સવાલ.હું 48 વર્ષની ગૃહિણી છું છેલ્લાં બે વર્ષથી હું જ્યારે પણ કંઇક ખાઉં છું તો લાગે છે કે ભોજનનો ટુકડો ગળામાં ફસાઇ જશે મારો શ્વાસ ગૂંગળાવા લાગે છે છેલ્લા ઘણા મહિનાથી અમારા ફેમિલી ડોકટર પાસેથી દવા પણ લઇ રહી છું પરંતુ કોઇ આરામ નથી મહેરબાની કરી યોગ્ય સલાહ આપશો.એક સ્ત્રી (વલસાડ)
જવાબ.તમે ગ્લોબલ હિસ્ટેરિક્સ નામના રોગથી પરેશાન લાગો છો આ રોગ ૪૦-૫૦ વર્ષની ઉંમરની સ્ત્રીઓમાં જોવા મળે છે આનો સંબંધ ઘણુંખરું શરીરમાં લોહતત્વોની ઊણપ અને તેમાં ઉત્પન્ન એનીમિયાથી થાય છે યોગ્ય એ છે કે તમે તમારા લોહીની તપાસ કરાવો.
અને ડોકટરીસલાહ લઇ લોહતત્વયુક્ત કેપ્સ્યુલ અને વિટામિન બી કોમ્પ્લેક્સની ગોળીઓ લો સાવચેતીમાટે ડોકટર સાથે વાત કરી અન્નનળીની એન્ડોસ્કોપી તપાસ અથવા રંગીન એક્સ-રેની તપાસ કરાવવામાં કોઇ વાંધો નથી તેનાથી એ ચોક્કસ થઇ જશે કે અન્નનળીમાં ક્યાંય કોઇ અંતરાય નથી.
સવાલ.મારી ઉંમર 17 વર્ષની છે હું ઘણી શરમાળ છું.લોકો મારી મજાક ઉડાવશે એ ડર મને સદાય સતાવતો રહે છે લોકો મારી મજાક નહીં ઉડાવે એ વાતની મને ખાતરી થાય પછી જ હું તેમની સાથે વાત કરું છું મારે મારો સ્વભાવ કેવી રીતે સુધારવો હું લઘુતાગ્રંથિથી પીડાઉં છું.એક કન્યા (મુંબઈ)
જવાબ.કુદરતે કોઈ પણ વ્યક્તિને લઘુતાગ્રંથિની ભેટ આપી નથી આપણે આપણા વિચારોેને કારણે ભ્રામિક દાનવ નામે લઘુતાગ્રંથિનો ભોગ બનીએ છીએ તમારી સમસ્યા સામાન્ય છે.
તમે તેમાંથી બહાર નીકળી શકો છો દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરે એ શક્ય નથી. લોકોની ટીકા અને મજાકનો સામનો કર્યે જ છૂટકો છે એ વાત બરાબર સમજી જાવ મૈત્રીપૂર્ણ સ્વભાવ કેળવો આ કારણે લોકો તમારી સાથે વાત કરવા લલચાશે અને આ માર્ગ જ તમારી શરમ અને ડર દૂર કરશે.
સવાલ.મારી ઉંમર 31 વર્ષ છે અને લગ્નને દોઢ વર્ષ થયા છે મારા હસબન્ડ એકદમ હેન્ડસમ અને કેરિંગ છે પરંતુ સે-ક્સ દરમિયાન હું ક્લાઈમેક્સ સુધી પહોંચી શકતી નથી કારણ કે મારું ધ્યાન મારા પહેલા બોયફ્રેન્ડ તરફ જાય છે જ્યારે પણ મારા પતિ મારી નજીક આવે છે ત્યારે હું મારા બોયફ્રેન્ડની યાદોમાં ખોવાઈ જાઉં છું.શુ કરવુ.એક યુવતી(આંકલાવ)
જવાબ.તમે અત્યારે તમારા પતિ સાથે છો આ તમારી વાસ્તવિક જિંદગી છે જ્યાં તમારી સે-ક્સ લાઈફ ખરેખર સક્રિય છે તમે ભૂતકાળની યાદોમાં કેમ ખોવાઈ જવા માંગો છો?જો તમે તમારી જાતને ભૂતકાળમાંથી બહાર કાઢો અને તમારા લગ્ન જીવન અને તમારા પતિ સાથે સે-ક્સ લાઇફમાં સુધારો કરો તો વધુ સારું રહેશે.
સવાલ.મારા પતિને પોર્નની લત છે તેઓ દરરોજ પોર્ન ફિલ્મો જુએ છે અને મને સાથે જોવા માટે કહે છે આ સિવાય તે ઈચ્છે છે કે હું એ જ રીતે સે-ક્સ કરું જે રીતે તે ફિલ્મોમાં બતાવવામાં આવે છે હું ખૂબ જ પરેશાન થઈ જાઉં છું અને મારી સે-ક્સ લાઈફને બિલકુલ એન્જોય કરી શકતો નથી શું હું મારા પતિની માનસિકતા બદલી શકું?એક યુવતી આણંદ)
જવાબ.ઘણા પુરૂષો પોર્નના વ્યસની હોય છે પરંતુ મોટાભાગના પતિઓ સમજી શકતા નથી કે આનાથી તેઓ પોતાની સેક્સ લાઈફ બગાડી રહ્યા છે સારું રહેશે કે તમે તમારા પતિ સાથે બેસીને વાત કરો તેને પ્રેમથી સમજાવો જેથી તેનો સે-ક્સ પ્રત્યેનો અભિગમ બદલાય અને તમે બંને આનંદ માણી શકો.
સવાલ.મારા પિતા અને કાકા મૃત્યુ પામ્યા છે કોણ જાણે કે કેમ મારા પિતાના મકાનના રજીસ્ટ્રેશન કાગળો મારી કાકી પાસે છે મારી કાકી આ મકાન પોતાનું હોવાનું કહી અમને ધમકાવ્યા કરે છે તેમ જ મને ઘરની બહાર કાઢી નાખવાની ધમકી આપે છે હું ખૂબ જ પરેશાન છું મારી ચિંતા દૂર કરવાનો ઉપાય બતાડો. એક ભાઈ (અમદાવાદ)
જવાબ.મકાનની રજીસ્ટ્રી કોના નામની છે જો એ તમારા પિતાના નામ પર હોય તો તમે તમારા સબ-રજીસ્ટ્રારને એક અરજી કરી તેની સર્ટિફાઈડ કોપી લઈ શકો છો જે સાબિત કરશે કે આ મકાન તમારા દાદાનું છે અને એના ભાગ પડયા ન હોય તો ભાગ પાડવાનો પણ દાવોથઈ શકે છે આમ તમને બંનેને અડધું અડધું મકાન મળી જશે.આ દરમિયાન તમારી કાકી તમને ઘરની બહાર ન કાઢી મૂકે એ માટે કેસ કરી સ્ટે ઓર્ડર મેળવી લો.
સવાલ.મારી ઉંમર 27 વર્ષની છે મારું માસિક અનિયમિત છે તબીબી પરીક્ષણ કરાવતા જાણવા મળ્યું કે મને પોલિસાયસ્ટીક ઓવરીયન ડિસીઝ પીસીઓડી છે ચાર મહિનાથી હું હોમિયોપેથી દવાઓ લઉં છું આ પછી મારું માસિક નિયમિત બન્યું છે.એક મહિના સુધી મેં ગર્ભનિરોધક ગોળીઓ પણ લીધી હતી અને આ કોેર્સ પૂરો થયા પછી માસિકના આઠમા દિવસે મેં જાતીય સુખ માણ્યું હતું શું ગર્ભવતી બની શકું છું?એક યુવતી (વડોદરા)
જવાબ.તમારા ગર્ભવતી બનવાની થોડી ઘણી શક્યતા છે.કોઈ પણ ગર્ભનિરોધક પધ્ધતિની સહાય વિના સમાગમ કરવાનું કામ જોખમી તો કહેવાય જ સલામત દિવસો માત્ર ભ્રામિક છે હકીકતમાં એ સલામ છે એવા કોઈ પુરાવા નથી કેટલીક વાર સાતથી આઠ દિવસ સુધી શુક્રાણુઓ જીવંત રહી શકે છે સમય ગુમાવ્યા વિના કોઈ સારા ગાયનેકની સલાહ લો.