબુનો રસ, અથાણું અને આમલીનું ના ખાવી જોઈએ.
કોફીને પીવો.
કોફી એન્ટિસાયકોટિક દવાઓની અસર ઘટાડવાનું કામ કરે છે અને આ દવાઓ સાથે કોફી પીવામાં આવે તો શરીરને નુકસાન થઈ શકે છે. જે લોકો એલર્જીની દવા અને આલ્બ્યુટરોલ દવા લે છે તે પણ કોફી પીશો નહીં.
ઉપર આપેલી વસ્તુઓ સિવાય દારૂ, ચા, લીંબુનું શરબત, તળેલી વસ્તુઓ ખાવાનું બંધ કરવું જોઈએ. પાણી સાથે જ દવા ખાઓ અને દવા ખાધા પછી એક ગ્લાસ પાણી પી લો. જેથી દવા પેટમાં સારી રીતે જાય. આ સિવાય જ્યારે પણ તમે કોઈ નવી દવા ખાવ તો ખાતા પહેલા,ડોક્ટરને પુછી લો કે દવાથી સાથે કઈ વસ્તુ ના ખાઈ શકો..