આ દુનિયામાં બધાં જ વધારેને વધારે ધન કમાવવાની ઈચ્છા ધરાવે છે એવામાં એ દિવસ -રાત મહેનત કરે છે . પરંતુ બધું કર્યા પછી તેને મનગમતું ફળ મળી શકતું નથી,એની સૌથી મોટી ખામી ભાગ્ય હોય છે.જો ભાગ્યમાં લખ્યું હોય તો માણસ મહેનત અને હુન્નર વગર પણ માલામાલ બની શકે છે.અને ભાગ્ય ખરાબ હોય તો મોટામાં મોટા કરોડપતિ પણ રોડ પર આવી જાય છે .આ સ્થિતિમાં સૌથી મોટી ભૂમિકા માં લક્ષ્મીની હોય છે.માં લક્ષ્મીને ધનની દેવી પણ કહેવામાં આવે છે.હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે જે પણ વ્યક્તિના ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય તે ઘરમાં ધન અને અન્નની કયારે પણ કમી થતી નથી. એટલુજ નહિ માં લક્ષ્મી ના આશીર્વાદથી એના ઘર માં ધનની આવક પણ વધી જાય છે.
આવામાં પ્રશ્ન એ થાય છે કે માં લક્ષ્મીને આપણા ઘરમાં કેવી રીતે બોલાવીએ,એવુ શું કરીએ કે માં લક્ષ્મી આપણા ઘરમાં આવે.આ બધાં પ્રશ્નોના જવાબ આજે અમે તમને આપવાના છે.આમ, તો માં લક્ષ્મીને ઘરમાં આમંત્રિત કરવાના ઘણાં બધાં ઉપાય છે.માં લક્ષ્મીની આરાધના કરવી,ઘરમાં સાફ-સફાઇ રાખવી,માંને સાચા મનથી યાદ કરવી,અને માંના નામના ઉપવાસ રાખવાં વગેરે… આ બધાંની સાથે એક ઉપાય એવો પણ છે કે જો તમે કરી લોતો માં લક્ષ્મી તમારા ઘરમાં જલ્દીથી પધારશે. આ ઉપાયની સાથેજ તમારા ઘરમાં મુખ્ય દરવાજા ઉપર એક ખાસ વસ્તુનો છંટકાવ કરવાનો છે.
જેમ કે તમે બધાં જાણો છો કે ઘરમાં પ્રવેશ વધારે પડતો મુખ્ય દ્રારથી થાય છે.એવામાં માં લક્ષ્મી પણ એ જ રસ્તાથી તમારા ઘરમાં પ્રવેશે છે એટલે એ બહુ જરૂરી છે કે તમારા મુખ્ય દરવાજા પર વધારેને વધારે પોઝીટીવ એનર્જી હોય ત્યાં કોઈપણ પ્રકારની નકારાત્મકતા હોવી જોઇએ નહિ.નહિંતર માં લક્ષ્મી દરવાજાથી જ પાછા વળી જાય છે.વિશ્વાસ છે કે તમે આવું નહિ થવા દો.એટલા માટે ઘરના દરવાજા પર અમારી બતાવેલી વસ્તુ છાંટવાથી બધી જ નકારાત્મકતાનો નાશ થશે અને વધારેને વધારે સકારાત્મક ઉર્જા રહેશે.આ જ પોઝીટીવ એનર્જી લક્ષ્મી માતાને આર્કષિત કરીને તમારા ઘરમાં લાવશે.
મુખ્ય દ્વાર પર કરો આ વસ્તુનો છંટકાવ. મિત્રો,તમને તમારા ઘરના મુખ્ય દરવાજા પર હળદરના પાણીનો છંટકાવ કરવાનો છે.આ પાણીને બનાવા માટે તમે સામાન્ય પાણીમાં ગંગાજળના કેટલાંક ટીપાં પાણીમાં મેળવો અને પછી એમાં થોડીક હળદર નાખી દો.જો ગંગાજળ ના હોય તો તમે હળદરને પાણીમાં ભેળવીને થોડા સમય માટે માં લક્ષ્મીની સામે મુકો પછી લક્ષ્મીજીની આરતી કરો.એ આરતી માં ને આપ્યા પછી હળદરને આપો એનાથી એ પવિત્ર થઈ જશે. પછી એને પાણીમાં ભેળવી શકીએ છીએ,મુખ્ય દરવાજા પર હળદરના પાણીનો છંટકાવ કરવાથી કાળી શક્તિઓ અને નેગેટિવ એનર્જી બન્ને તમારા ઘરથી દુર રહેશે સાથે જ ભરપુર પોઝીટીવ એનર્જીના કારણે માં લક્ષ્મી આર્કષિત થાય છે અને તમારા ઘરમાં પધારે છે.