આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર કેટલી એક્ટિવ છે.સૌરાષ્ટ્ર માં થયેલ કમોસમી વરસાદ ને કારણે એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ વખત મેઘરાજાએ ખેડૂતો ને રોવડાવ્યા છે તાપ તડકો વેઠી રાત દી એક કરી આખા દેશ નું પેટ ભરનાર આ જગતનો તાત જ ભૂખ્યો સુઈ જતો હતો.ત્યારે સરકાર ને તેમનાં દુઃખ વિશે જરા પણ ના દેખાયું અને મુખ્યમંત્રી ની યાત્રા માં અગવડો દેખાયું.
પાક વીમા માટે ખેડૂતો ને ઘણાં પરેશાન કરાયાં ત્યારે સૌરાષ્ટ્ર નું દુઃખ માથે લઈ પાટીદાર અનામત આંદોલન ના મુખ્ય મોભરી હાર્દિક પટેલે એ સર્વ જ્ઞાતિ ના ખેડૂતો નો સાથ મેળવી ને સરકાર વિરુદ્ધ પ્રદશન કરવાનું વિચાર્યું હતું અને હાલ હવે તેમના આંદોલન ને બસ ગણતરી ના કલાક જ બાકી છે. રાજ્યમાં કમૌસમી વરસાદના લીધે ખેડુતોના પાકને થયેલાં નુંકસાનને લઈને સરકાર અને વિમા કંપનીઓ પાસે વળતરની માંગ સાથે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ હવે સરકાર અને વિમા કંપનીઓ સામે બાંયો ચડાવી છે.13 નવેમ્બર એટલે કે આવતીકાલથી હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ પર બેસશે.
હાર્દિક પટેલ સાથે 18એ આલામ ના ખેડૂતો પણ આ આંદોલન માં સાથ આપવાના છે. સમગ્ર ગુજરાતમાં ફરી એક વાર હાર્દિક નું આંદોલન જોવા મળશે.એકવાર તો હાર્દિકએ પોતાનું પાણી બતાવી દીધું છે. ત્યારે હવે ફરી એક વારો આવે તેમ લાગી રહ્યું છે. ગુજરાત ને ખબરજ છે કે હાર્દિક પટેલ શું કરી શકે છે.હાર્દિક નો પાવર ભાજપ સરકાર સારી રીતે જાણે છે.
ભાજપ ને આ આંદોલન થી ઘણી તકલીફ થાય શકે છે.તેવા એંધાણ મળી રહ્યાં છે.હાર્દિક પટેલે વળતર માટે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓ સામે એક થવા હાકલ કરી અને ખેડૂતોને આ તમામ રાજકીય પક્ષો જ્ઞાતિ-જાતિ છોડી એક ખેડૂત તરીકે જ એક મંચ ઉપર આવવાનો સમય પાક્યો હોવાનુ જણાવી ખેડુતોને એક થવા માટે હાંકલ કરતી પોસ્ટ સોશિય મીડિયા પર શેર કરી છે.હાર્દિકે અગાવ લેખિત માં સરકારને માહિતી આપી હતી અને તે મુજબ હાર્દિક સહિત આ આંદોલન કારોએ સાત દિવસ નું અલ્ટીમેટ જાહેર કર્યું હતું.હાર્દિક પટેલ સાથે અનેક ખેડૂતોએ ઉપવાસ માં બેસવાનું નક્કી કર્યું હતું.
પોતાના પાક નુકશાન નું યોગ્ય વળતર ના મળતાં તેઓએ આ પગલાં ઉઠાવ્યા છે.મારી સાથે પ્રતિક ઉપવાસમાં 7 હજારથી વધારે ખેડૂત જોડાશે અને એકથી સવા વર્ષ લાંબો સત્યાગ્રહ કરવામાં આવશે.સરકાર પાસે કરોડો રૂપિયા પડ્યા છે તો તે ખેડૂત સુધી પહોંચતા કેમ નથી.અમારો અવાજ સરકાર સુધી પહોંચશે અને સરકારે સાંભળવું પણ પડશે. સરકારે હવે કોઈ પણ સંજોગો માં ખેડૂતો ની વાત માનવી પડશે.ખેડૂતો હવે તેમના નુકશાન નું યોગ્ય વળતર ચૂકવવું પડશે.