ફુલેલી નસો માં નસો પહોળી તથા જાડી થતી દેખાય છે. પગની નસો સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસતા નસોની દિવાલો અને પહોળાઇમાં ફેરફાર સર્જાય છે. ક્યારેક આ અસર સમગ્ર પગ ઉપર કે પગના થોડા ભાગ ઉપર પણ થઇ શકે છે. પગની પાતળી દિવાલ રૂપે આ નલિકાઓ માંથી અશુદ્ધ લોહી પાછું હૃદય તરફ જતા લોહી નિયંત્રિત કરે છે.
ફુલેલી નસ શરીરના કોઈપણ ભાગ માં થઈ શકે છે છતાં સામાન્ય રીતે બે પગ પર તેની અસર વધારે જણાય છે. કારણકે પગની નસો શરીરમાં વ્યાપક રીતે છવાયેલી હોય છે જેમાં નીચે છેડાના ભાગથી હદયમાં ઉપરના ભાગ તરફ રક્તનું વહેણ સતત થાય છે. આ નસોની રુધિરાભિસરણ ની દિશા મહદ્અંશે ગુરૂત્વાકર્ષણથી નક્કી થાય છે. જો કે લોહીના વહેણ માં કઈ પ્રકારનાં યાંત્રિક અંતરાયો ઊભા થતા નથી. વાલ્વ કે પડદામાં કોઈ ક્ષતિ સર્જાવાને કારણે નસોમાં દબાણ વધવા માંડે છે.
રક્તની માત્રા જમા થવાથી નસો ઉપસી આવે છે આખરે તૂટીને હૃદય તથા ફેફસા તરફ ખસતા ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. આવી તકલીફ પુરૂષો કરતાં સ્ત્રીઓમાં મહદ્અંશે જણાય છે. નસો ફૂલતા સોજા આવવાં, એ ફુલેલી નસની પ્રથમ નિશાની છે. તેની સાથે સ્નાયુઓમાં ખેંચાણ થતા ભારની લાગણી અનુભવાય છે. લોહી જમાં હોવાથી ખાસ કરીને રાત્રે, પ્રભાવિત પગમાં થાક લાગે છે.
ક્યારેક અમુક કેસોમાં જ્યારે દર્દી સીધો ટટાર ઉભો હોય ત્યારે હૃદય તરફ વહેતો લોહીનો સામાન્ય પ્રવાહ વિપરીત દિશા પકડે છે પરિણામે નસોનું લોહી પગના નીચેના ભાગમાં જમા થઇ જતા ચામડી જાંબુડિયા રંગની બની જાય છે. જેથી તે ફૂલેલા ખરજવા અથવા ફૂલેલા ચાંદા તરીકે ઓળખાય છે. બન્ને પ્રકારની સ્થિતિમાં અત્યંત પીડા ઉત્પન્ન થતી હોય છે.
જે લોકો સતત ઉભા રહીને કાર્ય કરતા હોય છે. જેમાં દાંતના તબીબો (ડેન્ટિસ્ટ), દુકાનમાં મદદરૂપ વ્યક્તિઓમાં અન્ય વ્યવસાય કરનાર વ્યક્તિ ની સરખામણી માં નસો ફૂલી જવાની સમસ્યાઓની વ્યાપક અસર જણાય છે. બન્ને પગની આંટી વાળીને બેસવાથી, ચુસ્ત કપડા પહેરવાથી અને વધારે પડતું બેસી રહેવાથી પણ નસો ઉપસવાને વેગ મળે છે. રૂધિરાભિસરણ માં આવી નસોની સ્થિતિ નિષ્ક્રિય બનવાના ઉપરોક્ત અનેક કારણો ઉપરાંત બીજા ઘણા કારણો અને પરિબળો મુજબ બંધકોશ, ખોટી અયોગ્ય આહારશૈલી, કસરતની આળસ અને ધૂમ્રપાન ખાસ જવાબદાર છે.
ગર્ભાવસ્થા દરમિયાન કટિપ્રદેશ અને પેટ પર દબાણ વધવાથી પણ પગની નસો ફૂલી જતી હોય છે, પરિણામે નીચેથી હૃદય તરફ જતો લોહીનો પ્રવાહ મંદ ગતિએ ચાલે છે. આવી સ્થિતિ સ્ત્રી પ્રજનન અવસ્થાના પ્રારંભિક કાળ દરમ્યાન ખાસ કરીને થાય છે. મેદ વૃદ્ધિ પણ આ તકલીફ વધારે છે.
5 થી 10 ગ્રામ મેથીના બીજ સવાર સાંજ ગોળ સાથે ભેળવીને સેવન કરવાથી ફાયદો મળે છે અને નસ (શીરા) પોતાની જગ્યા ઉપર બરોબર રહે છે. રોગીની નસ ફૂલતી રોકવા માટે મેથી ને વાટીને તેનો લેપ નસ ઉપર લગાવીને તેને કપડાથી બાંધી દેવો. ગોરવા ને કમર ઉપર બાંધવાથી નસ ના ફૂલવાથી અને જાંબલી થતી રોકવામાં લાભ મળે છે. તેનો પ્રયોગ રોજ કરવાથી નસોનું ફૂલવાનું બંધ થઇ જાય છે. લજામણી ને વાટીને બાંધવાથી શીરાસ્ફીતિ ના રોગમાં ફાયદો મળે છે. કટકરંજ ના બીજનું ચૂર્ણ એરંડિયાના પાંદડા ઉપર નાખીને ફૂલતી નસ ઉપર બાંધવાથી આ રોગ દુર થાય છે.
આ ઉપરાંત 1/2 કપ કુવારપાઠું નો ગર્ભ, 1/2 કપ કાપેલા ગાજર અને 10 ml સફરજન નું વિનેગર આ બધી વસ્તુ એક સાથે મિક્સરમાં નાખીને સારી રીતે વાટીને પેસ્ટ તૈયાર કરવી. ફુલેલી નસ વાળા ભાગ ઉપર આ પેસ્ટ ને ફેલાવીને સુતરાઉ કપડાથી ખુબ જ હળવો પાટો બાંધી દઈ સીધી જગ્યા ઉપર પીઠ ઉપર સુઈ જવું અને પગને શરીરના તળિયાથી લગભગ એક સવા ફૂટ ઉપર ઉપાડીને કોઈ આધાર વગર ટેકવી લેવા. આ સ્થિતિમાં લગભગ ત્રીસ મિનીટ સુધી સુઈ રહેવું. આ પ્રયોગ રોજ ત્રણ વખત કરવાથી ફાયદો થાય છે.