ગરમીમાં ખાસ કરીને લોકોના પગની એડી ફાટી જાય છે. ફાટેલી એડીઓના કારણ કેટલીક વખત બીજા લોકોની સામે શરમ અનુભવવી પડે છે. તે સિવાય યુવતીઓ તેમના મનગમતા સેન્ડલ પણ પહેરી શકતી નથી. પગની સુંદરતા પરત લાવવા માટે અને એડીને મુલાયમ બનાવવા માટે યુવતીઓ કેટલાક ઉપાય કરે છે. પરંતુ તેનાથી કોઇ જ ફાયદો થશે નહીં. એવામાં તમે ઘરેલું નુસખા અપનાવીને ફાટેલી એડીઓથી રાહત મેળવી શકો છો.
એડી ફાટવાનું કારણ:
અનિયમિત ખાણીપીણી
વિટામીન ઇ ની ઉણપ
કેલ્શ્યિમ ની ઉણપ
આર્યન ની ઉણપ
પગ પર વધારે દબાણ
કપડાં ધોવાના સાબુ ની આડ અસર
ફાટેલી એડીને ઠીક કરવા માટે રાત્રે અમુક ઈલાજ કરવાથી રાહત મળે છે. એડીનાં ઈલાજ માટે કોઈ મોંઘા પેડિક્યુઅર કરવાની પણ જરુર નથી, તમને ફક્ત અમુક જ વસ્તુઓ કરવાની રહેશે જેનાથી પગ એક સ્વચ્છ અને સુંદર લાગશે. દરેકનાં ઘરમાં જ અમુક વસ્તુઓ હોય છે, જેનાં ઉપયોગથી તમારી બધી તકલીફ દૂર થઈ શકે છે.
આ રહ્યા તે ઉપાય:
લીંબુ: એડીને સાજી કરવા માટે સૌથી સારો ઉપાય લીંબુ છે, જે આપણ બધાનાં ઘરમાં હોય છે. ગરમ પાણીમાં લીંબુનો રસ નાખો અને તેમાં 10 થી 15 મિનિટ સુધી પગને તેમાં ડૂબાળીને રાખો. ત્યાર બાદ પ્યૂમિક સ્ટોન (પથ્થર જેનાંથી પગનો મેલ સાફ કરતા હોઈએ છીએ) થી પગને બરાબર સાફ કરીને પાણીથી પગને સાફ કરો અને પગમાં નારિયેળ તેલ અથવા વેસેલિન લગાવીને મોજા પહેરીને સૂઈ જાવ. રાત્રે આ ઉપચાર કર્યા બાદ સવારમાં તમને તેની ઈફેક્ટ જરૂર દેખાશે.
મીણ: મીણ ના ઉપયોગ થી પણ એડીઓ ની ડેડ સ્કિન ને રિમુવ કરી શકાય છે અને ફાટેલી એડીઓ ને ઠીક કરી શકાય છે. સાથે જ તે સ્કિન ને સોફ્ટ બનાવવા વાળી પ્રાકૃતિક મેડિસિન હોય છે અને સ્કિન માં થતાં નેચરલ ઓયલ સ્ત્રાવ ને વધારવામાં મદદ કરે છે.
થોડાક મીણ ને કટોરી માં લઇ ને પીગળાવી લો. હવે તેમાં સમાન માત્રા માં સરસવ નુ તેલ અને નારીયલ નુ તેલ મિશ્રિત કરો પછી તે મિશ્રણ ને તમારી ફાટેલી એડીઓ માં લગાવી લો અને મોજા પહેરી ને ઊંઘી જાઓ. સવારે ઉઠીને એડીઓ ને ધોઈ નાખો. એક કે બે અઠવાડિયા સુધી આ ઉપચાર રોજ કરો.